સોલોમન

સોલોમનબાઇબલનો જે જુનો કરાર વિભાગ છે તેમાં આવતું મહત્વનું અને અગત્યનું પાત્ર છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે તે મહાન રાજા દાવિદનો પુત્ર હતો કે જેણે તેના પિતા બાદ ઇઝરાયેલનું સાશન સંભાળ્યુ. ઇશ્વરના આશીર્વાદથી રાજા સોલોમન પાસે અપાર બુધ્ધી અનેં ન્યાય શક્તિ હતી. જેનાથી તે લોકોને સાચો ન્યાય આપતો અને રાજ્ય કરતો હતો.

જન્મ અનેં ઉછેર

સોલોમનનો જન્મ ઉચ્ચ રાજકુળમાં રાજા દાવિદને ત્યાં થયો હતો. તેના બાળપણ વિશે વિશેષ માહિતી મળતી નથી પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે જ્યારે રાજા દાવિદ તેના છેલ્લા વર્ષો કાઢી રહ્યો હતો ત્યારે તેણે પોતાનાં દિકરા સોલોમનને બોલાવીને રાષ્ટ્ર સંભાળવા કહ્યું, પરંતુ તે સમયે સોલોમનની ઉંમર ઓછી હતી તેથી તે રાજા બનતા મુંઝાયો પણ તેના પિતાને તેનાં પર પુરો ભરોસો હતો, તેથી તેણે રાજાનું પદ સ્વીકારી લીધું, રાજા બન્યા બાદ એક વાર સ્વપ્નમાં ઇશ્વરે તેને દર્શન આપ્યા અને તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે રાજા સોલોમને ઇશ્વર પાસે "બુધ્ધી અને ન્યાયશકિત" માંગ્યા જેથી તે તેના પિતા બાદ રાજ્ય અને લોકોની ઉન્નતી કરી શકે. ભગવાને ખુશ થઇને તેને વરદાન આપ્યું અને તેને કિધું કે, "તેં વરદાનમાં સંપત્તિ કે લાંબુ આયુષ્ય માંગવાને બદલે લોકો અને રાષ્ટ્રનું વિચાર્યું તેથી હું ખુશ થઇને સંપત્તિ અને લાંબુ આયુષ્ય પણ આપીશ." અને આમ રાજા સોલોમન ઇશ્વરની આશિષથી મહાન રાજા બન્યો.

શાસન વ્યવસ્થા

ઇઝરાયેલના ઇતીહાસમાં સોલોમનનું સાશન "સુવર્ણ કાળ" ગણાયછે, કારણકે આ સમય દરમ્યાન ઇઝરાયેલમાં સુખ, શાંતી અને સમૃધ્ધી વધ્યા હતાં. ઇઝરાયેલ એક મજ્બુત રાષ્ટ્ર તરીકે વિકસ્યુ હતું આસપાસનાં રાજ્યો તેનાં મિત્ર હતાં. તેણે તેનાં સાશનકાળમાં ઇઝરાયેલનું પહેલું મંદીર બનાવવાની શરુઆત કરી કે જેને ઇશ્વરની આજ્ઞાથી તેનાં પિતા દાવિદે અધુરૂ મુક્યું હતું.

અંગ્રેજી ભાષા

અંગ્રેજી એ પશ્ચિમ જર્મનીની ભાષા છે જેનો વિકાસ એન્ગ્લો સાક્સોન કાળમાં ઇંગ્લેન્ડ અને દક્ષિણ પૂર્વીય સ્કોટલેન્ડમાં થયો હતો. 18મી, 19મી અને 20મી સદીની શરૂઆત સુધી બ્રિટિશ રાજના લશ્કરી, આર્થિક, વૈજ્ઞાનિક, રાજકીય અને સાંસ્કૃતિક પ્રભાવને કારણે તેમજ 20મી સદીના મધ્ય ભાગ સુધી યુનાઇટેડ સ્ટેટ્સને કારણે અંગ્રેજી ભાષા દુનિયાના ઘણા ખૂણાઓમાં લિન્ગ્વા ફ્રાન્કા બની ગઇ અને આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ વિજ્ઞાનની આગળ પડતી ભાષા બની ગઇ. રાષ્ટ્ર સમૂહ દેશો (કોમન વેલ્થ દેશો) તેમજ ઘણાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં બીજી કે ગૌણ ભાષા અને અધિકૃત ભાષા તરીકે અંગ્રેજોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

ઐતિહાસિક રીતે અંગ્રેજી ભાષા કેટલીક તળપદી ભાષાઓથી બનેલી છે જેને સંયુક્તપણે જૂની અંગ્રેજી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષા ગ્રેટ બ્રિટનના પૂર્વીય ટાપુઓ ઉપરથી લાવવામાં આવી હતી. આ ભાષાને એન્ગ્લો સેક્સોન લોકો લાવ્યા હતા કે જેઓ 5મી સદીની શરૂઆતમાં સ્થાયી થયા હતા. ત્યારબાદ અંગ્રેજી ઉપર જૂની નોર્વેની ભાષાનો પ્રભાવ પડ્યો. આ ભાષા આઠમાથી દસમા સૈકાના કાળ દરમિયાનના યુરોપીય આક્રમણકારોની ભાષા હતી.

નોર્મનોની જીતના સમયગાળા દરમિયાન જૂની અંગ્રેજી ભાષા મધ્યકાલિન અંગ્રેજી ભાષા તરીકે વિકાસ પામી. તેના શબ્દો અને જોડણી મોટા ભાગે નોર્મન (એન્ગ્લો ફ્રેન્ચ) ભાષાના શબ્દભંડોળમાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા. અંગ્રેજી કે ઇન્ગલિશ ભાષાનાં વ્યુત્પત્તિશાસ્ત્ર અંગે જોઇએ તો "ઇન્ગલિશ" શબ્દ 12મી સદીની જૂની અંગ્રેજી ભાષા એન્ગલિસ્ક અથવા તો ઇન્જલ , એન્જલ્સ શબ્દનું બહુવચન છે તેના ઉપરથી ઉતરી આવ્યો છે. (" જે ઇંગ્લેન્ડ કે ઇન્ગલેન્ડનાં લક્ષણોને પ્રતિબિંબિત કરે છે).આધુનિક અંગ્રેજી ભાષામાં સ્વરોમાં ધરખમ બદલાવ આવ્યો. આ બદલાવ 15મી સદીમાં ઇંગ્લેન્ડ ખાતે થયો. આ દરમિયાન અંગ્રેજી ભાષાએ વિવિધ વિદેશી ભાષાઓમાંથી નવાનવા શબ્દો લીધા અને નવા શબ્દો બનાવ્યા. અંગ્રેજી ભાષાનાં શબ્દો પૈકી નોંધપાત્ર માત્રાના શબ્દો ખાસ કરીને તકનિકી શબ્દો મૂળતઃલેટિન અને ગ્રીક ભાષા ઉપરથી બનાવવામાં આવ્યા છે.

એડિડાસ

એડિડાસ એજી (AG) FWB: ADS, એડીઆર (ADR):ઢાંચો:Pinksheets) રમતગમતના તૈયાર પોશાકની જર્મન ઉત્પાદક કંપની છે અને એડિડાસ જૂથની મુખ્ય કંપની છે, જેમાં રીબોક સ્પોર્ટ્સવેર કંપની, ગોલ્ફ કંપની (એશવર્થ સહિતની) અને રોકપોર્ટનો સમાવેશ થાય છે. આ કંપની સ્પોર્ટ્સ ફૂટવેર ઉપરાંત બેગ્સ, શર્ટ્સ, ઘડિયાળ, ચશ્મા તથા રમતગમત અને કપડાં સંબંધિત અન્ય ચીજો પણ બનાવે છે. એડિડાસ યુરોપની સૌથી મોટી સ્પોર્ટ્સવેર ઉત્પાદક કંપની છે અને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સવેર ઉત્પાદક કંપનીઓમાં અમેરિકન હરીફ નાઇકી બાદ બીજા ક્રમે છે.1948માં એડોલ્ફ “એડિ” ડેસલરે તેની અને તેના મોટા ભાઈ રુડોલ્ફ વચ્ચે ગેબ્રુડેર ડેસલર શુહફેબ્રિક નું વિભાજન થયા બાદ એડિડાસની સ્થાપના કરી હતી. રુડોલ્ફે પછીથી પુમાની સ્થાપના કરી હતી, જે એડિડાસની પ્રારંભિક હરીફ હતી. 1949માં નોંધણી થયેલી એડિડાસ હાલમાં જર્મનીના હર્ઝોગેનાઉરાક ખાતે આવેલી છે, જ્યાં પુમા પણ છે.

