સાયપ્રસ

સાયપ્રસ (ગ્રીક: Κύπρος, IPA: [cipɾo̞s], તુર્કી: Kıbrıs), આધિકારિક રીતે સાઇપ્રસ ગણતંત્ર (ગ્રીક: Κυπριακή Δημοκρατία, Kypriakī Dīmokratía, [cipɾiaci ðimo̞kɾatia], તુર્કી: Kıbrıs Cumhuriyeti) પૂર્વી ભૂમધ્ય સાગર પર ગ્રીસની પૂર્વમાં, લેબનાન, સીરિયા ઇસરાઇલની પશ્ચિમમાં, મિસ્ર ની ઉત્તરમાં તુર્કી ની દક્ષિણ માં સ્થિત એક યૂરેશિયન દ્વીપ દેશ છે. આની રાજધાની નિકોસિયા છે. આની મુખ્ય- રાજભાષાઓ ગ્રીક અને તુર્કી છે.

સાઇપ્રસ ભૂમધ્યનો ત્રીજો સૌથી મોટો દ્વીપ છે, લોકપ્રિય પર્યટન સ્થળ છે, જ્યાં પ્રતિ વર્ષ ૨.૪ મિલિયનથી અધિક પર્યટક આવે છે. આ બ્રિટિશ ઉપનિવેશ થી સ્વતંત્ર થયેલ ગણરાજ્ય છેઅ, જે રાષ્ટ્રમંડલ નો સદસ્ય બન્યો મે પછી તે યુરોપીય સંઘ નો સદસ્ય છે. સાઇપ્રસ ક્ષેત્ર ની ઉન્નત અર્થવ્યવસ્થાઓમાં ની એક છે.

આ દ્વીપ પર રહેવા વાળા ગ્રીક તુર્કી લોકો વચ્ચે વર્ષો થી ચાલી રહેલા દંગા ગ્રીક સાઇપ્રિયોટ રાષ્ટ્રવાદિઓ દ્વારા એંથેંસ માં સત્તા પર કાબિજ સૈન્ય સરકાર ની મદદ વડે દ્વીપના કબ્જા માટે કરાયેલ પ્રયાસ પછી, તુર્કી એ હમલા કરી દ્વીપના એક તૃતિયાંશ ભાગ પર કબ્જો કરી લીધો. આને લીધે હજારો સાઇપ્રિયોટ વિસ્થાપિત થયા. ઉત્તરમાં અલગ ગ્રીક સાઇપ્રિયોટ રાજનીતિક સત્તા કાયમ કરી. આ ઘટના પછી ઉત્પન્ન પરિસ્થિતિઓ રાજનૈતિક સ્થિતિ ને લીધે આજે પણ વિવાદ કાયમ છે.

સાઇપ્રસ ગણતંત્ર અંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત રાજ્ય છે, જેની પૂરા દ્વીપની આસપાસના જળ પર વિધિ સમ્મત સંપ્રભુતા છે, કેવળ નાના ભાગને છોડી, જે સંધિ દ્વારા યૂનાઇટેડ કિંગડમ માટે સંપ્રભુ સૈન્ય ઠિકાણાના રૂપમાં આરક્ષિત રહેલ છે. આ દ્વીપ વસ્તુત: ચાર મુખ્ય ભાગોમાં વિભાજિત છે:

  • સાઇપ્રસ ગણતંના ભાગવાળો ક્ષેત્ર, દ્વીપ ના દક્ષિણનું ૫૯% ક્ષેત્ર;
  • ઉત્તરમાં તુર્કીના કબ્જા વાળું ક્ષેત્ર, જેને તુર્કીસ રિપબ્લિક ઓફ નોર્થ સાઇપ્રસ (ટીઆરએનસી) કહે છે, કેવળ તુર્કી દ્વારા આને માન્યતા પ્રાપ્ત છે;
  • સંયુક્ત રાષ્ટ્ર નિયંત્રિત ગ્રીન એરિયા, બનેં ભાગોને અલગ કરવા દ્વીપ ના ૩ % ક્ષેત્ર પર નિયંત્રણ,
  • બે બ્રિટિશ સંપ્રભુતાના બેઝ એરિયા (અખરોતિરી ધેકેલિયા), દ્વીપ ના ક્ષેત્ર ના વિષયમાં ૩ % કવર.
Κυπριακή Δημοκρατία (ગ્રીક)
Kypriakí Dimokratía 
Kıbrıs Cumhuriyeti (તુર્કીસ)

સાયપ્રસ ગણરાજ્ય
Flag of સાઇપ્રસ
ધ્વજ
Coat of arms of સાઇપ્રસ
Coat of arms
રાષ્ટ્રગીત: Ύμνος εις την Ελευθερίαν
અનુવાદ:Ymnos is tin Eleutherian
સ્વતંત્રતા ના ગીત1
Location of સાઇપ્રસ
રાજધાની
અને સૌથી મોટું શહેર
નિકોસિયા
અધિકૃત ભાષાઓગ્રીક અને તુર્કીસ
લોકોની ઓળખસાઇપ્રિયોટ
સરકારગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
તાસોસ પાપાદોપોઉલોસ 2
સ્વતંત્રતા સંયુક્ત રાજશાહી થી
• તારીખ
૧૬ ઓગસ્ટ ૧૯૬૦
• સ્વતંત્રતા દિવસ
1 ઓક્ટોબર
• પાણી (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૦૩ અંદાજીત
૮૧૮,૨૦૦ 5 (૧૫૭મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૬૮૯,૫૬૫ 6
જીડીપી (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૨૨.૭૦૩બિલિયન (૧૦૭મો)
• વ્યક્તિ દીઠ
$૨૯,૮૩૦ (૨૯મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮)૦.૯૨૧
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૦મો
ચલણયૂરો (EUR)
સમય વિસ્તારEET (UTC+2)
• ઉનાળુ (DST)
EEST (UTC+3)
ટેલિફોન કોડ357 7
ઇન્ટરનેટ સંજ્ઞા.cy
1. સ્વતંત્રતા ના ગીત ગ્રીસ માં પણ રાષ્ટ્રગાન તરીકે વપરાય છે
અક્રોતીરી અને ધેકેલીયા

