ભૂસ્ખલન

ભૂસ્ખલનને લેન્ડસ્લિપ (અંગ્રેજી: landslip) તરીકે પણ ઓળખાય છે. જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન, વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આ એક ભૌગોલિક ઘટના છે. ભૂસ્ખલન અપતટીય દરિયાઇ અને તટવર્તી પર્યાવરણોમાં થઇ શકે છે. ગુરુત્વાકર્ષણ ક્રિયા ભૂસ્ખલન માટે પ્રાથમિક ચાલક બળ છે.

Ferguson-slide
રાજ્ય ધોરી માર્ગ નં. ૧૪૦, કેલિફોર્નિયા ખાતે ભૂસ્ખલન

કારણો

સ્થિર ઢાળમાં જયારે અસ્થિર સ્થિતી ઉભી થાય ત્યારે ભૂસ્ખલન થાય છે. ઢાળની સ્થિરતા ઘણા બધા કારણોને લીધે ઊભી થાય છે. ભૂસ્ખલનમાં કુદરતી કારણોનો સમાવેશ થાય છે:

 • ભૂગર્ભજળનું દબાણ ઢાળની અસ્થિરતા માટે કારણભૂત છે
 • ઊભી વનસ્પતિનું ન હોવું (3-4 દિવસ માટે જંગલોમાં આગ લાગવી અને વૃક્ષ બળી જવા )
 • નદીઓ અથવા સમુદ્રમાં મોજા દ્વારા ઢાળના પાયાનું ધોવાણ
 • બરફ ઓગળે, હિમનદીઓનું ઓગળવું અથવા ભારે વરસાદ
 • અસ્થિર ઢાળ પર ભૂકંપનો અચકો લાગવો
 • ધરતીકંપને કારણે ઢાળ અસ્થિર બનવા
 • જ્વાળામુખી ફાટી નીકળવો
 • અતિશય વર્ષા

ભૂસ્ખલન માનવ પ્રવૃત્તિઓ દ્વારા વકરી શકે છે જેમ કે;

 • વન નાબૂદી, ખેતી અને બાંધકામ.
 • મશીનરી અથવા ટ્રાફિકથી સ્પંદનો
 • વિસ્ફોટન
 • ઢોળાવનો આકાર બદલાવો અથવા ઢોળાવ પર નવું વજન નાખવું

પ્રકાર

1.કાટમાળનો પ્રવાહ

પાણી સાથે ઢાળ સામગ્રી અને કચરો પ્રવાહ અથવા કાદવ પ્રવાહમાં વિકાસ કરી શકે છે. જેમાં પથ્થર અને કાદવનો રગડો, વૃક્ષો, ઘરો પણ હોઇ સકે છે .

રહેઠાણવાળા વિસ્તારમાં આવો પ્રવાહ સંપતિ અને માનવ જીવનને ઘણું નુકશાન પહોંચાડી શકે છે.

૨. Earthflows

Earthflows ચીકણું પ્રવાહી છે જે ધીમેથી ઝડપી કોઈપણ ઝડપે વહી શકે છે. જેમ ઝીણું અને પાણીવાળી જમીન અને રેતીનું મિશ્રણ હોય છે. ખાસ કરીને, તેઓ 0.17 થી 20 કિ.મી. / ક ઝડપ પકડી શકે છે.

૩. કાટમાળનો ભૂસ્ખલન

આ પ્રક્રારના ભૂસ્ખલનમાં ખડકો, માટી, બરફ, લાકડા, પાણી વગેરે હોય છે. આ પ્રકારનું ભૂસ્ખલન મોટા ભાગે જંગલી વિસ્તારોમાં વધારે જોવા મળે છે.

૪. Sturzstrom

આ પણ એક વિશિષ્ટ પ્રકારનું ભૂસ્ખલન છે, જેમાં રેતી અને પથ્થર હોય છે અને મોટાભાગે પહાડી વિસ્તારમાં જોવા મળે છે. આ પ્રકારના ભૂસ્ખલનમાં બીજા બધા કરતા ૨૦-૩૦ % વધારે તાકાત હોય છે. જેટલા પ્રમાણમાં તેમાં કચરો વધુ હોય છે એટલોજ એ વધારે વહે છે.