કંપનીના વસ્ત્રો અને જૂતાની ડિઝાઇનમાં ત્રણ સમાંતર પટ્ટા દર્શાવવામાં આવે છે, જેને એડિડાસના હાલના સત્તાવાર લોગોમાં પણ ભેળવી દેવામાં આવ્યા છે. આ ‘ત્રણ પટ્ટા’ ફિનલેન્ડની સ્પોર્ટ્સ કંપની કારહુ સ્પોર્ટસ પાસેથી 1951માં ખરીદવામાં આવ્યા હતા. કંપનીની આવક 2009માં €10.38 બિલિયન નોધાઈ હતી અને 2008માં આ આંકડો €10.80 બિલિયન હતો.

એપોલો ૧૭

ઢાંચો:Infobox Space mission

એપોલો ૧૭ એ નાસાનાં એપોલો અભિયાનની અગીયારમી સમાનવ અવકાશ યાત્રા હતી. તે અમેરિકાનું પ્રથમ સમાનવ રાત્રી પ્રક્ષે,પણ અને એપોલો અભિયાનનું છઠું અને છેલ્લું ચં , દ્ર પર ઉતરાણ માટેનું ઉડયન હતું. આ મિશન ૭/૧૨/૧ ૯૭૨ નાં રોજ રાત્રે ૧૨:૩૩ EST સમયે શરૂ થયું અને ૧૯/૧૨/૧૯૭૨ નાં સમાપ્ત થયું. જેણે સમાનવ ચંદ્ર પર ઉતરાણ અને સમાનવ નિમ્ન ભૂ-ભ્રમણકક્ષાની બહાર ઉડયન એમ બન્ને કામો પુરા કર્યા.

એશિયા

એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

કામસૂત્ર

કામસૂત્ર (સંસ્કૃત : कामसूत्र), (કામસૂત્રમ્ કે ફક્ત કામસૂત્ર પણ લખી શકાય) ભારતના પંડિત વાત્સ્યાયન દ્વારા માનવીય લૈંગિક અભિગમ પર સંસ્કૃત સાહિત્યમાં લખવામાં આવેલી પ્રાચિન ભારતીય પુસ્તક છે, જેને આ વિષયનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. આ પુસ્તકના એક ભાગમાં મૈથુન અંગે કેટલીક વ્યવહારૂ માહિતી આપવામાં આવી છે.કામ એટલે ઇંદ્રિયજન્ય અથવા લૈંગિક આનંદ અને સૂત્ર એ યોગની માર્ગદર્શિકા છે, સંસ્કૃતમાં સૂત્રનો અર્થ પણ તાંતણો થાય છે.

કામસૂત્રએ કામ શાસ્ત્ર તરીકે જાણીતા બનેલા પુસ્તકના સમૂહમાંથી સૌથી જૂનું અને વિશેષ છે (સંસ્કૃત:Kāma Śhāstra). પરંપરાગત રીતે, કામશાસ્ત્રનું પ્રથમ વહન અથવા "કામના સિદ્ધાંત"નું શ્રેય શિવના દ્વારપાળ નંદિને અપાય છે, કે જેણે ઈશ્વર અને તેમના પત્ની પાર્વતી વચ્ચેના પ્રણયના સંવાદો સાંભળ્યા અને બાદમાં માનવજાતિના કલ્યાણ માટે તેના ઉચ્ચારણો નોંધવામાં આવ્યા.ઇતિહાસકાર જ્હોન કી જણાવે છે કે કામ સૂત્ર એક સંક્ષેપ છે, જેને બીજી સદીમાં હાલની સ્થિતી મુજબ એકત્ર કરવામાં આવ્યું હતું.

કોમ્પ્યુટર વાયરસ

કમ્પ્યુટર વાયરસ એ કમ્પ્યુટર પ્રોગ્રામ (computer program) હોય છે જે પોતાની મેળે ક્ષતિગ્રસ્ત કમ્પ્યુટરમાંથી કમ્પ્યુટર માલિકની પરવાનગી વગર આપોઆપ કોપી થઈ જાય છે. વાઈરસની ટર્મ સામાન્ય છે પરંતુ તેને માલવેર (malware), એડવેર (adware) અને સ્પાયવેર (spyware) પ્રોગ્રામો માટે પણ વાપરવામાં આવે છે જે ખોટું છે આ પ્રોગ્રામોમાં ફરીથી ઉત્પન કરવાની શક્તિ હોતી નથી. સાચો વાઈરસ તો એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં( એઝ્યુક્યુટેબલ કોડ (code) દ્વારા) ફેલાય છે. જ્યારે હોસ્ટ તેને ટાર્ગેટ કમ્પ્યુટર સુધી પહોંચાડે છે. દાખલા તરીકે, યુઝર્સ નેટવર્ક અથવા ઈન્ટરનેટ વડે મોકલે છે અથવા રીમુવેબલ માધ્યમ દ્વારા જેમ કે ફ્લોપી ડિસ્ક (floppy disk), સીડી (CD), ડિવીડી (DVD) અથવા યુએસબી ડ્રાઈવ (USB drive) દ્વારા પહોંચાડી શકે છે. નેટવર્ક ફાઈલ સિસ્ટમ (network file system)માં પડેલી ફાઈલને ક્ષતિગ્રસ્ત કરીને વાઈરસ અન્ય કમ્પ્યુટરમાં ફેલાવાની તકો વધારી દે છે. આ ઉપરાંત અન્ય કમ્પ્યુટર દ્વારા એક્સેસ કરતી ફાઈલ સિસ્ટમ દ્વારા પણ વાયરસ ફેલાય છે. વાઈરસને ઘણી વખત કમ્પ્યુટર વર્મ (computer worm)અને ટ્રોજન હોર્સ (Trojan horses)જોડે સરખાવાય છે પરંતુ વાયરસ એક અલગ વસ્તુ છે. હોસ્ટ દ્વારા ટ્રાન્સફર થવાની રાહ જોયા વગર વર્મ કમ્પ્યુટરની સિક્યુરીટીને તોડીને અન્ય કમ્પ્યુટરમાં ઘુસી જાય છે જ્યારે ટ્રોજન હોર્સ એ પ્રોગ્રામ છે જે દેખાવમાં નિર્દોષ લાગે છે પરંતુ તેનો એજન્ડા છુપો હોય છે. જ્યારે તેઓને એક્સિક્યૂટ(અમલમાં મુકાય) કરાયછે ત્યારે વર્મ અને ટ્રોજન, વાઈરસ જેવા છે, જે દ્વારા તેઓ કમ્પ્યુટર સિસ્ટમના ડેટા, ફંકશન પર્ફોરમન્સ અથવા નેટવર્કિંગનેને નુકશાન કરે છે કેટલાક વાઈરસ અને માલવેરના લક્ષણો કમ્પ્યુટર વપરાશકર્તાઓ જોઇ શકે છે પરંતુ મોટાભાગે તેઓ અદ્રશ્ય હોય છે. જેના કારણે સરેરાશ યુઝર્સ તેને ભાગ્યે જ જોઈ શકે અને તેને શોધીને અક્ષમ બનાવે છે. આને કારણે જ સ્પેશિયાલિસ્ટ એન્ટિ-વાઈરસ પ્રોગ્રામની જરૂર પડે છે.

