બ્રાઝિલ

બ્રાઝીલ (en:Brazil) દક્ષિણ અમેરિકા મહાદ્વીપ સ્થિત એક દેશ છે. તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલની પ્રમુખ ભાષા પુર્તગાલી છે. બ્રાઝીલની જનસંખ્યા આશરે ૨૦,૮૦,૦૦,૦૦૦ જેટલી છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તથા વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ છે. તેની રાજધાની બ્રાઝીલીયા છે. તે ૭૪૯૧ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે.આ દક્ષિણ અમેરિકાની મધ્યથી લઈ એટલાન્ટિક મહાસાગર સુધી ફેલાયેલ છે

અહીંની અમેઝોન નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે. આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક વિષુવવૃત્તીય પ્રદેશ છે. આ ક્ષેત્રમાં જંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.

બ્રાઝીલનું સંઘીય ગણરાજ્ય
રીપબ્લીકા ફેડરાટીવા દ બ્રાસીલ
Flag of બ્રાઝીલ
ધ્વજ
Coat of arms of બ્રાઝીલ
Coat of arms
સૂત્ર: 
 • Ordem e Progresso  (Portuguese)
 • (English: "Order and Progress")
રાષ્ટ્રગીત: 
 • Hino Nacional Brasileiro
 • (English: "Brazilian National Anthem")

 • Flag anthem:
 • Hino à Bandeira Nacional[૧]
 • (English: "National Flag Anthem")
National seal
 • Selo Nacional do Brasil
 • National Seal of Brazil
 • National Seal of Brazil (color).svg
BRA orthographic
રાજધાનીBrasília
સૌથી મોટું citySão Paulo
અધિકૃત ભાષાઓPortuguese[૨]
વંશીય જૂથો(2010[૩])
 • 47.73% White
 • 43.13% Pardoa
 • 7.61% Black
 • 1.09% Asian
 • 0.43% Amerindian
લોકોની ઓળખBrazilian
સરકારFederal presidential constitutional republic
• President
Michel Temer
• Vice President
Renan Cahleiros
• President of theChamber of Deputies
Eduardo Cunha
• President of the Senate
Renan Calheiros
• President of the Supreme Federal Court
Ricardo Lewandowski
સંસદNational Congress
• ઉપલું ગૃહ
Federal Senate
• નીચલું ગૃહ
Chamber of Deputies
Independence from United Kingdom of Portugal, Brazil and the Algarves
• Declared
7 September 1822
• Recognized
29 August 1825
• Republic
15 November 1889
• Current constitution
5 October 1988
વિસ્તાર
• Total
8,515,767 km2 (3,287,956 sq mi) (5th)
• પાણી (%)
0.65
વસ્તી
• 2014 અંદાજીત
202,768,562[૪] (5th)
• વસ્તી ગીચતા
23.8/km2 (61.6/sq mi) (190th)
જીડીપી (PPP)2015 અંદાજીત
• કુલ
$3.259 trillion[૫][૬] (7th)
• વ્યક્તિ દીઠ
$15,941[૫] (77th)
GDP (સામાન્ય)2015 અંદાજીત
• કુલ
$1.904 trillion[૫][૬] (8th)
• વ્યક્તિ દીઠ
$9,312[૫] (70th)
ગીની (2012)positive decrease 51.9[૭]
high
માનવ વિકાસ દર (HDI) (2013)Increase 0.744[૮]
high · 79th
ચલણReal (R$) (BRL)
સમય વિસ્તારBRT (UTC−2 to −5)
• ઉનાળુ (DST)
BRST (UTC−2 to −5)
તારીખ બંધારણdd/mm/yyyy (CE)
વાહન ચાલનright
ટેલિફોન કોડ+55
ઇન્ટરનેટ સંજ્ઞા.br
 1. Multiracial

ઇતિહાસ

સન ૧૫૦૦માં કે તે પછી અહીં ઉપનિવેશ બનવાનો આરંભ થયો. આ પોર્ટુગલનું ઉપનિવેશ હતું.