સંયુક્ત રાજશાહી સાર્વભૌમિક મૂલ ક્ષેત્ર બે યુ.કે. પ્રશાસિત ક્ષેત્ર છે, સાઈપ્રસ દ્વીપ પર જે બનાવે છે સંયુક્ત રાજશાહી નું સાર્વભૌમિક મૂળ ક્ષેત્ર ઇન મૂળ (બેસિસ) ને બે ભાગો અક્રોત્તિરી અને ધેકેલિયા માં વિભાજિત કરાયો હતો.

અળવી

અળવી (અંગ્રેજી: Taro; વૈજ્ઞાનિક નામ: કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના ઘટકને કારણે થાય છે,આ ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે. અથવા તેને રાતભર ઠંડા પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે: રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે. કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે. અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે. અળવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.

અળવી એ મૂળ દક્ષિણ ભારત અને અગ્નિ એશિયાની વતની છે. આફ્રિકા, પ્રશાંત મહાસાગરના દ્વિપો અને દક્ષિણ ભારતના અમુક ક્ષેત્રોમાં તે લોકોનો મૂળ ખોરાક છે. કોલોકેસિયા (Colocasia)નું ઉદ્ગમ ભારત-મલય ક્ષેત્ર મનાય છે પરંતુ તે પૂર્વ ભારત અને બાંગ્લાદેશથી લઈ અગ્નિ એશિયા, પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્રો સુધી ફેલાયેલ છે. પશ્ચિમ તરફ તે ઈજીપ્ત અને પૂર્વી ભૂમધ્ય ક્ષેત્રથી લઈ પૂર્વ આફ્રીકા અને પશ્ચિમ આફ્રીકા સુધી ફેલાઈ છે. ત્યાંથી તે કેરેબિયન અને અમેરિકા પહોંચી હતી. અ વનસ્પતિનાં ઘણાં સ્થાનીક નામો છે. જ્યારે તેને સજાવટના વૃક્ષ તરીકે વપરાય છે ત્યારે તેને "એલીફન્ટ ઈયર્સ" (હાથીના કાન) તરીકે ઓળખવામાં આવે છે.

ઈઝરાયલ

ઈઝરાયલ રાષ્ટ્ર (હિબ્રુ: મેદિનત યિસરા'એલ; دَوْلَةْ إِسْرَائِيل, દૌલત ઇસરા'ઈલ) એક દક્ષિણપશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. આ દક્ષિણપૂર્વ ભૂમધ્ય સાગર ના પૂર્વી છેડે પર સ્થિત છે. આની ઉત્તરમાં લેબનાન છે, પૂર્વ માં સિરિયા અને જૉર્ડન છે, અને દક્ષિનપશ્ચિમમાં ઇજિપ્ત છે.

મધ્યપૂર્વમાં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને ગ્રંથો અનુસાર યહુદીઓનું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પ્રમુખતાથી લેવાય છે. યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં. ઓગણીસમી સદીના અંતમાં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદીઓ ઉપર કરાયેલ અત્યાચારને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોથી ભાગી જેરૂસલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં. સન ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.

જેરુસલેમ ઇસરાયલની રાજધાની છે પણ અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવીવનું નામ પ્રમુખતાથી લેવાય છે. અહીંની પ્રમુખ ભાષા હિબ્રુ છે, જે ડાબેથી જમણે લખાય છે, અને અહીંના નિવાસીઓને ઇઝરાયલી કહે છે. ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.

એશિયાના દેશોની સૂચિ

આ એશિયાનાં સાર્વભૌમ દેશો અને વાલીપણા હેઠળનાં દેશોની યાદી છે.

ખીરોકિટીયા

ખીરોકિટીયા (Choirokoitia; ગ્રીક=Χοιροκοιτία [çiɾociˈti.a], તુર્કી=Hirokitya) એ સાયપ્રસમાં આવેલું નીઓલિથીક કાળનું એક પુરાતાત્વીક સ્થળ છે. ૧૯૯૮માં આને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે.

આ સ્થળને ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક સ્થળ ગણવામાં આવે છે. આ સ્થળનું મહત્ત્વ એ છે કે અહીં અતિ પ્રાચીન સમયમાં સલામતી માટે બંધાયેલી કિલ્લાબંધી વચ્ચે વસેલી નિયોજીત સમાજ વ્યવસ્થાના પુરાવા મળે છે.

આ સ્થળ સહિત સાયપ્રસમાં અન્ય વીસ સ્થળે નીઓલીથીક માટી કાળની વસાહતોના પુરાવા મળ્યા છે.

તુર્કિશ ભાષા

તુર્કિશ (Türkçe) એ તુર્કી, સાયપ્રસ, બલ્ગેરિયા, ગ્રીસ અને ઓટોમન સામ્રાજ્યનાં ભૂતપૂર્વ દેશોમાં અને યુરોપમાં સ્થાયી લાખો વસાહતીઓ દ્વારા બોલાતી ભાષા છે.

તુર્કિશ એ તુર્કિક અને અલ્ટાઇક ભાષા કુળની ભાષા છે. તુર્કિશમાં ફિનિશ અને હંગેરિયન જેવી સ્વર સંવાદિતા છે. શબ્દનો ક્રમ સામાન્ય રીત સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ (SOV) હોય છે.