મોટાભાગના અંગત કમ્પ્યુટર લોકલ એરિયા નેટવર્ક (local area network)દ્વારા ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે જેના કારણે મલિશસ કોડ ફેલાય છે. આજના વાઈરસ ફેલાવવા માટે નેટવર્ક સર્વિસનો લાભ ઉઠાવે છે જેમ કે વર્લ્ડ વાઈડ વેબ (World Wide Web), ઈમેલ (e-mail), ઈન્સ્ટન્ટ મેસેજિંગ (Instant Messaging), ફાઈલ શેરિંગ (file sharing). આને કારણે વર્મ અને વાઈરસનો ભેદ પાતળો બને છે. આ ઉપરાંત, કેટલાક સોર્સ વાઈરસ માટે અલગ પરિભાષાનો ઉપયોગ કરે છે જેમાં વાઈરસ માલવેર (malware)ની પ્રતિકૃતિ સમાન લાગે છે તેવું જણાવે છે.

જાન્યુઆરી ૧

૧ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો પહેલો (લિપ વર્ષ દરમ્યાન પણ પહેલો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૪ દિવસ બાકી રહે છે. આ દિવસ ખ્રિસ્તી નવું વર્ષ તરીકે ઉજવાય છે.

પ્રદૂષણ

પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે.નોંધ: શારીરીક રચના કે જીવતંત્રપ્રદૂષણ એ રસાયણિક, પદાર્થ કે ઘોંઘાટ, ગરમી કે પ્રકાશ જેવી ઉર્જા સ્વરૂપે હોઇ શકે છે. પ્રદુષણ માટેના તત્વો સબસસ્ટેન્સ અથવા ઉર્જાના રૂપમાં હોઈ શકે. અથવા કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ આ તત્વો ઉત્પન થાય છે. પરંતુ જ્યારે તેઓ નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. પ્રદૂષણને પોઇન્ટ સોર્સ અને નોનપોઇન્ટ એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે.

પ્રેમ

પ્રેમ એ સ્નેહ (affection) and આસક્તિ (attachment)ની તીવ્ર વૃત્તિ સંબંધિત ઘણી બધી લાગણી (emotion)ઓ અને અનુભવો પૈકીની એક છે. શબ્દને સામાન્ય આનંદ (pleasure) થી માંડીને તીવ્ર આંતરવૈયક્તિક આકર્ષણ જેવી વિવિધ લાગણીઓ, સ્થિતિઓ અને અભિગમોના સંદર્ભમાં ટાંકી શકાય છે શબ્દ પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય, તે એક કરતા વધારે લાગણીઓને જન્મ આપે છે અને આપણે આપણી લાગણીઓ અંગે લાગણીઓ (અને લાગણીઓ અંગે વિચારો) ધરાવીએ છીએ. [૧]આ શબ્દના ઉપયોગો અને અર્થોનું વૈવિધ્ય અને તેની સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.

એક અમૂર્ત વિચાર તરીકે સામાન્યપણે પ્રેમ અન્ય વ્યક્તિ માટેની ઊંડી, મૃદુ કાળજીભરી અવ્યક્ત (ineffable) લાગણી છે.પ્રેમનો આ મર્યાદિત વિચાર પણ, જોકે, રોમેન્ટિક પ્રેમ (romantic love)ની ઉત્કટ ઇચ્છા અને પ્રગાઢતાથી માંડીને કૌટુંબિક (familial) અનેકાલ્પનિક પ્રેમ (platonic love) અને ત્યાંથી માંડીને ધાર્મિક પ્રેમ (religious love)ના વિશાળ એકત્વ (oneness) કે ભક્તિ જેવી વિવિધ લાગણીઓનો અસબાબ ધરાવે છે.પ્રેમ તેના વિવિધ સ્વરુપોમાં આંતરવૈયક્તિક સંબંધ (interpersonal relationship)ના મુખ્ય પ્રેરક તરીકે કાર્ય કરે છે અને તેના કેન્દ્રીય મનોવૈજ્ઞાનિક મહત્વને કારણે તે સર્જનાત્મક કળાઓ (creative arts)માં સૌથી સામાન્ય વિષયો પૈકીનો એક છે.

બાઇબલ

બાઇબલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે જે વાસ્તવિક રીતે અનેક પુસ્તકોનો સંગ્રહ કરેલું એક પુસ્તક છે. આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા. બાઇબલમાં અનેક પ્રકારનાં પુસ્તકો છે. તેમા ખુબજ મહત્વના પ્રસંગોની નોંધ કરવા માટે કેટલાક પુસ્તકોનું લેખન થયું હતું. કેટલાક પુસ્તકો કેવળ પત્રો તરીકે આલેખવામાં આવ્યાં છે, વળી બીજા કેટલાક ગીતો અને કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકોના સંગ્રહને એકત્રિત કરવામાં આવ્યો અને તેને બાઇબલ તરીકે ઓળખવામાં આવ્યું. ખ્રિસ્તી અને યહૂદી ધર્મનાં અનુયાયીઓ માને છે કે તેમાં ઇશ્વરનો સંદેશો છે.

મોટાભાગના ખ્રિસ્તીઓ દ્વારા અધિકૃત માનવામાં આવતું બાઇબલ બે ખંડમાં વહેંચાયેલું છે, જુનો કરાર અને નવો કરાર. બાઇબલનું લેખન કાર્ય પૂરું કરતા ઘણો લાંબો સમય થયો હતો. ઇસુ ઇઝરાયેલ દેશમાં લગભગ ૨૦૦૦ વર્ષ પુર્વે જીવન જીવ્યા હતાં. તે સમયે કેટલાંક પુસ્તકોના સંગ્રહને ખુબજ પવિત્ર ગણવામાં આવતો હતો. આ પુસ્તકો ઇશ્વર અને તેના પ્રેમ વિશેની સમજણ મેળવવામાં લોકોને સહાયરુપ છે તેવું ધાર્મિક આગેવાનો જાણતા હતા. આ કારણે અન્ય પુસ્તકો કરતા આ પુસ્તકો ઘણાં મહત્વના બન્યાં હતા. આ પુસ્તકોનાં પ્રથમ સંગ્રહને પવિત્ર બાઇબલના જુના કરાર તરીકે ઓળખવામાં આવે છે. નવા કરારના પુસ્તકોનું લેખન કરવામાં આવે તેના ઘણા વર્ષો અગાઉ જુના કરારનાં પુસ્તકોને એકસાથે મુકવામાં આવ્યા હતા. જે પૈકી જુના કરારમાં કુલ ૩૯ અધ્યાય છે (મૂળ હિબ્રુ ભાષા લખાયેલા) અને નવા કરારમાં ૨૯ અધ્યાય (મૂળ ગ્રીક ભાષામાં લખાયેલા) છે. ખાસ કરીને જુના કરારના પુસ્તકો કુરાનને ઘણા મળતા આવે છે અને તેમા ઇસુના જન્મ પહેલાનો ઇતીહાસ મળે છે. જ્યારે નવા કરારમાં ઇસુના જન્મ બાદનું વર્ણન છે. વર્ષ ૨૦૦૩ સુધીમાં વિશ્વની ૨૩૦૦ ભાષાઓ કે બોલીઓમાં તેનું સંપૂર્ણ કે આંશિક ભાષાંતર થઈ ચુક્યું છે. જુના કરારના પહેલા અધ્યાયમાં દુનીયાની ઉત્પત્તિથી શરુ કરીને નવા કરારના પ્રક્ટીકરણમાં દુનીયાના અત સુધીની તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે. બાઇબલ એ દુનીયામાં સૌથી વધુ વેચાતું, સૌથી વધુ ભાષાંતર પામેલું અને લગભગ વિશ્વના દરેકે દરેક દેશમાં ઉપલબ્ધ પુસ્તક છે.