વિભાગ

બ્રાઝીલમાં ૨૮ કેન્દ્રીય રાજ્ય તથા એક કેન્દ્રીય જિલ્લો છે -

 1. એક્રી
 2. અલાગોઆસ
 3. અમાપા
 4. આમેજ઼ોનાસ
 5. બહિયા
 6. કીરા
 7. એસ્પિરિતો સાન્તો
 8. ગોઇયાસ
 9. મરાન્હાઓ
 10. માતો ગ્રોસો
 11. માતો ગ્રોસો દો સુલ
 12. મિનાસ જેરેસ
 13. પારા#પરેબા
 14. પરેના
 15. પેરનામ્બુકો
 16. પિયાઉઈ
 17. રિયો ડિ જેનેરો
 18. રિયો ગ્રાંડો દો નાર્ટે
 19. રિયો ગ્રાંડો દો સુલ
 20. રોન્ડોનિયા
 21. રોરૈમા
 22. સાન્તા કૈટરીના
 23. સાઓ પાઉલો
 24. સર્જિપે
 25. ટોકૈનિસ

આ પણ જુઓ

References

 1. Exército Brasileiro. "Hino à Bandeira Nacional" (Portuguese માં). Retrieved January 29, 2014. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: Unrecognized language (link).
 2. "Demographics". Brazilian Government. the original માંથી 17 November 2011 પર સંગ્રહિત. Retrieved 8 October 2011. Check date values in: |accessdate=, |archivedate= (મદદ)
 3. "Caracteristicas da População e dos Domicílios do Censo Demográfico 2010 — Cor ou raça" (PDF). Retrieved 7 April 2012. Check date values in: |accessdate= (મદદ)
 4. "2014 Population Estimates" (PDF). IBGE.
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ "Brazil". International Monetary Fund (IMF). Retrieved 29 October 2014. Check date values in: |accessdate= (મદદ)
 6. ૬.૦ ૬.૧ IMF,April 2015
 7. Country Comparison to the World: Gini Index – Brazil The World Factbook. Retrieved on 3 April 2012.
 8. "2014 Human Development Report Summary" (PDF). United Nations Development Programme. 2014. pp. 21–25. Retrieved 27 July 2014. Check date values in: |accessdate=, |date= (મદદ)

Further reading

 • Alves, Maria Helena Moreira (1985). State and Opposition in Military Brazil. Austin, TX: University of Texas Press. Check date values in: |year= (મદદ)
 • Amann, Edmund (1990). The Illusion of Stability: The Brazilian Economy under Cardoso. World Development (pp. 1805–1819). Check date values in: |year= (મદદ)
 • "Background Note: Brazil". US Department of State.
 • Bellos, Alex (2003). Futebol: The Brazilian Way of Life. London: Bloomsbury Publishing plc. Check date values in: |year= (મદદ)
 • Bethell, Leslie (1991). Colonial Brazil. Cambridge: CUP. Check date values in: |year= (મદદ)
 • Costa, João Cruz (1964). A History of Ideas in Brazil. Los Angeles, CA: University of California Press. Check date values in: |year= (મદદ)
 • Fausto, Boris (1999). A Concise History of Brazil. Cambridge: CUP. Check date values in: |year= (મદદ)
 • Furtado, Celso. The Economic Growth of Brazil: A Survey from Colonial to Modern Times. Berkeley, CA: University of California Press.
 • Leal, Victor Nunes (1977). Coronelismo: The Municipality and Representative Government in Brazil. Cambridge: CUP. Check date values in: |year= (મદદ)
 • Malathronas, John (2003). Brazil: Life, Blood, Soul. Chichester: Summersdale. Check date values in: |year= (મદદ)
 • Martinez-Lara, Javier (1995). Building Democracy in Brazil: The Politics of Constitutional Change. Macmillan. Check date values in: |year= (મદદ)
 • Prado Júnior, Caio (1967). The Colonial Background of Modern Brazil. Los Angeles, CA: University of California Press. Check date values in: |year= (મદદ)
 • Schneider, Ronald (1995). Brazil: Culture and Politics in a New Economic Powerhouse. Boulder Westview. Check date values in: |year= (મદદ)
 • Skidmore, Thomas E. (1974). Black Into White: Race and Nationality in Brazilian Thought. Oxford: Oxford University Press. Check date values in: |year= (મદદ)
 • Wagley, Charles (1963). An Introduction to Brazil. New York, New York: Columbia University Press. Check date values in: |year= (મદદ)
 • The World Almanac and Book of Facts: Brazil. New York, NY: World Almanac Books. 2006. Check date values in: |year= (મદદ)

