મહિનો

મહિનો એ સમયની ગણતરીનું એક પરિમાણ છે. સામાન્ય રીતે વિશ્વનાં અલગ પંચાંગ પ્રમાણે ૧ (એક) વર્ષના બારમા ભાગને મહિનો ગણવામાં આવે છે.

વિક્રમ સંવતના મહિના નિચે મુજબ છે.

અષાઢ

અષાઢ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો નવમો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

અષાઢ મહિનામાં ગૌરીવ્રત, અલૂણા તેમ જ દિવાસો જેવા તહેવારો આવે છે.

આસો

આસો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો બારમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના તહેવારો આવે છે.

એપ્રિલ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે એક વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં ચોથા ક્રમે એપ્રિલ મહિનો આવે છે. એપ્રિલ મહિનાના ૩૦ દિવસ હોય છે.

એપ્રિલ મહિના પછી મે મહિનો આવે છે.

૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

ઓગસ્ટ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં આઠમા ક્રમે ઓગસ્ટ મહિનો આવે છે. ઓગસ્ટ મહિનાના ૩૧ દિવસ હોય છે.

ઓગસ્ટ મહિના પછી સપ્ટેમ્બર મહિનો આવે છે.

૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

કારતક

કારતક મહિનો હિંદુ વૈદિક પંચાગ વિક્રમ સંવત નો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં આગલા (વીતી ગયેલા) વર્ષનો આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

શક સંવત પ્રમાણેનો આ આઠમો મહિનો છે. આ મહિના પહેલાં આસો મહિનો હોય છે, જ્યારે માગશર મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

કારતક મહિનામાં બેસતું વરસ, ભાઈ બીજ, દેવઉઠી અગિયારસ, દેવ દિવાળી જેવા તહેવારો આવે છે.

ચૈત્ર

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો છઠ્ઠો અને શક સંવતનો પ્રથમ મહિનો છે. આ મહિના પહેલાં ફાગણ મહિનો હોય છે, જ્યારે વૈશાખ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

જાન્યુઆરી

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં સૌ પ્રથમ જાન્યુઆરી મહિનો આવે છે. જાન્યુઆરી મહિનાના ૩૧ દિવસ હોય છે.

જાન્યુઆરી મહિના પછી ફેબ્રુઆરી મહિનો આવે છે. ૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

જેઠ

આ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં વૈશાખ મહિનો હોય છે, જ્યારે અષાઢ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. હિંદુ વૈદિક પંચાગ મુજબ શક સંવતનો ત્રીજો મહિનો છે. આ મહિના પહેલાં વૈશાખ મહિનો હોય છે, જ્યારે અષાઢ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ડિસેમ્બર

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં છેલ્લા એટલે કે બારમા ક્રમે ડિસેમ્બર મહિનો આવે છે. ડિસેમ્બર મહિનાના ૩૧ દિવસ હોય છે.

ડિસેમ્બર મહિના પછી નવા વર્ષનો જાન્યુઆરી મહિનો આવે છે.

૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

નવેમ્બર

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં અગિયારમા ક્રમે નવેમ્બર મહિનો આવે છે. નવેમ્બર મહિનાના ૩૦ દિવસ હોય છે.

નવેમ્બર મહિના પછી ડિસેમ્બર મહિનો આવે છે.

૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

પોષ

પોષ મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો ત્રીજો મહિનો છે. આ મહિના પહેલાં માગશર મહિનો હોય છે, જ્યારે મહા મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં માગશર મહિનો હોય છે, જ્યારે મહા મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ફાગણ

ફાગણ એ હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત વિક્રમ સંવતનો પાંચમો મહિનો છે. આ ઉપરાંત હિંદુ વૈદિક પંચાગ અંતર્ગત શક સંવતનો બારમો મહિનો છે.

ફાગણ મહિના પહેલાં મહા મહિનો આવે છે, જ્યારે ફાગણ મહિના પછી ચૈત્ર મહિનો આવે છે.

ફાગણ મહિનો ઉનાળાની ઋતુમાં આવતો મહિનો છે. આ મહિનામાં ખાખરાના વૃક્ષ પર ફૂલો બેસે છે, જેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે.

ભાદરવો

ભાદરવો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

મહા

મહા એ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં પોષ મહિનો હોય છે, જ્યારે ફાગણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

આ હિંદુ વૈદિક પંચાગ મુજબ શક સંવતનો અગિયારમો મહિનો છે. આ મહિના પહેલાં પોષ મહિનો હોય છે, જ્યારે ફાગણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

માગશર

માગશર મહિનો હિંદુ વૈદિક પંચાગ-વિક્ર્મ સંવતનો બીજો મહિનો છે. આ મહિના પહેલાં કારતક મહિનો હોય છે, જ્યારે પોષ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો નવમો મહિનો છે. આ મહિના પહેલાં કારતક મહિનો હોય છે, જ્યારે પોષ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

માર્ચ

ગ્રેગોરીયન પંચાંગ પ્રમાણે વર્ષના ૧૨ મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ ૧૨ મહિનામાં ત્રીજા ક્રમે માર્ચ મહિનો આવે છે. માર્ચ મહિનાના ૩૧ દિવસ હોય છે.

માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો આવે છે.

૧ વર્ષના ૩૬૫ દિવસ હોય છે. લિપ વર્ષમાં ૧ વર્ષના ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે.

વિક્રમ સંવત

વિક્રમ સંવત એ ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા હિંદુ ધર્મના વૈદિક પંચાંગની એક પ્રણાલી પ્રમાણે વર્ષનું નામ છે. ખાસ કરીને ઉત્તર ભારત અને ગુજરાતમાં વિક્રમ સંવત અનુસરવામાં આવે છે.

વૈશાખ

આ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો બીજો મહિનો છે. આ મહિના પહેલાં ચૈત્ર મહિનો હોય છે, જ્યારે જેઠ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

શ્રાવણ

શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.