બીજું વિશ્વ યુદ્ધ

વિશ્વ યુદ્ધ ૨, અથવા બીજુ વિશ્વ યુદ્ધ (ટૂંકમાં જેને WWII અથવા WW2 કહેવામાં આવે છે) એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો, જેમાં મહા શક્તિ સહિત વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. તેઓ બે વિરોધી લશ્કરી જોડાણોમાં વહેંચાઇ ગયા હતા: મિત્ર અને ધરી(શત્રુ). આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડ થી વધુ લોકોની જમાવટ કરવામાં આવી હતી, જેને પગલે તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક યુદ્ધ બન્યું હતું. "પૂર્ણ યુદ્ધ"ના તબક્કામાં ભાગ લેનાર અગ્રણી રાષ્ટ્રોએ તેમની સમગ્ર આર્થિક, ઔદ્યોગિક અને વિજ્ઞાની ક્ષમતાઓને યુદ્ધના પ્રયત્નમાં જોતરી હતી અને લશ્કરી તથા નાગરિક સ્રોત વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખી હતી.

આ યુદ્ધમાં ૭ કરોડ લોકોથી વધારે મરાયા હતા અને તેમાંથી મોટાભાગના નાગરિકો હતા, જેણે આને માનવ ઇતિહાસનો સૌથી વધારે ભયંકર સંઘર્ષ બનાવ્યો હતો.

પોલેન્ડ પર જર્મનીનું આક્રમણ અને તેના પરિણામે બ્રિટિશ સામ્રાજ્ય ના મોટાભાગના રાષ્ટ્રો અને રાષ્ટ્રકુળ દેશો અને ફ્રાન્સ દ્વારા જર્મની પર યુદ્ધની ઘોષણાની સાથે સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ ને યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે. આ તારીખ પહેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધની સ્થિતિમાં હતા અને ’માર્કો પોલો બ્રિજ ઘટના’ (રાષ્ટ્રવાદી ચીન અને જાપાન વચ્ચે લડાયેલ), સોવિયેત યુનિયન પર જર્મનીનું આક્રમણ (ઓપરેશન બાર્બારોસા), અને દક્ષિણપૂર્વ એશિયામાં પર્લ હાર્બર તથા બ્રિટિશ અને ડચ વસાહતો જેવી ઘટનાના પગલે શરૂઆતમાં નહિ જોડાયેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા.

૧૯૪૫ માં સાથી-મિત્ર રાષ્ટ્રોના વિજય સાથે યુદ્ધનો અંત આવ્યો. વિશ્વની મહાસત્તાઓ તરીકે સોવિયેત યુનિયન અને યુનાઈટેડ સ્ટેટ્સનો ઉદય થયો અને શીત યુદ્ધનો પાયો નંખાયો, જે આગામી ૪૫ વર્ષ સુધી ચાલુ રહ્યુ. આવો અન્ય સંઘર્ષ ટાળવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. સ્વ-નિર્ધારના સિદ્ધાંતની સ્વીકૃતિની સાથે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ દૂર કરવાની ઝુંબેશને વેગ મળ્યો જ્યારે કે પશ્ચિમ યુરોપે પોતે પણ એકીકરણ તરફ આગળ વધવા માંડ્યુ.

મેનહટન

મેનહટનએ ન્યૂ યોર્ક સિટીનું વહીવટી શહેર છે. હડસન નદીના મુખ પાસે મેનહટન આઇસલેન્ડમાં સ્થિત, પ્રાંતની સરહદો ન્યૂ યોર્ક કાઉન્ટી જેવી જ છે, જે સ્ટેટ ઓફ ન્યૂ યોર્કની અસલ કાઉન્ટી છે. તેમાં મેનહટન આઇસલેન્ડ નજીક આવેલા વિવિધ નાના આઇસલેન્ડ: રૂઝવેલ્ટ આઇસલેન્ડ, રેન્ડાલ્સ આઇસલેન્ડ, વર્ડ્સ આઇસલેન્ડ, ગવર્નર આઇસલેન્ડ, લિબર્ટી આઇસલેન્ડ, પાર્ટ એલિસ આઇસલેન્ડ અને યુ થાન્ટ આઇસલેન્ડ ઉપરાંત બ્રોન્ક્સ નજીક મુખ્યલેન્ડનો મારબલ હિલના નાનકડા હિસ્સાનો પણ સમાવેશ થાય છે. ન્યુયોર્કનું મુખ્ય શહેર મેનહટનના દક્ષિણ હિસ્સાથી શરૂ થાય છે. 1898માં તેનો વિસ્તાર વધારીને નજીકના બધા કાઉન્ટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ શહેરીકરણ પામેલા પાંચ પ્રાંતમાં સૌથી નાનો પરંતુ સૌથી વધુ વિકસીત થયેલો વિસ્તાર છે.

ન્યુયોર્ક શહેરના આ કાઉન્ટીની વસ્તી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે અને 2008ની વસ્તી પ્રમાણે, વર્ષમાં 22.96 ચોરસ માઇલ(59.47 કિ.મી²)ના જમીન વિસ્તારમાં 1,634,795ની વસ્તી કે પ્રત્યેક ચોરસ કિ.મી.(27,485/કિ.મી²)માં 71,201 મકાન છે, જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ગીચતા ધરાવતો વિસ્તાર છે. તે 2005માં 1,00,000 ડોલરથી વધારે માથાદીઠ વ્યક્તિગત આવક સાથે યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી ધનિક વિસ્તારોમાનો એક છે. ન્યૂ યોર્કના પાંચ પ્રાંતમાં વસ્તીની દ્રષ્ટિએ મેનહટન ત્રીજું સ્થાન ધરાવે છે.

મેનહટન એ યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વનું મહત્વનું વ્યાપારી, નાણાકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. યુનાઇટેડ સ્ટેટ્સની ઘણી મોટી રેડિયો, ટેલિવિઝન અને ટેલિકોમ્યુનિકેશન કંપની અહીં સ્થિત છે, તથા ન્યુઝ, મેગેઝીન, બુક્સ અને અન્ય મિડીયા પ્રકાશકોના મુખ્ય મથક પણ અહીં છે. મેનહટન ઘણા પ્રખ્યાત જોવાલાયક સ્થળો, પ્રવાસીઓ માટે આકર્ષણ, મ્યુઝિયમ અને યુનિવર્સિટીઓ પણ ધરાવે છે. આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સનું મુખ્ય મથક પણ અહીં છે. સમગ્ર દેશમાં સૌથી વધુ કોર્પોરેટ કંપનીના વડામથક આ શહેર ધરાવે છે, ઉપરાંત નાસ્ડેક(NASDAQ) અને ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેંજ અહીં હોવાથી મેનહટન એ યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી મોટું અને કેન્દ્રિય વેપારનું શહેર છે. તે ન્યૂ યોર્ક સિટી અને ન્યૂ યોર્ક મેટ્રોપોલિટન રિજીયનનું કેન્દ્ર છે, જે શહેરની સરકારનું પદ ધરાવે છે અને ક્ષેત્રની રોજગારી, ઉદ્યોગ અને મનોરંજનની પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. જેના કારણે ન્યૂ યોર્કના બ્રુક્લીન અને ક્વીન્સ જેવા અન્ય પ્રાંતના લોક મેનહટનમાં જો ફરવા આવે તો “શહેરમાં જઇએ છીએ” તેવું કહે છે.