External links

અમેરિકા

અમેરિકા એક સંદિગ્ધ શબ્દ છે. આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શિર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. અમેરિકા શબ્દ સાથે નીચેના પાનાઓ સંકળાયેલા છે:

સંયુક્ત રાજ્ય અમેરિકા - અમેરિકા તરિકે સામાન્ય રીતે ઓળખાતો દેશ, યુ.એસ.એ.

ઉત્તર અમેરિકા - સાત ખંડો પૈકિનો એક કે જેમાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા દેશો આવેલા છે.

દક્ષિણ અમેરિકા - સાત ખંડો પૈકિનો એક કે જેમાં બ્રાઝિલ, પેરુ, આર્જેન્ટીના જેવા દેશો આવેલા છે.

અસાઈ તાડ

અસાઈ પામ ( ઉચ્ચારણ ) અથવા ઍકવાઈ (યુટેર્પે ઓલેરૅસિઆ ) એ વનસ્પતિવિજ્ઞાન યુટેર્પે માં તાડનાં વૃક્ષોની એક પ્રજાતિ છે જેને તેના ફળ અને તાડના ચઢિયાતાં ગર્ભ માટે ઉછેરવામાં આવે છે. તુપિયન શબ્દ ઈવાસા’ઈ એટલે કે ‘(જે ફળ) રડે છે અથવા પાણી બહાર કાઢે છે’ તે શબ્દના યુરોપી અપભ્રંશથી તેનું નામ પડ્યું છે. તાજેતરનાં વર્ષોમાં આ ફળની માંગ વૈશ્વિક સ્તરે ઝડપથી વિસ્તરી છે, અને હવે અસાઈને માત્ર તે હેતુ માટે જ પ્રાથમિકરૂપે ઉછેરવામાં આવે છે. તાડના ગર્ભ માટે હવે તેની સાથે અત્યંત ઘનિષ્ઠ રીતે સંકળાયેલી પ્રજાતિ યુટેર્પે ઈડુલિસ (જુકારા)નો વધુ ઉપયોગ થતો જોવામાં આવે છે.મધ્ય અને દક્ષિણ અમેરિકામાં, બેલિઝ દક્ષિણથી લઈને બ્રાઝિલ અને પેરુ સુધી, તેની આઠ પ્રજાતિઓ ઊગતી જોવા મળે છે. આ વૃક્ષ મુખ્યત્વે અત્યંત ભીની જમીનમાં અને પૂરનાં મેદાનોમાં ઊગે છે. અસાઈ પામનાં વૃક્ષો 15–30 મીટર ઊંચા, પાતળાં હોય છે, અને તેના પાંદડીઓ ધરાવતાં પાંદડાં આશરે 3 મીટર લાંબા હોય છે.

આર્જેન્ટીના

આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.

ઈક્વેડોર

એક્વાડોર, આધિકારિક રીતે એક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), દક્ષિણ અમેરિકામાં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તરમાં કોલંબિયા, પૂર્વ અને દક્ષિણમાં પેરુ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા બ્રાઝિલ સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, એક્વાડોરને બે ભાગોમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.