૯૦૦ થી ૧૯૨૮ સુધી તુર્કિશ અરેબિક અક્ષરો વડે લખાતી હતી. પરંતુ, મુસ્તફા કમાલ અટાતુર્કે તેને લેટિન અક્ષરોમાં ફેરવી. તુર્કિશ સરકારે જાહેર કર્યું કે લેટિન અક્ષરો એ સાક્ષરતામાં વધારો કરશે કારણ કે અરેબિક અક્ષરો શીખવા અઘરા છે. વાસ્તવમાં, સાક્ષરતાના દરમાં વધારો થયો અને નવાં અક્ષરો અમલમાં આવ્યા પછી સાક્ષરતા ૨૦% થી ૯૦% પહોંચી.

નવાં લેટિન અક્ષરો બોલાતી તુર્કિશ ભાષા પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા, નહીં કે જૂની ઓટોમન લિપીને નવાં સ્વરૂપમાં ફેરવવામાં. તુર્કિશ અક્ષરો તુર્કિશ ભાષામાં લેટિન અક્ષરો વાપરે છે. જેમાં ૨૯ અક્ષરોનો સમાવેશ થાય છે, જેમાં (Ç, Ğ, I, İ, Ö, Ş, and Ü) એ મૂળ લેટિન અક્ષરોમાં ફેરફાર કરીને ફોનેટિક જરુર પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા. આ અક્ષરો તુર્કિશ ભાષાના ઉચ્ચારને યોગ્ય રીતે રજૂ કરે છે.

આ ભાષા બીજી તુર્કિક ભાષાઓ, જેવી કે ઉઝબેક, તુર્કમેન અને કઝાક સાથે સંબંધિત છે. બીજી એવી માન્યતા છે કે તુર્કિશ ભાષાએ અલ્ટાઇક ભાષા કુળનો ભાગ છે, જેમાં જાપાનીઝ, મોંગોલિયન અને કોરિયનનો પણ સમાવેશ થાય છે.

પ્રાચીન ઇજિપ્ત

પ્રાચીન ઇજિપ્ત એ અત્યારના આધુનિક દેશ ઇજિપ્તમાં આવેલી નાઇલ નદીના નીચાણવાળા વિસ્તારોમાં વસેલી ઉત્તર આફ્રિકાની પ્રાચીન સંસ્કૃતિ હતી. ઇજિપ્તના પ્રથમ રાજા (ઇજિપ્તના પ્રાચીન રાજાઓને ફેરોહ કહેવાય છે)ના શાસન દરમિયાન ઉપલા અને નીચેના ઇજિપ્તના રાજકીય એકીકરણ સાથે ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ ઇ.સ. પૂર્વે 3150થી સંયુક્ત થઇ હતી અને ત્યારબાદના ત્રણ હજાર વર્ષ સુધી તે વિકસતી રહી હતી. તેનો ઇતિહાસ સ્થિર રાજાઓના શાસન દરમિયાન વિકસતો રહ્યો અને વચગાળાના કાળ તરીકે ઓળખાતા કેટલાક અસ્થિર સમયગાળા દરમિયાન તે એકબીજાથી છૂટો પડતો ગયો. ન્યૂ કિંગડમના શાસન દરમિયાન પ્રાચીન ઇજિપ્ત તેની ટોચે પહોંચ્યું હતું ત્યાર બાદ તે ધીમી અધોગતિવાળા સમયગાળામાં પ્રવેશ્યું હતું. બાદના સમયગાળામાં ઇજિપ્ત પર વિદેશી શાસકોના વારસોએ રાજ કર્યું અને ઇજિપ્તના રાજાઓ (ફેરોહ)ના રાજનો સત્તાવાર રીતે ઇ.સ. પૂર્વે 31માં અંત આવ્યો જ્યારે રોમન સામ્રાજ્યએ ઇજિપ્તને જીતી લીધું અને તેને પોતાનું એક રાજ્ય બનાવી દીધું.++

ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિની સફળતાનું રહસ્ય તેની નાઇલ નદીની ખીણની બદલાતી જતી પરિસ્થિતિઓને અનુરૂપ થવાની ક્ષમતામાં છુંપાયેલું છે. આગાહી કરી શકે તેવા પૂર અને ફળદ્રૂપ ખીણ વિસ્તારમાં અંકુશિત સિંચાઇને કારણે ઇજિપ્તમાં પાકના ઢગલા થયા જેને પગલે સંસ્કૃતિ અને સમાજનો વિકાસ થયો. પુષ્કળ સંશાધનો સાથે વહીવટી તંત્રએ ખીણપ્રદેશ અને આસાપાસના રણ પ્રદેશમાં ખનીજનું સારકામ શરૂ કરાવ્યું, તેમણે સ્વતંત્ર લખાણ પદ્ધતિનું પ્રાથમિક સ્વરૂપ વિકસાવ્યું, તેમણે સામુહિક બાંધકામ અને ખેતીની યોજનાઓ હાથ ધરી, તેમણે આસપાસના વિસ્તારો સાથે વેપાર શરૂ કર્યો. તેમણે ઇજિપ્તનું પ્રભુત્વ જાળવી રાખવા માટે વિદેશી દુશ્મનોને પરાસ્ત કરવાના ઉદ્દેશ સાથે લશ્કરની રચના કરી. આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું અને આયોજન કરવું તે રાજાના અંકુશ હેઠળ વિશિષ્ટ લેખકો, ધાર્મિક ગુરૂઓ અને વહીવટકારોની અમલદારશાહી હતી. રાજા ધાર્મિક માન્યતાઓની પ્રથાના સંદર્ભમાં ઇજિપ્તની પ્રજામાં સહકાર અને એકતાની ખાતરી કરતો હતો.પ્રાચીન ઇજિપ્તવાસીઓની ઘણી સિદ્ધિઓમાં ખનન, સરવે અને બાંધકામ તકનીક કે જેણે સ્મારકસ્વરૂપ પિરિમડો, મંદિરો અને સ્મારક સ્તંભના નિર્માણને સરળ બનાવ્યું, ગણિતની પદ્ધતિ, દવાની વ્યવહારિક અને અસરકારક પદ્ધતિ, સિંચાઇ વ્યવસ્થા અને કૃષિ ઉત્પાદન તકનિક અને જાણમાં આવેલી સૌપ્રથમ હોડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇજિપ્તની માટીના વાસણો બનાવવાની અને તેના સુશોભનની તેમજ ગ્લાસ તકનીક, સાહિત્યના નવા સ્વરૂપો અને જાણમાં આવેલી સૌપ્રથમ શાંતિ સંધીનો પણ સમાવેશ થાય છે. ઇજિપ્તે દીર્ઘકાલીન વારસો આપ્યો છે. તેની કળા અને સ્થાપત્યકળાની વ્યાપકપણે નકલ થઇ હતી અને તેની પ્રાચીન વસ્તુઓ દુનિયાના દૂરદૂરના ખૂણાઓ સુધી પહોંચી છે. તેના સ્મારકસ્વરૂપ અવશેષો પ્રવાસીઓ અને લેખકોની કલ્પનાઓને સદીઓ સુધી પ્રોત્સાહન આપ્યું છે. પ્રાચીન ચીજવસ્તુઓ પ્રત્યે કેળવાયેલું માન અને આધુનિક યુગની શરૂઆતમાં કરાયેલા ઉત્ખનન ઇજિપ્તની સંસ્કૃતિ અને ભવ્ય વારસાની વૈજ્ઞાનિક તપાસ તરફ દોરી ગયા હતા.

ફિફા

ઢાંચો:Infobox Organization

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (ફ્રેન્ચ:Fédération Internationale de Football Association ), સામાન્ય રીતે ટૂંકાનામ ફિફા (FIFA )થી ઓળખાતી (સામાન્યEnglish pronunciation: /ˈfiːfə/) આ સંસ્થા એસોસિએશન ફૂટબોલ, ફુટસલ અને બીચ સોકરનું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે. તેનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે અને તેના વર્તમાન પ્રમુખ જિઆન્ની ઇન્ફન્ટિનો છે. 1930થી યોજાતી ફિફા (FIFA) વિશ્વ કપ જેવી નોંધપાત્ર ફૂટબોલની આંતરરાષ્ટ્રીય ટુર્નોમેન્ટો યોજવાની અને તેના સંચાલનની જવાબાદારી ફિફા (FIFA) નીભાવે છે. અત્યાર સુધી ફિફા (FIFA) વર્લ્ડ કપ 19 વખત યોજાઇ ચૂક્યો છે.

હવે પછીનો વર્લ્ડ કપ 2022માં કતારમાં યોજાશે.

ફિફા (FIFA)માં 208 સભ્ય એસોસિએશનો છે, આ સભ્ય સંખ્યા ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી કરતાં ત્રણ વધારે છે અને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન્સ કરતાં પાંચ ઓછી છે.

મદ્યાર્ક યુક્ત પીણું

મદ્યાર્ક યુક્ત પીણું એક ઇથેનોલ ધરાવતું (જેને સામાન્ય રીતે આલ્કોહોલ કહેવામાં આવે છે) પીણું છે. મદ્યાર્ક યુક્ત પીણાને સામાન્ય રીતે ત્રણ પ્રકારોમાં વહેંચવામાં આવે છે: બિઅર, વાઇન અને સ્પિરિટ્સ.

મદ્યાર્ક યુક્ત પીણાનું ચલણ વિશ્વના મોટાભાગના દેશોમાં છે.ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ અલ્કોહોલિક પોલિસી(આઇસીએપી) મુજબ, 100થી વધુ દેશોમાં તેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ નિયંત્રિત કરવા માટે કાયદો છે. ખાસ કરીને, આવા કાયદા તેની કાયદા મુજબ ખરીદી અને પીવા માટેની લઘુત્તમ વયમર્યાદા નિર્દેશિત કરે છે. આ લઘુત્તમ વયમર્યાદા 16 થી 25 વર્ષની વચ્ચેની હોય છે, તેનો આધાર રાષ્ટ્ર અને પીણાના પ્રકાર પર રહેલો છે. મોટાભાગના દેશોમાં તે માટેની વયમર્યાદા 18 વર્ષની છે.મદ્યાર્કનું ઉત્પાદન અને ઉપયોગ, શિકારી-સંગ્રહકર્તાના સમયના લોકોથી લઇને દેશ-રાજ્ય સુધી વિશ્વની મોટાભાગની સંસ્કૃતિઓમાં અસ્તિત્વ ધરાવે છે.મદ્યાર્ક યુક્ત પીણાઓ આ સંસ્કૃતિઓની સામાજિક ઘટનાઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણી સંસ્કૃતિઓમાં સામાજિક સંપર્કમાં આવા પીણાં અગત્યની ભૂમિકા નિભાવે છે. ખાસ કરીને મદ્યાર્કની ચેતાકીય અસરને કારણે.