રાષ્ટ્રીય સૂત્રોની સુચિ

અલ્જીરિયા :الشعب و للشعب من (અરબી, "જનતા દ્વારા અને જનતા માટે ક્રાન્તિ")

અન્ડોર્રા :Virtus Unita Fortior(લૅટિન, "સંયુક્ત શક્તિ અધિક તાકાતવાન છે")

એંટિગુઆ અને બરબુડા :પ્રત્યેકનો પ્રયાસ, સહિયારી સફળતા૘

અર્જેન્ટીના: En Unión y Libertad ( સ્પેનિશ, "સંઘ માં સાથે સફળતા હાથે")

કોરીએંટીસ પ્રાંત:Patria, Libertad, Constitucion( સ્પેનિશ, "માતૃભૂમિ, સ્વતંત્રતા, સંવિધાન")

Entre Rios પ્રાંત:Federación, Libertad, Fuerza( સ્પેનિશ, "સંઘ, સ્વતંત્રતા, શક્તિ")

આર્મેનિયા : Remembrance of the past, strength for the future અતિતનું સ્મરણ, ભવિષ્યની તાકત

અરૂબા : "Aruba One Happy Island (Papiamento, Un isla felizૢ "અરૂબા એક ખુશ દ્વીપ૘

ઑસ્ટ્રેલિયા : કાંઈ નહીં

ઑસ્ટ્રેલિયાઈ રાજધાની ક્ષેત્ર "For the Queen, the law and the people" ૘રાણી , કાયદો અને લોકો માટે"

ન્યૂ સાઉથ વેલ્સ: Orta recens quam pura nites લૅટિન, ૘હાલમાં ઉગેલોૢ કેટલો સુંદર તું ચળકે.૘

ઉત્તરી ક્ષેત્ર: કોઈ નહીં

[[ક્વીંસલૈંડ] fidelis]: Audax at fidelis લૅટિન, "બહાદૂર પણ વિશ્વાસપાત્ર"

દક્ષિણ ઑસ્ટ્રેલિયા: United for the common wealthૢસંયુક્ત (લોક) ધન માટે એકજૂટ

ટાસ્માનિયા: Ubertas et fidelitas ૢ"સમૃદ્ધિ અને સચ્ચાઈ"

વિક્ટોરિયા: Peace and Prosperityૢશાંતિ અને સમૃદ્ધિ

પશ્ચિમી ઑસ્ટ્રેલિયા:Cygnis Insignisૢલૅટિન, "તેના હંસો દ્વારા વિશિષ્ટ"

ઑસ્ટ્રિયા'': Austria est in orbit ultima લૅટિન, " ઓસ્ટ્રિયાનો વિનાશ સૌથી છેલ્લે હશે"

ઑસ્ટ્રિયા, હંગરી : Indivisibiliter ac Inseparabiliter લૅટિન, "અવિભાજ્ય અને અતૂટ"; પણ ૧૯૧૮માં તે ઘણાં સ્વતંત્ર રાજ્યોમાં તૂટી ગયો.

અજેરબૈજાન: અમર આગની ભૂમિ

બહામા: Forward upward onward togetherૢ સહિયારુ અગ્રગમન ઉર્ધ્વગમન

બારબાડોસ : Pride and Industryૢ ગર્વ અને ઉદ્યમ

બેલ્જિયમ'': L'union fait la force, Eendracht maakt macht and Einigkeit gibt Stärke (French, Dutch and German, ( ફ્રેંચ, [ [ડચ ભાષા | ડચ]] અને જર્મન, "શક્તિ એકતામાં છે")

[વેલોનિઆ]]: Walon todi!ૢ વલુન, "વલુન હમેશા માટે!"

બેલીઝ: Sub umbra floreoલૅટિન, "આની છાયામાં અમે ફૂલીએ ફલીએ"

બોલીવિયા: La Unión es la Fuerza ( સ્પેનિશ, " સંઘઠન એજ શક્તિ")

બ્રાઝીલ :Ordem e progresso( પોર્ચુગીઝ, "આદેશ અને પ્રગતિ")

સાઓ પાઓલો રાજ્ય: Pro Brasilia fiant eximia (લૅટિન, "બ્રાઝીલ માટે સર્વોત્તમ કરો")

સાઓ પૉલો શહેર:ગૈર ducor duco(લૅટિન, "મૈં conduced નહીં કર રહા હૂઁ, મૈં") મદદ દેના

મીનસ ગેરાઇસ: Libertas quæ sera tamen ૢ(લૅટિન, "ભલે મોડી પણ સ્વતંત્રતા જોઈએ જ"

બ્રુનેઈ : : Brunei darussalam મલય, "બ્રુનેઈ, શાંતિ નું નિવાસ")

બલ્ગેરિયા :Съединението прави силата( બલ્ગેરિયન, "એકતામાં શક્તિ છે")

કંબોડિયા : Nation, Religion, Kingૢ રાષ્ટ્ર, ધર્મ, રાજા

કૅનેડા: A mari usque ad mare (લૅટિન, "સમુદ્ર થી સમુદ્ર ")

અલબર્ટા: Fortis et liber(લૅટિન, "સશક્ત અને મુક્ત")

બ્રિટિશ કોલંબિયા: Splendor sine occasu (લૅટિન, " અખૂટ વૈભવ")

મેનીટોબા: Gloriosus et liber(લૅટિન, "શાનદાર અને મુક્ત")

નવુ બ્રનશ્વિક: Spem reduxit(લૅટિન, "આશા બહાલ થઈ")

ન્યૂફ઼ાઉંડલૈંડ અને લેબ્રાડાર: Quaerite primum regnum DEI(લૅટિન, અમે સૌ પ્રથમ ઈચ્છીએ ભગવાનનું રાજ્ય")

ઉત્તર પશ્ચિમી ક્ષેત્ર: કોઈ નહીં; ૘એક લોક ઘણાં અવાજ૘ ન્યાયાલયીન [[સમારોહિક ગદા પર] અનેક ભાષાઓમાં આ સૂત્ર કહાયેલ છે.

નોવા સ્કોટિયા: Munit haec et altera vincit (લૅટિન, "એક બચાવે અને બીજો સર કરે")

નુનાવુત:Nunavut sanginivut (ઇનૂક્ટીતુત, "નુનાવુત અમારી તાકત છે" અથવા "અમારી ભૂમિ, અમારી તાકાત")

ઓંટારિયો: Ut incepit fidelis sic permanet (લૅટિન, "વફાદારી ભરી તેની શુરૂઆત , રહી તે વફાદાર ")

પ્રિંસ એડવર્ડ આઇલૈંડ: Parva sub ingenti (લૅટિન, " મોટાઓના સંરક્ષણ તળે નાના")

ક્યુબેક: Je me souviens ( ફ્રેંચ, "મને યાદ છે")

સાસ્કાચેવન: Multis e gentibus vires(લૅટિન, "ઘણાં બધાં લોકોની શક્તિ")

યુકોન: કોઈ નહીં

ચિલી : Por la razón o la fuerza ( સ્પેનિશ, કારણ દ્વારા કે તાકાત દ્વારા

Post Tenebras Luxલૅટિન, "પ્રકાશ પછે અંધારુ") (પ્રાચીન)

Aut concilio, aut ense(લૅટિન, "કારણ થી અથવા તલવાર થી") (પ્રાચીન)

કોલમ્બિયા :Libertad y orden( સ્પેનિશ, "સ્વતંત્રતા અને વ્યવસ્થા")

કોસ્ટારીકા :¡ ¡Pura Vida!( સ્પેનિશ, "અસલી જીવન!")

ક્યૂબા :Patria y Libertad( સ્પેનિશ, "માતૃભૂમિ અને સ્વતંત્રતા")

ક્રોએશિયા :Za Dom Spremni( ક્રોએશન્ માતૃભૂમિ, " માતૃભૂમિ માટે હમેંશા તૈયાર")

ચેક ગણરાજ્ય :Pravda vítězí!( ચેક, "સાચ શાસ્વતુ છે!")