ઉરુગ્વે

ઉરુગ્વે દક્ષિણ અમેરીકામાં આવેલો એક દેશ છે. ઉરુગ્વેમાં સ્પેનીશ ભાષામાં વહેવાર ચાલે છે. દેશની રાજધાની તેમ જ સૌથી મોટું શહેર મોન્ટેવિડિઓ છે. ઉરુગ્વેની સરહદ પર બે મોટા દેશો બ્રાઝિલ તેમ જ આર્જેન્ટીના આવેલા છે. આમ તો ઉરુગ્વે દક્ષિણ અમેરીકાનો બીજા ક્રમે આવતો સૌથી નાનો દેશ છે. માત્ર એક દેશ સુરીનામનું ક્ષેત્રફળ ઉરુગ્વે કરતાં ઓછું છે, તે દક્ષિણ અમેરીકાનો સૌથી નાનો દેશ છે. અહીંનું ભૂપૃષ્ઠ મોટેભાગે સમતળ છે, જ્યાં ખાસ કરીને ખેતરો આવેલાં છે.

ઓરકુટ

ઓરકુટ એ ગૂગલ દ્વારા ચલાવવામાં આવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ (social networking service) છે. તેને તેના સર્જક અને [[ગૂગલ|ગૂગલના કર્મચારી ઓરકૂટ બ્યૂકકોકટેન (Orkut Büyükkökten) પરથી આ નામ આપવા]] (Google)માં આવ્યું છે. આ સર્વિસનો મુખ્ય હેતુ નવા મિત્રો બનાવવા અને સંબંધને જાળવી રાખવાનો છે.ઓરકુટ અન્ય નેટવર્કિંગ સાઇટ (networking sites) સમાન જ છે.ઓક્ટોબર ૨૦૦6થી ઓરકુટે તેના વપરાશકર્તાને આમંત્રણ વિના એકાઉન્ટ શરૂ કરવા પરવાનગી આપી છે.

ઓરકુટ બ્રાઝિલ (Brazil)માં સૌથી વધુ અને ભારત (India)માં બીજા ક્રમની સૌથી વધુ મુલાકાત લેવાતી સાઇટ છે.ભારતમાં સૌથી વધુ વપરાશકર્તા કોલેજ અને હાઇસ્કૂલના વિદ્યાર્થી છે.ઓરકુટનું શરૃઆતનું ટાર્ગેટ માર્કેટ અમેરિકા હતુ, પરંતુ હવે તેના સૌથી વધુ વપરાશકર્તા બ્રાઝિલ અને ભારતમાં છે.મે 2008ના આંકડા પ્રમાણે ઓરકુટના 53.86 ટકા વપરાશકર્તા બ્રાઝિલ (Brazil)માં જ્યારે 16.97 % વપરાશકર્તા ભારતમાં હતા. આ ઉપરાંત 23.4 % ટ્રાફિક બ્રાઝિલ (Brazil)માંથી જ્યારે 18.૦ % ટ્રાફિક ભારતમાંથી આવે છે. ૨૦૦8માં બ્રાઝિલમાં 2 કરોડ 3૦ લાખ લોકોનું ઓરકુટમાં એકાઉન્ટ છે. ઓરકુટમાં શરૂઆતનું વડું મથક [[કેલિફોર્નિયા

|કેલિફોર્નિયા]] (California) હતું. પરંતુ ઓગસ્ટ 2008માં ગૂગલે એવી જાહેરાત કરી ઓરકુટનું સમગ્ર સંચાલન [[બ્રાઝિલ

|બ્રાઝિલ]] (Brazil)ના શહેર બેલો હોરિઝોન્ટ (Belo Horizonte)માંથી ગૂગલ બ્રાઝિલ દ્વારા કરવામાં આવશે. બ્રાઝિલમાં વપરાશકર્તાની બહોળી સંખ્યા અને કાયદાકીય બાબતોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુયાના

ગુયાના એ દક્ષિણ અમેરિકા ખંડમાં ઉત્તર કિનારા પર આવેલો એક દેશ છે. ગુયાના દેશની પૂર્વ સરહદ તરફ સુરીનામ, પશ્ચિમ દિશાની સરહદ તરફ વેનેઝુએલા, દક્ષિણ દિશા અને નૈઋત્ય ખૂણાની સરહદ તરફ બ્રાઝિલ દેશો તેમજ ઉત્તર દિશામાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે. ગુયાના ભૌગોલિક રીતે દક્ષિણ અમેરિકા સાથે જોડાયેલ હોવા છતાં સાંસ્કૃતિક રીતે કેરેબિયન સંસ્કૃતિ સાથે વણાયેલો છે.