૫. છીછરા ભૂસ્ખલન

આ પ્રકારમાં વહેણ ઘણો ઓછો હોય છે, માટે આ ભૂસ્ખલન છીછરા ભૂસ્ખલન કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કચરો, કચરો પ્રવાહ, અને ઢોળાવનો સમાવેશ થાય છે. ધીમે ધીમે ઢાળ નીચે આવે .

૬. સુનામી

ભૂસ્ખલન જે સમુદ્રમાં થાય છે અને તેના કારણે જે મોજાં ઉઠે છે, તેને સુનામી કહેવામાં આવે છે

સમુદ્રમાં ભૂકંપ થાય છે અને તેના લીધે ભૂસ્ખલન અને ભૂસ્ખલનથી સુનામી આવે છે. સુનામીથી ઘણીજ મોટી જનહાની થાય છે.

ભારતમાં થયેલાં કેટલાંક ભૂસ્ખલન

તા.૧૪-૧૭ જુન ૨૦૧૩ દરમિયાન ભારતનાં ઉત્તરાખંડ રાજ્યના બદરીનાથ-કેદારનાથમાં ભારે ભૂસ્ખલન થયું હતું, જેમાં મોટા પાયે જાનહાની થઈ હતી. આ ભૂસ્ખલન ૩૮૦૦ મીટરની ઊંંચાઈ પર થયું હતું.

પુના જિલ્લાના અંબે ડેમ પાસે અંબે ગામ ખાતે જુલાઈ ૨૦૧૪માં ભારે ભૂસ્ખલન થયું જેના કારણે પચાસેક ઘરો દબાઈ ગયા જેમાં ૧૫૦થી વધુ લોકો ફસાયા હતા.

૧૧-૧૭ ઓગસ્ટ ૧૯૯૮ દરમ્યાન માલપા ગામ, પિથોરગઢ જિલ્લો, ઉત્તરાખંડ રાજ્યમાં ભૂસ્ખલન થયું હતું. જેમાં ૩૮૦ લોકો મૃત્યુ પામ્યા હતા.

આપત્તિ સજ્જતા

કટોકટી વ્યવસ્થાપન એ આફત અથવા અણધારી આપત્તિ લાવી શકે તેવા જાન-માલ હાનિકર્તા જોખમોથી સંગઠનની અતિમહત્ત્વની અસ્કયામતોનું સંરક્ષણ કરવા માટે, તથા તેમના આયોજિત જીવનકાળ પૂરતી તે ચાલુ રહે તેની ચોક્સાઈ રાખવા માટે ઉપયોગમાં લેવાતી વ્યૂહાત્મક સંગઠનકીય વ્યવસ્થાપન પ્રક્રિયાઓ સાથે કામ પાર પાડતા આંતરવિદ્યાશાખીય ક્ષેત્રનું વર્ગીય નામ છે. આ અસ્કયામતોને કાંતો જીવિત જણસો, નિર્જીવ વસ્તુઓ, સાંસ્કૃતિક અથવા આર્થિક એમ વિભાગવામાં આવે છે. જાન-માલ હાનિકર્તા સંકટોને તેમના કારણ મુજબ, કાંતો કુદરતી અથવા માનવ-સર્જિત તરીકે વિભાગવામાં આવે છે. આ પ્રક્રિયાઓની ઓળખમાં મદદરૂપ થવા માટે સમગ્ર વ્યૂહાત્મક વ્યવસ્થાપન પ્રક્રિયાને ચાર ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી છે. આ ચાર ક્ષેત્રો સામાન્ય રીતે જોખમ ઘટાડવા, સંકટને પ્રતિભાવ આપવા માટે સ્રોતોને તૈયાર કરવા, સંકટના કારણે ખરેખર નીપજેલા નુકસાનને પ્રતિભાવ આપવા અને વધુ હાનિને રોકવા (ઉ.દા. તાત્કાલિક જગ્યા ખાલી કરવી, ક્વૉરેન્ટીન (અલગ પાડવું), સામૂહિક વિશુદ્ધિકરણ, વગેરે), અને આપત્તિની ઘટના પહેલાં જે સ્થિતિ હતી તેની વધુમાં વધુ નજીક પુનઃસ્થાપિત કરવી- સાથે કામ પાર પાડે છે. આ ક્ષેત્રો ખાનગી અને જાહેર એમ બંને ક્ષેત્રોમાં હોય છે, બંને સમાન પ્રક્રિયાઓ ધરાવે છે, પણ તેમનું ફોકસ જુદું જુદું હોય છે. કટોકટી વ્યવસ્થાપન એ એક વ્યૂહાત્મક પ્રક્રિયા છે, અને કોઈ સુનિયોજિત પ્રક્રિયા નથી, આમ તે સામાન્ય રીતે સંગઠનમાં વહીવટી સ્તરે રહે છે. તેની પાસે સામાન્ય રીતે કોઈ સીધી સત્તા હોતી નથી, પણ તે સંગઠનના તમામ હિસ્સાઓ સામાન્ય ધ્યેય પર કેન્દ્રિત રહે તેની ચોક્સાઈ કરવા માટે પરામર્શક અથવા સંયોજન કાર્ય કરવાની ભૂમિકા નિભાવે છે. અસરકારક કટોકટી વ્યવસ્થાપન સંગઠનનાં તમામ સ્તરે કટોકટી યોજનાઓના સંપૂર્ણ એકીકરણ પર, અને સંગઠનના સૌથી નીચલાં સ્તરો કટોકટીની વ્યવસ્થા સંભાળવા માટે અને ઉપલાં સ્તરો પાસેથી વધારાના સ્રોતો અને સહાય મેળવી લાવવા માટે જવાબદાર છે એવી સમજણ પર નિર્ભર હોય છે.