ડેનમાર્ક : રૉયલ આદર્શ વાક્ય:Guds hjælp, Folkets, kærlighed, Danmarks styrke ( ડૈનીશ: "ભગવાનની મદદ, લોકોનો પ્રેમ, ડેનમાર્કની તાકત")

ડોમિનિકન ગણરાજ્ય :Dios, Patria, Libertad( સ્પેનિશ, "ભગવાન, દેશ, સ્વાતંત્ર્ય")

પૂર્વી તિમોર :Honra, pátria e povo( પુર્તગાલી, " સન્માન, દેશ અને લોકો")

ઇક્વાડોર : Ecuador ha sido, es y será un país amazónico( સ્પેનિશ es, "ઇક્વાડોર હતુંૢ છે, અને ઍમેઝોનીય દેશ રહેશે" )

અલ સાલ્વાડોર : Dios, Unión, Libertad ( સ્પેનિશ, "ભગવાન, સંઘ, સ્વાતંત્ર્ય")

ઇક્વેટોરિયલ ગિની : Unidad, Paz, Justicia( સ્પેનિશ, "એકતા, શાંતિ, ન્યાય")

યુરોપીય સંઘ : In varietate concordia(વિવિધતા માં એકતા) સભ્ય દેશોની ભાષાઓમાં

ફિજી : Rerevaka na Kalou ka Doka na Tui( "ભગવાનથી ડર અને રાણીનું સમ્માન કર")

ફ્રાંસ :Liberté, égalité, fraternité( ફ્રાંસીસી, "સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ")

જૉર્જિયા :ძალა ერთობაშია!'(ડ્ઝાલા એર્ટોબાર્શિયા), ( જૉર્જીયન્, "એકતામાં શક્તિ છે")

જર્મની :Einigkeit([[જર્મન ભાષા | જર્મન] Recht und Freiheit und], "એકતા અને ન્યાય અને સ્વતંત્રતા")

શેલસ્વીંગ-હોલસ્ટેઈન: Up ewig ungedeelt ([ [નીચી જ઼ર્મન]], "હમેશા અવિભાજિત")

ગ્રીસ :Ελευθερια η θανατος(ઉચ્ચારણ૰ એલુથેરિયા આઈ થાનાટોસ) ( ગ્રીક, "સ્વાધિનતા યા મૌત")

ગુઆના :એક લોક, એક રાષ્ટ્ર, એક ભાગ્ય

હૈતી: L'union fait la force( ફ્રેંચ, "એકાત્મતા શક્તિ છે")

હોન્ડુરસ : Libre, Soberana E Independiente( સ્પેનિશ, "મુક્તિ, સંપ્રભુતા અને સ્વાધિનતા")

હંગરી : કોઈ નહીં, પ્રાચીન- Regnum Mariae Patrona Hungariae(લૅટિન, "મેરીનું રાજ્ય , તેજ સંરક્ષક હંગરીની")

ભારત : सत्यमेव जयते (Satyameva Jayate ) (સંસ્કૃત, "સત્યનો હમેંશા જય થાય છે")

ઇંડોનેશિયા :Bhinneka Tunggal Ika(જુની જાવાનીસ, "વિવિધતામાં એકતા")

ઈરાન : Esteghlâl, Azâdi, Jomhouri-ye Islâmi( ફારસી, "મુક્તિ, સ્વતંત્રતા, ઇસ્લામી ગણરાજ્ય")

આયરલૈંડ : કોઈ નહીં

ઇસરાઇલ : કોઈ નહીં

ઇટલી : કોઈ નહીં

જમાઇકા :ધણાં લોકો,નું એક લોક

કેન્યા :Harambee(સ્વાહિલી, " સાથે કામ કરીએ")

કિરિબાતી : Te mauri, te raoi ao te tabomoa( કિરિબાતી, "સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ")

કોરિયા, ઉત્તર : 강성 대국 (强盛大国) ( કોરિયાઈ, "સમૃદ્ધ અને મહાન દેશ")

કોરિયા, દક્ષિણ : 홍익 인간 (弘益人间) યા 널리 인간 을 이롭게 하라 ( કોરિયાઈ, "લગભગ લગભગ- માનવતા ના લાભ માટે લિએ")

લાઓસ : Peace, independence, democracy, unity and prosperity ૢ શાંતિ, સ્વતંત્રતા, લોકતંત્ર, એકતા અને સમૃદ્ધિ

લાતવિયા : Tēvzemei un Brīvībai ([[લાટવિયન્ ભાષા | લાટવિયન્] પિતૃભૂમિ અને સ્વતંત્રતા માટે] )

લેબનાન : Koullouna Lil Watan, Lil Oula wal'Allam ( અરબી, "અમે બધા! અમારા રાષ્ટ્ર માટે, અમારી ચિહ્ન અને જય માટે! ")

લિથુઆનિયા :Vienybė težydi( લીથુનિયન,એકતા ખિલતી રહે)

લક્સમબર્ગ : Mir wëlle bleiwe wat mir sin ( લક્સમબર્ગીશ, "અમે જે છીએ તે જ બની રહેશું")

મલેશિયા :Bersekutu Bertambah Mutu( મલય, "એકતા શક્તિ વધારે છે")

મૉરીશસ : Stella clavisque Maris Indici(લૅટિન, "તારો હિંદી મહાસાગરનો અને ચાવી હિંદી મહાસાગરનો")

મેક્સિકો : El respeto al derecho ajeno es la paz( સ્પેનિશ દૂસરોં કે અધિકારોં માટે, "આદર શાંતિ" છે). ઇસકે અલાવા:Sufragio efectivo, નહીં reelección( સ્પેનિશ, "યોગ્ય મતાદાન, ફેર ચુંટણી નહીં )", તે અમુક સરકારી દસ્તાવેજોંમાં હસ્તાક્ષર વર્તમાનમાં છે.

મોનાકો : Deo juvante(લૅટિન, "ભગવાનની મદદથી")

મોરક્કો : God, the Country, the Kingૢ ભગવાન, ઇસ દેશ કે રાજા

નામીબિયા : Unity, liberty, justiceૢએકતા, સ્વતંત્રતા, ન્યાય

નૉરૂ: God's will firstૢભગવાનની ઇચ્છા પહેલા

નેપાલ : जननी जन्मभूमिष्च स्वर्गादपि गरियसि(સંસ્કૃત, "માતા અને માતૃભૂમિ સ્વર્ગ થી પણ અધિક છે")

નેધરલેંડ :je maintiendrai,Ik zal handhaven( ફ્રેંચ / ડચ: "મૈં બનાવી રાલ્હીશું")

નેધરલેંડ્સ એંટિલ્સ :Libertate unanimus(લૅટિન "સ્વતંત્રતા દ્વારા એકીકૃત")

નાઇજીરિયા: Unity and Faith, Peace and Progressૢએકતા ૢ વિશ્વાસૢ શાંતિ અને પ્રગતિ

નૉર્વે : રાજસી આદર્શ વાક્ય: Alt for Norge( નાર્વેજીયન્, નૉર્વે માટે બધું)

પાકિસ્તાન :Yaqeen - mukkam, ittihad, nazm(ઉર્દૂ: "વિશ્વાસ (આત્મવિશ્વાસ), એકતા, અનુશાસન")

પનામા : Pro mundi beneficio(લૅટિન, "દુનિયાના માટે લાભ")

પૅરાગ્વે : Paz y justicia( સ્પેનિશ, "શાંતિ અને ન્યાય")

ફિલીપિંસ :Maka-Diyos, Makatao, Makakalikasan Makabansa પર( ફિલિપિનો, "ભગવાન, લોગ, પ્રકૃતિ અને દેશ")

જૂનું: Isang bansa, isang diwa( ફિલિપિનો: "એક રાષ્ટ્ર, એક ભાવના")

પેરૂ : Firme y feliz por la Unión( સ્પેનિશ: "સ્થિર અને ખુશ સંઘ માટે")