મદ્યાર્ક એક મનોસક્રિય ડ્રગ છે, જેમાં હતાશામય અસર હોય છે. એક ઉચ્ચ રક્ત મદ્યાર્ક સામગ્રીને સામાન્ય રીતે કાયદાકીય મદ્યપાન માનવામાં આવે છે, કારણ કે તે ધ્યાન આપવાની ક્ષમતા ઘટાડી દે છે અને પ્રતિક્રિયા આપવાની ગતિને પણ ધીમી કરી દે છે. મદ્યાર્કના નશાની આદત પડી શકે છે, અને મદ્યાર્કના નશાની ટેવ પડવાની પરિસ્થિતિને માદકતા કહેવાય છે.

મિલાન

ઢાંચો:Infobox Italian comune

મિલાન ઇટાલીનું એક શહેર છે અને લોમ્બાર્ડી રીજનઅને મિલાન પ્રાંતની રાજધાની છે. આ શહેરની વસતી અંદાજે 1,300,000 છે જ્યારે યુરોપીયન યુનિયનમાં પાંચમો સૌથી મોટો શહેરી વિસ્તાર છે, જેની વસતી અંદાજે 4,300,000 છે. ઓઇસીડીના અંદાજ મુજબ, ઇટાલીમાં સૌથી મોટા મિલાન મહાનગરીય ક્ષેત્રની વસતી 74,00,000 છે.આ શહેરની સ્થાપના મીડિયોલેનમ નામ અંતર્ગત કેલ્ટિક લોકો ઇનસબરેસ દ્વારા કરવામાં આવી હતી. તે પછી ઇ. સ. પૂર્વ 222માં રોમન સામ્રાજ્ય દ્વારા તેનો કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેના આધીન શહેર અત્યંત સમૃદ્ધ થયું હતું. પછી મિલાન પર વિસ્કૉન્ટી, સ્ફોર્જા અને 1500માં સ્પેનિશ, 1700માં ઑસ્ટ્રિયાનું શાસન ચાલ્યું. 1796માં મિલાન પર નેપોલિયન પ્રથમએ વિજય મેળવ્યો અને તેણે 1805માં પોતાના સામ્રાજયમાં ઇટાલીની રાજધાની બનાવ્યું. રોમેન્ટિક યુગ દરમિયાન મિલાન યુરોપનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું, જેણે અનેક કલાકારો, સંગીતકારો અને મહત્વપૂર્ણ સાહિત્યકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા. પાછળથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહેર પર બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને તેના પગલે મોટા પાયે ખાનખરાબી સર્જાઈ હતી. 1943માં જર્મનીના કબજામાં આવ્યા પછી મિલાન ઇટાલીના વિરોધનું મુખ્ય કેન્દ્ર બની ગયું. તેમ છતાં મિલાને યુદ્ધ પછીના સમયગાળામાં આર્થિક વિકાસ જોયો, જેણે દક્ષિણ ઇટાલી અને વિદેશોમાંથી હજારો આપ્રવાસીઓને આકર્ષિક કર્યા.આંતરરાષ્ટ્રીય અને પંચરંગી શહેર તરીકે મિલાનના 13.9 ટકા લોકો વિદેશમાંથી આવીને વસ્યા છે. આ શહેર યુરોપનું મુખ્ય પરિવહન અને ઔદ્યોગિક કેન્દ્ર છે. મિલાન 115 અબજ ડોલરની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ)ની સાથે ખરીદ શક્તિ,ની બાબતે વિશ્વની 6મી સંપન્ન અર્થવ્યવસ્થા ની સાથે યુરોપીય સંઘના વ્યાપાર અને નાણાકીય બાબતોનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંથી એક છે. 2004માં મિલાન મહાનગરીય ક્ષેત્રની જીડીપી યુરોપની ચોથી સૌથી વધારે જીડીપી હતીઃ€ 241.2 અબજ (313.3 અબજ અમેરિકન ડોલર). મિલાનની પાસે ઇટાલીની સૌથી વધારે જીડીપી (વ્યક્તિદીઠ) € 35,137 લગભગ (52,263 અમેરિકન ડોલર) છે, જે યુરોપીય સંઘની સરેરાશ જીડીપી પ્રતિ વ્યક્તિની 161.6 ટકા છે. શહેરના કામદારો આખા દેશમાં સૌથી વધારે સરેરાશ આવકના દરો ધરાવે છે અને આ દ્રષ્ટિએ દુનિયામાં આ શહેરનું સ્થાન 26મું છે. આ ઉપરાંત વિદેશી કર્મચારીઓ માટે મિલાન વિશ્વનું 11મું સૌથી વધારે મોંઘુ શહેર છે, અને ઇકોનોમિક ઇન્ટલિજન્સ યુનિટના 2010માં થયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ, આ શહેર રહેવા માટે પાંચમું મોંઘુ શહેર છે. કેટલાંક અભ્યાસ મુજબ, અહીંનું આર્થિક વાતાવરણ તેને વિશ્વ અને યુરોપનું ટોચનું વ્યાવસાયિક અને નાણાકીય કેન્દ્ર, બનાવે છે અને સિટી બ્રાન્ડિંગની દ્રષ્ટિએ તે અત્યંત સફળ પણ છે. દુનિયામાં પણ મિલાનને વિશ્વના 28મું સૌથી સમર્થ અને પ્રભાવશાળી શહેર સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