આ કાર્યક્રમને અમલમાં મૂકનાર સંગઠનની સૌથી વરિષ્ઠ વ્યક્તિને સામાન્ય રીતે કટોકટી પ્રબંધક કહેવામાં આવે છે, અથવા જે-તે ક્ષેત્રને અનુરૂપ વ્યુત્પાદિત શબ્દપ્રયોગ (ઉ.દા. બિઝનેસ કન્ટિન્યુઇટી મૅનેજર) કરવામાં આવે છે.

આ વ્યાખ્યામાં સમાવિષ્ટ થતાં ક્ષેત્રો નીચે મુજબ છેઃ

નાગરિક સંરક્ષણ (યુનાઇટેડ સ્ટેટ્સમાં શીત યુદ્ધ દરમ્યાન વપરાતું હતું, જેના કેન્દ્રમાં અણુ હુમલાથી સંરક્ષણ છે)

નાગરિક સુરક્ષા (યુરોપિયન સંઘ સાથે વ્યાપકરૂપે વપરાતું)

કટોકટી વ્યવસ્થાપન (નાગરિક વસતિની તાત્કાલિક જરૂરિયાતો સંતોષવા કરતાં રાજકીય અને સલામતીના પાસાંઓ પર ભાર મૂકે છે.

આપત્તિનું જોખમ ઘટાડવું (કટોકટી-ચક્રના જોખમ ઘટાડવા અને તૈયારીના પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે.) (નીચે સજ્જતા વિશે જુઓ)

માતૃભૂમિ સુરક્ષા (યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રચલિત, આતંકવાદને રોકવા પર કેન્દ્રિત. )

વેપાર સાતત્ય અને વેપાર સાતત્ય આયોજન (આવકના સતત ઉપર જતા પ્રવાહની ચોક્સાઈ કરવા પર કેન્દ્રિત. )

સરકારનું સાતત્ય

કુદરતી આફતો

કુદરતી વિનાશ એ કુદરતી વિપત્તિ (ઉદા. તરીકે પૂર,ભયંકર વાવાઝોડુ, જ્વાળામુખી ફાટી નીકળવો, ધરતીકંપ, અથવા ભેખડનું ધસી પડવું)ની અસર છે, જે પર્યાવરણને અસર કરે છે અને નાણાકીય, પર્યાવરણીય અને/અથવા માનવ નુકસાનમાં પરિણમે છે. વિનાશને કારણે થતા નુકસાનનો આધાર વસ્તીની વિનાશ સામે ટકી શકવાની કે તેનાથી રક્ષણ મેળવવાની ક્ષમતા પર આધારિત છે.

આ પ્રકારની સમજણ એક સૂત્રમાં રજૂ કરી શકાય:"જ્યારે આકસ્મિક ઘટના સામે લાચારી આવે ત્યારે વિનાશ સર્જાય છે."