પોલૈંડ : કોઈ પણ અધિકૃત સૂત્ર નથી: Bóg, Honor, Ojczyzna( પૉલિશ, "ભગવાન, ન્યાયાધીશ, પિતૃભૂમિ")

પર્ટો રીકો : Joannes Est Nomen Eius (લૅટિન, "જૉન તેનું નામ છે")

F.Y.R. મૈસેડોનિયા :Sloboda ili smrt( માસેડોનિયન, "સ્વાધિનતા યા તો મૌત")

રોડેશિયા :Nomine digna(લૅટિન, "તે તેના નામની યોગ્ય હોય")

રોમાનિયા :Desteapta-te romane( રોમાનિયાઈ, "ઉઠો, રોમાનિયન")

સેંટ લૂસિયા : The land, the people, the lightૢદેશ, લોકો અને પ્રકાશ

સૈન મૅરિનો :Libertas(લૅટિન, "સ્વાધિનતા")

સેનેગલ : Un peuple, un but, une foi( ફ્રેંચ, "એક લોકો, એક લક્ષ્ય, એક વિશ્વાસ")

સર્બિયા :Samo Sloga Srbina Spasava( સર્બિયાઈ, "કેવલ એકજુટતા જ સર્બને બચાવશે")

સેશલ્સ : Finis coronat opus(લૅટિન, "અંત જ કામનો મુકુટ")

સિયરાલેઓન : Unity, freedom, justice એકતા, સ્વતંત્રતા, ન્યાય

સિંગાપુર :Majulah Singapura( મલય, "આગળ વધ સિંગાપુર")

દક્ષિણ અફ્રીકા ( / ક્ઝૅમ): !ke e: /xarra //ke( "વિવિધ લોકો અને તેની એકતા" અથવા "વિવિધતામાં એકતા")

જૂનું ( લૅટિન): Ex Unitate Vires( "એકતાથી તાકત" ) રંગભેદ અધીનના સમયમાં.

સ્પેન : Plus ultra (લૅટિન) ( "હજી આગળ")

જુનું ( સ્પેનિશ): Una, grande y libre( "એક, મહાન અને મુક્ત", [ફ્રાંસિસ્કો ફ્રાંકો | ફ્રેંકોનું શાસન]]) દરમ્યાન.

અંડાલ્યુશીયા ( સ્પેનિશ): Andalucía por sí, para España y la Humanidad ( " અંડાલ્યુશીયા ખુદ માટેૢ સ્પેન માટે, અને માનવતા માટે")

કૅટાલોનીયા Som i serem ( કાતાલાન):( "અમે છીએ અને રહીશું")

ઍસ્ટુરીઅસ (લૅટિન):Hoc signo tuetur pius, Hoc signo vincitur inimicus( "યહ ચિન્હ ધાર્મિકને બચાવે અને દુશ્મનને હરાવે)

મૈડ્રિડ ( સ્પેનિશ): De Madrid al cielo ( "મૅડ્રિડથી સ્વર્ગ ")

સોલોમન દ્વીપ : To Lead is to serveૢનેતૃત્વ સેવા કરવા માટે છે

સોવિયત સંઘ ( રૂસી):всех стран, соединяйтесь Пролетарии!ૢ "દુનિયા કે કામગાર એક થાવ!")

સૂરીનામ : Justitia, pietas, fides (લૅટિન) ( "ન્યાય, શીલ, વફાદારી")

સ્વાઝીલેંડ (સ્વાતી):Siyinquaba( "અમે જ ગઢ઼ છીએ")

સ્વીડન ( સ્વિડિશ): För Sverige i tiden ( " સ્વીડન માટે, સમયાંતરે")

સ્વિટ્ઝરલેંડ (લૅટિન): Unus pro omnibus, omnes pro uno ( "એક દરેક માટે, દરેક એક માટે "- પરંપરાગત પણ અનાધિકારિક)

ટોગો Travail, Liberté, Patrie ( ફ્રેંચ):( "કાર્ય, સ્વતંત્રતા, માતૃભૂમિ")

તુર્કી : Yurtta Sulh, Cihanda Sulh ( તુર્કી): ( "ઘરમાં શાંતિ ૢ દુનિયા માં શાંતિ, ")

તુવાલુ ( તુવાલન): Tuvalu mo te Atua( "તુવાલુ સર્વશક્તિમાન થાય")

યૂક્રેન ( યૂક્રેની):Воля, злагода, добро( "સ્વતંત્રતા, શાંતિમય સહ અસ્તિત્વ, દયાલુતા")

યુનાયટેડ કિંગડમ રાજસી આદર્શ વાક્ય ( ફ્રેંચ): Dieu et mon droit ( "ભગવાન અને મારો અધિકાર")

સ્કૉટલૈંડ Nemo me impune lacessit (લૅટિન): કોઈ મને નિમો મુઝે impune lacessit( "મને દુષ્પરિણામ્થી કોઈ ડરાવીન શકે૘)

વેલ્સ Ich Dien ( જર્મન): ( "હું સેવામાં" )

આઇલ ઑફ મૈન (લૅટિન):Quocunque jeceris stabit કી( "તમે કાંઈપણ ફેંકો તે ઍડગ રહેશે")

કેમૈન દ્વીપ: He hath founded it upon the seasૢતેણે આને સમુદ્ર પર સ્થાપ્યું

ફ઼ૉકલૈંડ દ્વીપ: Desire the right ૢયોગ્ય વસ્તુ ચાહો

જિબ્રાલ્ટર (લૅટિન):Nulli expugnabilis hosti( "કોઈ દુશ્મન દ્વારા અવિજયી")

યુ.એસ.એ (લૈટિન): E pluribus unum( પ્રભુમાં અમે માનીયે)

ત્યાં દરેક અમેરિકી રાજ્યોનું અલગ સૂત્ર છે]]

ઉરુગ્વે : કોઈ નહીં

વેનેઝુએલા : કોઈ નહીં

ઍમેઝોનાસ ( સ્પેનિશ): Honor y Lealtad (" આદર અને વફાદારી " )

ઍંઝોટેગુઈ ( સ્પેનિશ): Tumba de sus tiranos( "મકબરો આના શહીદનો")

બેરીનાસ ( સ્પેનિશ):Dios y Federación( "ભગવાન અને સંઘ")

Carabobo (લૅટિન):Ocassus servitutis( "અસ્વીકૃત્ય ગુલામીનું")

કોજેડસ (લૅટિન): Ad Sum( "હું અહીં છૂં")

ડેલ્ટા ઍમાક્યુરો ( સ્પેનિશ): La Paz en la Federación( "સંઘમાં શાંતિ")

ફાલ્કન ( સ્પેનિશ):Dios y Federación( "ભગવાન અને સંઘ")

ગ્યુઆરીકો ( સ્પેનિશ): Si amas la libertad, ven a mis pampas ("જૂ આપને સ્વાધીનતા પસઁદ છે તો મારા મેદાનોમાઁ આવો")

મોનાગસ ( સ્પેનિશ): Resistió con valor ( "તેણે સાહસ સાથે વિરોધ કર્યો")

પોર્ટુગીઝા ( સ્પેનિશ): Honor y Gloria (આદર અને જય)

વર્ગસ ( સ્પેનિશ):Igualdad, Libertad, Propiedad y Seguridad(સમાનતા, સ્વતંત્રતા, સંપત્તિ અને સુરક્ષા)

વિયેટનામ ( વિયેટનામી): Ðộc lập, tự do, hạnh phúc ( "આજાદી, સ્વાધીનતા અને ખુશી")

વર્જિન દ્વીપ સમૂહ (યૂએસ ):ગર્વ અને આશામાઁ સાથે

પશ્ચિમી સહારા ( સદ્ર ):حرية ديمقراطية وحدة( Ḥassānīya અરબી, "સ્વતંત્રતા, લોકતંત્ર, એકતા")