મિલાનને વૈશ્વિક ફેશન અને ડિઝાઇન રાજધાની સ્વરૂપે પણ માન્યતા પ્રાપ્ત છે, જે વાણિજ્ય, ઉદ્યોગ, સંગીત, રમતગમત, સાહિત્ય, કળા અને મીડિયા પર મુખ્ય વૈશ્વિક પ્રભાવ સાથે, જીએડબલ્યુસીના મુખ્ય આલ્ફા વર્લ્ડ સિટીઝમાંથી એક બની ગયું છે. લોમ્બાર્ડ મહાનગર તેના ફેશન હાઉસ અને શોપ્સ (જેમ કે મૉન્ટેનોપોલીન માર્ગ પર) અને પિયાજાડ્યુમોના ગેલરિયા વિટ્ટોરિયા ઇમાનુએલ (દુનિયાનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત શૉપિંગ મૉલ) માટે વિશેષ સ્વરૂપે પ્રસિદ્ધ છે. શહેર અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને વારસો ધરાવે છે. તેની નાઇટલાઇફ વાઇબ્રન્ટ છે તથા તેનું ભોજન અજોડ છે. (તે પેનેટોન ક્રિસમસ કેક અને રિસોટ્ટો અલા મિલાનીઝ જેવા અસંખ્ય લોકપ્રિય વ્યંજનોનું ઘર છે). શહેર વિશેષ સ્વરૂપે ઓપેરા અને પરંપરાગત સંગીત માટે પ્રસિદ્ધ છે, જે અનેક મહત્વપૂર્ણ સંગીતકાર (જેમ કે જ્યુજેપી વેર્ડી) અને થિયેટરો (જેમ કે ટિએટ્રો અલા સ્કાલા)નું કેન્દ્ર છે. મિલાન અનેક મહત્વપૂર્ણ સંગ્રહાલય, વિશ્વવિદ્યાલય, અકાદમી, રાજમહેલ, ચર્ચ અને પુસ્તકાલય (જેમ કે બ્રેરા એકેડમી અને ક્રૈસ્ટેલો સ્ફોર્જેસ્કો) તથા બે પ્રસિદ્ધ ફૂટબૉલ ટીમ, એ સી મિલાન અને એફ સી ઇન્ટરનેશનલ મિલાનો માટે વિખ્યાત છે. તેના કારણે મિલાન યુરોપનું સૌથી વધારે લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે, જ્યાં 2008માં 1.914 મિલિયન વિદેશીઓ શહેર જોવા આવ્યાં હતાં. શહેરએ 1906માં વિશ્વ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને 2015માં સાર્વત્રિક પ્રદર્શનનું આયોજન કરશે.સામાન્ય રીતે મિલાનના રહેવાસીઓ "મિલાનીઝ" તરીકે ઓળખાય છે (ઇટાલિયનઃ [Milanesi] અથવા અનૌપચારિક રીતે [Meneghini] અથવા [Ambrosiani] ). મિલાનના રહેવાસીઓ દ્વારા શહેરને "નૈતિક રાજધાની" જેવું ઉપનામ આપવામાં આવ્યું છે.

યુઇએફએ યૂરો ૨૦૧૨ નામાંકન

ઢાંચો:Qualification for championships (UEFA)

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરીય આયર્લેન્ડ (સામાન્ય રીતે યુનાઇટેડ કિંગડમ , યુકે , અથવા બ્રિટન )તરીકે ઓળખાય છે. જે પ્રજાસત્તાક રાજ્ય છે અને યુરોપીયન ઉપખંડના ઉત્તરપૂર્વ દરિયાકિનારા સામે આવેલું છે. તે ટાપુ દેશ છે, જેમાં ઘણા દ્વીપસમૂહોઆવેલા છે જેમાં ગ્રેટ બ્રિટન , આયર્લેન્ડનો ઉત્તરપૂર્વ ભાગ, અને ઘણા નાના ટાપુઓ આવેલા છે. ઉત્તરીય આયર્લેન્ડ એક માત્ર યુકેનો ભાગ છે જે જમીન સરહદ સાથેછે, જેમાં આયર્લેન્ડ પ્રજાસત્તાકસાથે ભાગ પડાવે છે.જમીન સરહદ સિવાય યુકેની આસપાસ એટલાન્ટિક સમુદ્ર , ઉત્તર સમુદ્ર, ઇંગ્લીશ ખાડી અને આઇરીશ સમુદ્ર આવેલો છે. સૌથી મોટો ટાપુ, ગ્રેટ બ્રિટન, ફ્રાંસ સાથે ચેનલ ટનલ દ્વારા જોડાયેલો છે.

યુનાઇટેડ કિંગડમ બંધારણીય શાસક અને એકરૂપ રાજ્ય છે જેમાં ચારદેશોનો સમાવેશ થાય છે: ઇંગ્લેડ, ઉત્તરીય આયર્લેન્ડ, સ્કોટલેન્ડ વોલ્સ. તેની સંસદીય પદ્ધતિ દ્વારા તેની લંડનમાં આવેલી સરકારની બેઠક દ્વારા સંભાળ રાખવામાં આવે છે. લંડન એ રાજધાની જેમાં બેલફાસ્ટ, કાર્ડિફ્ફ અને એડિનબર્ગમાં રાષ્ટ્રીય વહીવટ સોંપવામાં આવ્યો છે. આ ત્રણેય અનુક્રમે ઉત્તરીય આયર્લેન્ડ, વોલ્સ અને સ્કોટલેન્ડની રાજધાનીઓ છે. જર્સી અને ગ્યુર્નસીના ખાડી ટાપુ બેઇલીવિકઅને ઇસ્લે ઓફ મેન ક્રાઉન ડેપેન્ડસીછે અને યુકેનો ભાગ નથી.

યુકે ચૌદ વિદશી પ્રદેશોધરાવે છે, દરેકબ્રિટીશ સામ્રાજ્યનાના ભાગ છે, જે 1922ની ઊંચાઇએ આવેલું છે, અને વિશ્વની ત્રીજા ભાગની જમીનનો સમાવેશ કરે છે આમ તે ઇતિહાસમાં સૌથી મોટું સામ્રાજ્યછે. બ્રિટીશની અસર સતત રીતે ભાષા, સંસ્કૃતિ અને તેની અગાઉની ઘણી વસાહતમાં જોઇ શકાય છે.