આથી કુદરતી વિપત્તિ ક્યારેય પણ અભેદ્યતા ધરાવતા વિસ્તારોમાં કુદરતી વિનાશમાં પરિણમશે નહી, ઉદા. તરીકે વસ્તી વિનાના વિસ્તારમાં મજબૂત ધરતીકંપ. કુદરતી શબ્દ સતત વિવાદાસ્પદ રહ્યો છે, કેમ કે ઘટનાઓ માનવીઓની સામેલગીરી વિના સામાન્ય રીતે નુક્શાનકારક અથવા વિનાશકારી હોતી નથી.

કુરાન્ડા સિનિક રેલવે

કુરાન્ડા સિનિક રેલવે એ એક રેલવે લાઈનનું નામ છે, જે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ ખાતે આવેલા કેર્ન્સથી શરૂ થઈ ને નજીકના નગર કુરાન્ડા સુધી દોડે છે. આ પ્રવાસી રેલવેનો રસ્તો સર્પાકાર છે, જે મૅકઍલિસ્ટેર પર્વતની ટોચ સુધી જાય છે. આ રેલવેનો ઉપયોગ નિયમિત સફર માટે નથી થતો. કુરાન્ડા પહોંચતા પહેલા, આ રેલ લાઈન સ્ટ્રેટ્ફર્ડ, ફ્રેશવોટર અને રેડલિંચ સ્ટેશન પરથી પસાર થાય છે. આ રેલવે લાઇન અમુક માલગાડી અને ધ સવાનાલેન્ડર જેવી યાત્રી સેવાઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે.

આ રેલવે લાઈન ૩૭ કિલોમીટર (૨૩ માઈલ) લાંબી છે અને એ નીચે કેર્ન્સથી ઉપર કુરાન્ડા પર ચઢતા એક કલાક અને ૪૫ મિનિટ લે છે.

દાર્જિલિંગ

દાર્જિલિંગ (બંગાળી: দার্জিলিং, નેપાળી: दार्जीलिंग) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.

આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખાસ દાર્જિલિંગ ચા માટે જાણીતું છે. વળી યુનેસ્કો દ્વારા ઘોષિત વિશ્વ ધરોહર સ્થળમાં આ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે માટે પણ આ સ્થળ જાણીતું છે. દાર્જિલિંગ જિલ્લાનું આ મુખ્ય મથક છે. આ શહેર મહાભારત પર્વત માળામાં કે નિમ્ન હિમાલયન પર્વતમાળામાં આવેલું છે. આની સરાસરી ઊંચાઈ ૬૭૧૦ ફુટ છે.

આ શહેરનો ઇતિહાસ મધ્ય ઓગણીસમી સદી સુધી જાય છે. શરૂઆતમાં અહીં બ્રિટિશરોએ અહીં એક સેનેટોરિયમ અને મિલિટરી ડેપો બનાવ્યો. ત્યાર બાદ અહીં ચાનું વાવેતર કરવામાં આવ્યું. અહીં વાવતરકારોએ કાળી ચાની સંકર પ્રજાતિઓ અને આથવાની નવી પદ્ધતિઓ વિકસાવી. આને પરિણામે એક ખાસ ચા અસ્તિત્વમં આવી જે આજે દાર્જિલિંગ ચા તરીકે વિશ્વમાં સૌથી પ્રચલિત બની. દાર્જીલીંગ હિમાલયન રેલ્વે આ શહેરને મેદાની પ્રદેશ સાથે જોડે છે. ભારતમાં ચાલુ રહેલ બહુ થોડા વરાળ એંજીન આ રેલ્વેમાં છે. અહીં બ્રિટિશ સ્ટાઈલની શાળાઓ છે જેમાં ભણવા માટે ભારત અને પડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. બાજુમાં આવેલ કાલિમપોંગ શહેર સાથે મળી ૧૯૮૦ની ગોરખાલેંડનું કેંદ્ર હતી. હાલમાં સક્રીય ગોરખાલેંડનામના અલગ રાજ્યની માંગણીનુમ્ કેંદ્ર પણ દાર્જિલિંગ છે. હાલના વર્ષોમાં વધતા પ્રવાસી ભારને કારણે વધેલી સ્ત્રોતની જરૂરીયાતને કારણે અહીંના નાજુક પર્યાવરણને ખતરો નિર્માણ થયો છે.