સાપ

સાપ સર્પન્ટ પેટાજૂથના લાંબા પગ વગરના માંસાહારી સરીસૃપ છે જેમને પોપચા અને બાહ્ય કાનની ગેરહાજરીથી પગ વગરની ગરોળીથી સરખામણી કરી શકાય છે. તમામ સ્ક્વેમેટની જેમ સાપ વાતાવરણની સાથે શરીરનું તાપમાન બદલી શકે તેવા કરોડરજ્જૂ ધરાવતા પ્રાણી (એક્ટોથર્મિક એમ્નિઓટ વર્ટિબ્રેટ્સ) છે. તેનું શરીર ભીંગડાનું આવરણ ધરાવે છે. સાપની ઘણી જાતિ હાડપીંજર ધરાવે છે તેમની પૂર્વજ ગરોળીની તુલનાએ વધુ સાંધા ધરાવે છે. તેના જડબાના હાડકાઓની ભારે સ્થિતિસ્થાપકતાને કારણે સાપ તેના માથા કરતા પણ મોટા શિકારને ગળી શકે છે. નાના શરીરમાં સમાવેશ કરવા સાપની (કિડની) જેવી અંગોની જોડી એકબીજાની બાજુમાં નહીં પરંતુ ઉપર નીચે હોય છે અને મોટા ભાગના સાપ માત્ર એક જ સક્રિય ફેફસું ધરાવે છે. કેટલીક જાત નિતંબ મેખલા ધરાવે છે અને મળધાનીની કોઇ પણ એક બાજુએ વેસ્ટિજીયલ ક્લોઝ ધરાવે છે.

એન્ટાર્ટિકા અને મોટા ભાગના ટાપુ સિવાય તમામ ખંડ પર જીવતા સાપ જોવા મળે છે. સાપના 15 પરિવારની ઓળખ થઇ છે જેમાં 456 પ્રકાર 2,900થી વધુ જાતનો સમાવેશ થાય છે. તેનું કદ નાના 10 સેન્ટિમિટર લાંબા થ્રેડ સ્નેકથી માંડીને અજગર અને એનાકોન્ડા સુધી લાંબું હોય છે.7.6 metres (25 ft) તાજેતરમાં જોવા મળેલો જીવાષ્મી ટિટાનોબોઆ15 metres (49 ft) લાંબો હતો. સાપ 13.5થી 6.3 કરોડ વર્ષ પહેલાના સમયગાળામાં (Cretaceous period) દરમાં રહેતી અથવા પાણીમાં રહેતી ગરોળી પરથી ઉદભવ્યા હોવાનું માનવામાં આવે છે(c 150 Ma). આધુનિક સાપમાં વિવિધતા 6.6 કરોડથી 5.6 કરોડ વર્ષ પહેલાના સમયગાળા (Paleocene period) દરમિયાન આવી હતી.(c 66 to 56 Ma).

મોટા ભાગની જાત બિનઝેરી છે અને જે ઝેર ધરાવે છે તે સ્વબચાવના સ્થાને પ્રાથમિક રીતે શિકારને મારવા ઉપયોગ કરે છે. કેટલીક જાત માનવજાતને પીડાજનક ઇજા કરી શકે અથવા માનવીનું મૃત્યુ નિપજાવી શકે તેવું શક્તિશાળી ઝેર ધરાવે છે. જે સાપ બિનઝેરી છે તે શિકારને જીવતો ગળી જાય છે અથવા તેને દબોચીને મારી નાંખે છે.

સુલેમાન પર્વત

સુલેમાન પર્વત (અથવા તખ્ત-ઈ સુલેઈમાન, કે સુલેમાન ખડક કે સુલેમાનનું સિંહાસન) એ સંપૂર્ણરીતે કીરગીઝસ્તાનમાં આવેલું હોય એવું એક માત્ર વિશ્વ ધરોહર સ્થળ છે. ( બાકીના બે વિશ્વ ધરોહર સ્થળો તીઅન-શાન અને રેશમ માર્ગ ચીન અને કઝાકસ્તાનમાં વિસ્તરેલા છે). આ સ્થળ ઓશ શહેરમાં આવેલું છે. એક સમયે આ સ્થળ મુસલમાનો અને પૂર્વ મુસલમાન ધર્મોના લોકોનું મુખ્ય તીર્થધામ હતું. આ પર્વત આસપાસના ફેર્ગાનાના સપાટ મેદાન પ્રદેશમાંથી અચાનક ઉઠી આવેલો લાગે છે. આ પર્વત પરથી દેખાતા સુંદર દ્રશ્યને કારણે સ્થાનીય તેમજ અન્ય મુલાકાતીઓમાં તે ઘણું પ્રચલીત છે.

સુલેમાન (સોલોમન) એ કુરાનમાં એક પયગંબર છે. આ પર્વત પર તેમનું એક તીર્થધામ છે જે મોટેભાગે તેમની કબર છે. જે સ્ત્રી આ પર્વત ચઢીને તીર્થસ્થળે આવેલા ખડકના પોલાણમાંથી નીકળે તેઓ સ્વસ્થબાળકોને જન્મ આપે છે એવી લોકવાયકા છે. આ પર્વત પર આવેલા વૃક્ષો અને છોડાવાઓ પર માનતાના ઘણાં વાવટાઓ અને પટ્ટીઓ બાંધેલી છે.

યુનેસ્કોના હિસાબે આ પર્વત મધ્ય એશિયામાં આવેલું એક પવિત્ર પર્વતનું સંપૂર્ણ ઉદાહરણ છે, જેને ઘણી સદીઓથી પૂજા થતી આવી છે. આ સ્થળ સ્થાનીય મુસ્લીમ લોકોમાં આજે પણ ઘણું પ્રચલીત છે. તેના દાદરાઓ ટોચ સુધી પહોંચે છે. ટોચ પર એક મસ્જીદ છે જેને બાબરે ૧૫૧૦માં બંધાવી હતી. આ મસ્જીદનું ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં પુનર્બાંધકામ થયું હતું.

આ પર્વતમાં રાષ્ટ્રીય ઐતિહાસિક અને પુરાતાત્વીક સંગ્રહાલય સંકુલ આવેલું છે. તેનું બાંધકામ સોવિયેત સમયમાં થયું હતું. આ સંગ્રહાલયમાં આની આજુબાજુના ક્ષેત્રોની પુરાતાત્વીક વસ્તુઓ સંગ્રહવામાં આવી છે. આ પર્વતની નીચેના ઢોળાવના ભાગમાં સ્મશાન આવેલું છે.

હિંગ

હિંગ (ફેરુલા એસાફોટીડા) (પર્શિયન- انگدان અંગેદન), (આ રીતે પણ ઓળખાય છે ડેવીલ્સ ડંગ (દાનવનું છાણ), સ્ટીંકીંગ ગમ (વાસ મારતો ગુંદર), એસંટ, ભગવાનોનું ભોજન, કાયમ (મલ્યાલમ), હિંગ (આસામી બંગાળી, મરાઠી, ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, નેપાળી), ઈંગુઆ (તેલુગુ), ઇંગુ (કન્નડ), પેર્ઉંગાયમ (તમિળ), હીલ્ટીટ (મીશાનીક હિબ્રુ), અને જાયંટ ફેનલ) આ ફેરુલા પ્રજાતિની વનસ્પતિની પેદાશ છે જે પર્શિયા - ઈરાનની વતની છે. કાચી હિંગને અપ્રિય એવી તીવ્ર દુર્ગંધ હોય છે પણ ઋંઢાતા તે વાનગીને એક મધુર સોડમ આપે છે, જે લીક જેવી હોય છે.

હેલ બેરી

હેલ બેરી (pronounced /ˈhæli ˈbɛri/ (deprecated template); જન્મ 14 ઓગસ્ટ, 1966) એક અમેરિકન અભિનેત્રી, પૂર્વ ફેશન મોડલ, અને બ્યુટી ક્વીન છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.