સાધારણ જીડીપી દ્વારા છઠ્ઠા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર સાથે યુકે વિકસિત દેશ છે અને ખરીદશક્તિની દ્રષ્ટિએ સાતમો સૌથી મોટો દેશ છે. તે વિશ્વનો ,સૌપ્રથમ ઓદ્યોગિકૃત્ત દેશ છે અને 19મી અને 20સદીના પ્રારંભ દરમિયાનમાં વિશ્વની અગ્રણી સત્તા હતો, પરંતુ બે વિશ્વ યુદ્ધનો આર્થિક ખર્ચ અને 20મી સદીના ઉત્તરાર્ધમાં તેના સામ્રાજ્યમં થયેલા ઘટાડાને લીધે વૈશ્વિક બાબતોમાં તેની ભૂમિકામાં ઘટાડો થયો હતો. તેમ છતા પણ યુકે મજબૂત આર્થિક, સાસ્કૃતિક, લશ્કરી, વૈજ્ઞાનિક અને રાજકીય અસર સાથે મોટી સત્તાતરીકે ટકી રહ્યો છે.તે પરમાણુ શક્તિ અને વિશ્વમાં ચતુર્થ સૌથી મોટું સંરક્ષણ ખર્ચ ધરાવે છે. તે યુરોપીયન યુનિયનનું સભ્ય રાજ્ય છે, અને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલમાં કાયમી બેઠક ધરાવે છે અને તે કોમનવેલ્થ ઓફ નેશન્સ, જી૮, ઓઇસીડી, નાટો અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું પણ સભ્ય છે.

યુરોપ

યુરોપ ભૂગોળની દ્રષ્ટીએ યુરેશીયા ખંડનો ઊપખંડ છે. સંસ્કૃતિક રીતે પ્રાચીન રોમન સામ્રાજ્યની સીમાઓ ને આજનુ યુરોપ કહેવાય છે. ઉત્તરમા આર્કટીક સમુદ્ર, પશ્ચીમમા એટલાન્ટીક સાગર, દક્ષીણમાં ભૂમદ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર તથા પૂર્વમા ઊરળ પર્વતો અને કૅસ્પીયન સમુદ્ર આવેલા છે.

યુરોપનું ક્ષેત્રફળ ૧૦,૬૦૦,૦૦૦ વર્ગ કી.મી. છે. ૨૦૦૩મા તેની વસ્તી આશરે ૭૯૯,૪૬૦૦,૦૦ હતી.

યુરોપના દેશોની યાદી

આ યુરોપીય દેશોની યાદી છે, જેમાં જે-તે દેશ નામ અંગ્રેજીમાં તેમજ સ્થાનિક ભાષામાં આપવામાં આવેલ છે, તથા તેના પાટનગરોની પણ જાણકારી આપેલ છે.

The divisions between Asia and Europe occur at the Ural Mountains, Ural River and Caspian Sea in the east, the Caucasus Mountains and the Black Sea with its outlets, Bosporus and Dardanelles in the south. Azerbaijan, Georgia, Kazakhstan, Russia and Turkey are considered part of both Europe and Asia. Armenia and Cyprus are sociopolitical European countries. Islands in the Mediterranean Sea are generally part of Europe. Malta is a part of Europe.

વિલવણીકરણ

વિલવણીકરણ અથવા ક્ષારનિવારણ (અંગ્રેજી: Desalination-ડિસેલિનેશન/ડિસેલિનાઇઝેશન/ડિસેલિનાઇસેશન) એટલે પાણીમાંથી વધારાના ક્ષાર અને અન્ય ખનિજો દૂર કરવાની કેટલીક પ્રક્રિયામાંની એક પ્રક્રિયા. સામાન્ય રીતે, ક્ષારનિવારણનો ઉલ્લેખ ભૂમિ ડિસેલિનેશનની જેમ ક્ષાર અને ખનિજો દૂર કરવાની પ્રક્રિયા માટે કરવામાં આવે છે.

ખારા પાણીનું તાજા પાણીમાં રૂપાંતર કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી માનવ વપરાશ અથવા સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય.

==

પીવા કે સિંચાઈ અને અન્ય માનવ વપરાશ માટે યોગ્ય હોય તેવા પાણીમાં ફેરવવા માટે પાણીનું ક્ષારનિવારણ કરવામાં આવે છે. કેટલીકવાર આ પ્રક્રિયા આડપેદાશ તરીકે ખાદ્ય મીઠાનું ઉત્પાદન કરે છે. તેનો દરિયામાં જતી ઘણી હોડીઓ અને સબમરિનોમાં ઉપયોગ થાય છે. ડિસેલિનેશનના મોટા ભાગના આધુનિક ઉદ્દેશમાં, જે વિસ્તારોમાં તાજું પાણી મર્યાદિત છે અથવા તાજું પાણી મર્યાદિત બની રહ્યું છે, તેવા વિસ્તારોમાં લોકોને તાજુ પાણી પુરું પાડવા માટે ખર્ચ અસરકારક રસ્તા વિકસાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે.મોટા પાયા પર ડિસેલિનેશનમાં ઊર્જાની પુષ્કળ માત્રા અને વિશેષ, મોંઘા આંતરમાળખાનો ઉપયોગ થતો હોવાથી તે નદી અથવા ભૂગર્ભજળમાંથી તાજા પાણીના ઉપયોગની તુલનાએ અત્યંત મોંઘું પડે છે.વિશ્વનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં આવેલો જેબેલ અલી ડિસેલિનેશન પ્લાન્ટ (ફેઝ 2) છે. તે દ્વિઉદ્દેશીય સુવિધા છે જે બહુસ્તરીય ફ્લેશ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરે છે અને તે વાર્ષિક 30 કરોડ ક્યુબિક મીટર પાણી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તુલનામાં સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ અમેરિકામાં ટામ્પા બે, ફ્લોરિડામાં આવેલો છે અને તેનું સંચાલન ટામ્પા બે વોટર કરે છે. તેણે ડિસેમ્બર 2007થી વાર્ષિક 3.47 કરોડ ક્યુબિક મીટર પાણીનું ડિસેલિનેશન કરવાનું શરૂ કર્યું છે. ટામ્પા બે જેબેલ અલી ડિસેલિનેશન પ્લાન્ટની તુલનાએ 12 ટકાના ઉત્પાદને કામ કરે છે. વોલ સ્ટ્રીટ જર્નલનો 17 જાન્યુઆરી 2008નો લેખ જણાવે છે કે, "ઇન્ટરનેશનલ ડિસેલિનેશન એસોસિયેશન મુજબ, દુનિયાભરમાં 13,800 ડિસેલિનેશન પ્લાન્ટ દૈનિક 12 અબજ ગેલનથી પણ વધુ પાણીનું ઉત્પાદન કરે છે."