ધરતીકંપ

ધરતીકંપ (ભૂકંપ અથવા આંચકા તરીકે પણ ઓળખાય છે) એ પૃથ્વી (Earth)નાં પડો (crust)માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો (seismic wave)નું પરિણામ છે.સીઝમોમીટર (seismometer) કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા (moment magnitude) નોંધવામાં આવે છે અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલ (Richter)માં તેને માપવામાં આવે છે. ૩ અથવા તેનાથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટા ભાગે અતિસૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારમાં ગંભીર નુકસાન પહોંચાડે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલા મેરકલ્લી સ્કેલ (Mercalli scale) પર માપવામાં આવે છે.

ધ્રુજારી, આંચકા દ્વારા અને કોઈક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) દરિયામાં કયાંક બહુ દૂર હોય ત્યારે ઘણી વખત સમુદ્ર તળ એટલું ખસે છે કે તેનાથી ત્સુનામી (tsunami) પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઈ શકે છે અને કયારેક જવાળામુખી પણ જાગૃત થઈ શકે છે.

એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો (seismic wave) ઊભા થાય એવાધરતીના પેટાળમાં થતા કોઈ પણ પ્રકારના હલનચલનને દર્શાવવા માટે ધરતીકંપ શબ્દ વાપરવામાં આવે છે. પછી ભલે તે કુદરતી ઘટના (phenomenon) હોય કે પછી માનવસર્જિત ઘટનાના કારણે સર્જાયાં હોય. મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ (faults) થવાથી ભૂકંપ પેદા થતા હોય છે પરંતુ જવાળામુખીના કારણે, ભૂસ્ખલનના કારણે, ખાણમાં બારુદ વિસ્ફોટો અને અણુકેન્દ્ર સંબંધી પ્રયોગોના કારણે પણ ભૂકંપ આવી શકે છે. ભૂકંપ જયાંથી પેદા થયો તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્રબિંદુ (focus) કે ઉદ્ભવબિંદુ (હાયપોસેન્ટર) (hypocenter) કહેવામાં આવે છે. બરાબર એની ઉપર જયાં આ ધ્રુજારી જમીનના સ્તરને અડે છે તેને ભૂકંપ બિંદુ (એપિસેન્ટર) (epicenter) કહેવામાં આવે છે.

નૈનિતાલ

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે.

આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ડોળવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે. આની સાપાસના ઊંચું નૈના (૨૬૧૫મી) ઉત્તરે, દેવપથ ૨૪૩૮ પશ્ચિમે અને આયરપથ ૨૨૭૮ દક્ષિણમાં આવેલા શિખરો છે. ઉંચાઈપર આવેલા શિખરો પરથી દક્ષિણતરફ આવેલ વિશાળ મેદાનઅને ઉત્તરતરફ પર્વતમાળા અને તેનાથી પરે હિમાચ્છદિત હિમાલયના પર્વતની મધ્ય અક્ષ પર આવેલા શિખરોનું સુંદર દ્રશ્ય જોઈશ્કાય છે.

પૃથ્વી

પૃથ્વી એ સૂર્ય (Sun)થી ત્રીજો ગ્રહ (planet) (ઘોષિત કરવામાં આવ્યો /ɝːθ/ ) છે. ઘનતા (density), દળ (mass) અને વ્યાસ (diameter)માં, પૃથ્વી એ સૌરમંડળ (Solar System)માંનો જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ (terrestrial planet) છે.

તેને વિશ્વ (World) અને ટેરા નામે પણ ઓળખવામાં આવે છે. લાખો-કરોડો જાતિઓ (species) અને મનુષ્ય (human)નું રહેઠાણ એવી પૃથ્વી, આખા બ્રહ્માંડ (universe)નો એક માત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન (life) હોવાનું જાણવા મળ્યું છે. 4.54 અબજ વર્ષો (4.54 billion years) પહેલાં પૃથ્વીની રચના થઈ હતી અને આશરે એક અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું હતું.

ત્યારથી, પૃથ્વીના જીવમંડળ (biosphere)ના કારણે તેના વાયુમંડળ (the atmosphere)માં અને અન્ય અજૈવિક (abiotic) પરિસ્થિતિઓમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે; હવામાંના જીવતંત્રો (aerobic organisms)નો વિપુલ પ્રમાણમાં વિકાસ તેમ જ ઓઝોન સ્તર (ozone layer)ની રચનાથી તથા તેની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર (Earth's magnetic field)ની અસર સૂર્યના હાનિકારક કિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા અટકાવે છે, જેના પરિણામે પૃથ્વી પર જીવન સંભવી શક્યું છે. આ સમયગાળામાં, પૃથ્વીના ભૌતિક ગુણધર્મો તેમ જ તેના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસ અને તેની ભ્રમણકક્ષાના કારણે જીવન ટકી શકયું. કહેવાય છે કે પૃથ્વી પર હજી 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વિતા, પૃથ્વીના જીવમંડળને બરબાદ કરી નાખશે.

પૃથ્વીનું ઉપલી સપાટી (outer surface) વિવિધ કઠોર ભાગોમાં અથવા તો ટેકટોનિક પ્લેટો (tectonic plate)માં વહેંચાયેલી છે. આ ટેકટોનિક પ્લેટો લાખો-કરોડો વર્ષો (many millions of years)થી સપાટી પર આમથી તેમ ધીમે ધીમે ગતિ કરી રહી છે.

પૃથ્વીની સપાટીનો 71% ભાગ ખારા પાણી (salt-water)ના સમુદ્ર (ocean)થી રોકાયેલો છે, બાકીનો ભાગ ખંડો (continent), દ્વિપો (island) અને જે અન્ય કોઈ ગ્રહની સપાટી પર જોવા મળ્યું નથી એવા જીવન માટે આવશ્યક એવા પ્રવાહી જળ (water)થી રોકાયેલો છે.

પ્રમાણમાં ઘન કહેવાય તેવા લાવારસના આવરણ (mantle)થી બનેલું પૃથ્વીનું અંતરાળ સક્રિય હોય છે, પ્રવાહી બાહ્ય ગર્ભ (outer core) લોહચુંબકીય ક્ષેત્ર ઊભું કરે છે અને અંતઃ ગર્ભ (inner core) ઘન લોહ ધાતુઓનું બનેલું હોય છે.

પૃથ્વી બાહ્ય અવકાશ (outer space)માંના સૂર્ય, ચંદ્ર (Moon) તેમ જ અન્ય ગ્રહો સાથે ક્રિયા-પ્રતિક્રિયાઓ કરે છે.

અત્યારે, પૃથ્વી પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરે તેને આપણે એક દિવસ કહીએ છીએ અને ૩૬૫.૨૬ દિવસમાં પૃથ્વી સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરે છે.

આટલા સમયગાળાને તારક વર્ષ (sidereal year) કહેવામાં આવે છે, જે ૩૬૫.૨૬ સૌર દિવસો (solar day) સમાન છે. પૃથ્વીની ધરી, 23.4ના ખૂણે તેની ભ્રમણકક્ષા (orbital plane)ને કાટખૂણે (perpendicular) સહેજ નમેલી (tilted) છે, જેના કારણે પૃથ્વીની સપાટી પર એક ઉષ્ણકટિબંધીય વર્ષ (tropical year) (૩૬૫.૨૪ સૌર દિવસો) દરમ્યાન જુદી જુદી ૠતુઓ પેદા થાય છે.

ચંદ્ર પૃથ્વીનો એક માત્ર જાણીતો કુદરતી ઉપગ્રહ (natural satellite) છે. આશરે 4.53 અબજ વર્ષો પહેલાં ચંદ્રે પૃથ્વીની ફરતે પરિભ્રમણ કરવાનું શરૂ કયુર્ં. તેના આ પરિભ્રમણથી સમુદ્રમાં ભરતી-ઓટ (tide) પેદા થાય છે, પૃથ્વીની ધરીનો ખૂણો સ્થિર બની રહે છે તથા પૃથ્વીનું તેની ધરી પરનું પરિભ્રમણ ધીરે ધીરે ધીમું પડતું જાય છે.આશરે ૪.૧ અને ૩.૮ અબજ વર્ષો અગાઉ થયેલ ભારે તોપમારા જેવા વરસાદ (Late Heavy Bombardment)થી ઊભી થયેલી મધ્યગ્રહો (asteroid)ની અસરોથી પૃથ્વીની સપાટી પરના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો.