સાયપ્રસનો રાષ્ટ્રધ્વજ

સાયપ્રસમાં વસતી ગ્રીક અને તુર્કી પ્રજા વચ્ચેના લાંબા સંઘર્ષને ધ્યાનમાં લઈ અને ધ્વજમાં મોટા ભાગે શાંતિના પ્રતિકો સામેલ કરવામાં આવ્યા છે.

હલવો

હલવો (અથવા હલવા , ઝાલ્વો , હલેવેહ , હૈલવા , હલવાહ , હાલવા , હેલવા , અલુવા , ચાલવા , ચાલવા ) સમગ્ર મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા, પૂર્વ એશિયા, ઉત્તર આફ્રિકા, અને હોર્ન ઓફ આફ્રિકા, બાલ્કન્સ, પૂર્વીય યુરોપ, માલ્ટા અને યહૂદી વિશ્વમાં ઘણા પ્રકારની ગાઢી, ગળી મીઠાઈઓના સંદર્ભમાં પીરસવામાં આવે છે.

હલવો શબ્દ (અરેબીક હલવા حلوى પરથી) બે પ્રકારની મીઠાઈનું વર્ણન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

લોટ આધારિતઃ આ પ્રકારનો હલવો સહેજ ચીકણો હોય છે અને અનાજનો લોટથી, સામાન્ય રીતે સોજીનો બનાવવામાં આવે છે. પ્રાથમિક સામગ્રી તેલ, લોટ અને ખાંડ હોય છે.

સૂકા મેવા- માખણ આધારિત : આ પ્રકારનો હલવો ભૂકો થયેલો હોય છે અને સામાન્ય રીતે તાહિની (તલની પેસ્ટ) અથવા અન્ય સૂકા મેવાના-માખણો જેમ કે સૂરજમુખીના બીજનું માખણ માંથી બનાવવામાં આવે છે. પ્રાથમિક સામગ્રીઓ સૂકા મેવા- માખણ અને ખાંડ છે.હલવો અનેક અન્ય સામગ્રીઓ પર આધારિત હોઈ પણ શકે છે, જેમાં સૂરજમુખીના બીજ, વિવિધ સૂકા મેવા, કઠોળો, મસૂર અને શાકભાજીઓ જેમ કે ગાજર, કોળું, રતાળું અને સ્ક્વોશનો સમાવેશ થાય છે.

હુક્કો

હૂકો (હિંદુસ્તાની: हुक़्क़ा (દેવનાગરી),حقّہ (નસ્તલિક) huqqā ) અથવા વોટરપાઇપ એ તમાકુનું ધુમ્રપાન કરવા માટેનું એક કે વધુ નળી ધરાવતું (મોટેભાગે કાચ આધારિત) સાધન છે. જેમાં ધુમાડાને પાણીમાંથી પસાર કરીને ઠંડો પાડવામાં તેમજ ગાળવામાં આવે છે.

મૂળ ભારતના ગણાતાં, હૂકાએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે, ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં. અને હાલમાં તે ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં લોકપ્રિય થઇ રહ્યો છે.

૪ ગુરખા રાઈફલ્સ

૪ ગુરખા રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાળ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. આ રેજિમેન્ટમાં પાંચ પલટણો છે. રેજિમેન્ટને બ્રિટિશ ભારતીય સેનાના ભાગરૂપે ઇસ ૧૯૫૭માં ઉભી કરવામાં આવી હતી. ઈસ ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી તે સમયે તે ભારતીય સેનામાં સમાવાઈ.

રેજિમેન્ટ આફ્રિકા, યુરોપ અને એશિયામાં લડી ચૂકી છે જેમાં દ્વિતીય અફઘાન યુદ્ધ, ચીનમાં બોક્સર વિદ્રોહ, પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ સામેલ છે. સ્વતંત્રતા બાદ તેણે ભારત-પાકિસ્તાનના તમામ યુદ્ધ તેમજ ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન લડાઈમાં ભાગ લીધો છે. રેજિમેન્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘની શાંતિસેનામાં પણ સામેલ થઈ ચૂકી છે.

સાર્વભૌમ દેશો
મર્યાદિત માન્યતાવાળા દેશો
વાલીપણા હેઠળનાં દેશો
આંતરિક સાર્વભૌમત્વ વાળા
વિશિષ્ટ વિસ્તારો

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.