પૃથ્વીના પેટાળમાંના ખનિજ સ્રોતો તેમ જ જીવમંડળની પેદાશો વિશ્વની માનવ વસતિને ટકવા માટે જરૂરી સ્રોતો પૂરાં પાડે છે.

પૃથ્વી પર વસતા મનુષ્ય સમુદાયો આશરે 200 સાર્વભૌમી રાષ્ટ્રોમાં વહેંચાયેલા છે, જે એકબીજા સાથે વેપાર, પ્રવાસ, રાજકીય મુત્સુદ્દીપણા અને લશ્કરી ગતિવિધિઓથી સંપર્કમાં રહે છે.

પૃથ્વી બાબતે માનવ સંસ્કૃતિએ અનેક વિભાવનાઓ ઊભી કરી હતી- જેમાં પૃથ્વીને દૈવી માનવાની બાબત, સપાટ પૃથ્વી (flat Earth)ની વિભાવના અને પૃથ્વીને જાળવણી માંગતી એક સંકલિત વાતાવરણ વ્યવસ્થા તરીકે જોતા આધુનિક દષ્ટિકોણનો પણ સમાવેશ થાય છે.

૧૯૬૧ જયારે યુરી ગાગરિન (Yuri Gagarin) બાહ્ય અવકાશમાં પહોંચ્યો ત્યારે પહેલીવાર કોઈ માનવીએ પૃથ્વીની સપાટીથી બહાર પગ મૂકયો હતો.

વનનાબૂદી

વનનાબૂદી એ વનીકરણ વિસ્‍તારમાં માનવીઓ દ્વારા ઝાડ કાપવા અને/અથવા સળગાવવાની પ્રક્રિયાઓથી કુદરતી રીતે ઉદભવતા વનોનો નાશ છે.

વનનાબૂદી ઘણાં કારણોથી થાય છેઃ ઝાડ અથવા તેમાંથી મળતા કોલસા માણસો દ્વારા વપરાતા બળતણ અથવા ચીજ તરીકે વાપરવા અથવા વેંચવામાં આવે છે, જયારે સાફ થયેલી જમીન પશુધન માટેના ઘાસચારા, ચીજવસ્‍તુઓના વાવેતર અને વસાહતો માટે વાપરવામાં આવે છે. પર્યાપ્‍ત પુનઃવનીકરણ વગર લોકોએ ઝાડ દૂર કરતા રહેઠાણને નુકશાન જૈવ વિવિધતાનું નુકશાન અને ઉજ્જડતા થયાં છે. તેની આબોહવામાં રહેલ કાર્બન ડાયોકસાઇડના જૈવિક અલગીકરણ પર પ્રતિકૂળ અસરો થયેલ છે. વનનાબૂદી થયેલાં પ્રદેશોમાં સામાન્‍ય રીતે નોંધપાત્ર પ્રતિકૂળ ભૂમિ ધોવાણ થાય છે અને ઘણીવાર તેની કક્ષા ઉતરતી થઇને ખરાબાની જમીન થઇ જાય છે.

સ્‍વાભાવિક પ્રાકૃતિક મૂલ્‍યનો અનાદર અથવા તેનું આસાન, યશ મળે તેવા મૂલ્‍યનો અભાવ, ઢીલું વન સંચાલન અને પર્યાવરણીય કાયદાની ખામી વિશાળપાયે વનનાબૂદી થવાના કેટલાંક પરિબળો છે. ઘણાં દેશોમાં વનનાબૂદી ચાલુ મુદ્દો છે. જેને કારણે વિલોપન, આબોહવાની સ્‍થિતિમાં ફેરફારો, રણીકરણ અને સ્‍વદેશી લોકોના વિસ્‍થાપન થઇ રહ્યાં છે.

ઓછામાં ઓછા US$ 4600ની માથદીઠ GDP ધરાવતા દેશોમાં ચોખ્‍ખી વનનાબૂદી વધતાં અટકી છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.