નાયોબિયમ

નાયોબિયમ અથવા કોલમ્બિયમ, એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Nb અને અણુ ક્રમાંક ૪૧ છે.

આ એક હળવી, રાખોડી, તંતુભવનક્ષમ સંક્રાતિ ધાતુ તત્વ છે. આ ધાતુ પ્રાયઃ પાયરોક્લોર નામના ખનિજમાં મળી આવે છે કે નાયોબિયમનું અને કોલ્બાઈટનું પ્રમુખ વાણિજ્યિક સ્ત્રોત છે. આનું નામ ગ્રીક પુરાણ કથાના પાત્ર ટેન્ટેલસની પુત્રી નાયોબ પરથી રાખવામાં આવ્યું છે.

નાયોબિયમ અને ટેન્ટેલમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સરખાં હોવાથી તેમની વચ્ચે ફરક કરવો ખૂબ અઘરો છે. ૧૮૦૧માં બ્રિટિશ રસાયણ શાસ્ત્રી ચાર્લ્સ હેચેટએ ટેન્ટલમ સમાન એક તત્વ હોવાની જાણકારે આપી હતી અને તેનું નામ કોલ્મ્બિયમ આપ્યું હતું. ૧૮૦૯માં અંગ્રેજ રસાયણ શાસ્ત્રી વિલિયમ હાઈડ વોલસ્ટોન એ નિષ્કર્ષ કાઢ્યું કે ટેન્ટેલમ અને કોલમ્બિયમ એકજ ધાતુ છે જો કે તે ભૂલ ભરેલું હતું. ૧૮૪૬માં જર્મન રસાયણ શાસ્ત્રી હેનરીચ રોસ એ શોધ્યું કે ટેન્ટલમનું ખનિજ એક અન્ય તત્વ ધરાવે છે જેને તેણે નાયોબિયમ નામ આપ્યું. ૧૮૫૪ અને ૧૮૬૫ના થયેલા ઘણાં પ્રયોગોએ સિદ્ધ કર્યું કે નાયોબિયમ અને કોલ્મ્બિયમ એકજ તત્વ હતા પણ તે ટેન્ટેલમથી ભિન્ન હતાં. એક સદી સુધી આ બંને નામો વપરાતાં રહ્યાં. ૧૯૪૯માં આ તત્વનું નામ નાયોબિયમ તરીકે સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યુ.

૨૦મી સદી સુધી નાયોઇયમનો કોઈ ઔદ્યોગિક ઉપયોગ શોધાયો ન હતો. બ્રાઝિલ એ વિશ્વમાં નાયોબિયમ અને ફેરોનાયોબિયમ (લોખંડ અને નાયોબિયમની મિશ્ર ધાતુ)નો પ્રમુખ ઉત્પાદક દેશ છે. નાઓબિયમનો પ્રમુખ ઉપયોગ મિશ્ર ધાતુની બનાવટમાં જ થાય છે, ખાસ કરીને ગેસનું વહન કરનારી પાઈપલાઈન ના પાઈપોની બનાવટમાં. મિશ્રધાતુમાં નાયોબિયમનું પ્રમાણ માત્ર ૦.૧% જેટલું જ હોય છે પણ તે પોલાદની શક્તિ અનેક ગણી વધારી દે છે. નાયોબિયમ મિશ્રિત મિશ્રધાતુઓ ઊંચા તાપમાને સ્થિર રહે છે તેના આ ગુણને કારણે તેનો ઉપયોગ જેટ એંજીન અને રોકેટ એંજીનોમાં થાય છે. નાયોબિયમનો ઉપયોગ ઘણા સુપર કંડ્ક્ટીવીટી ધરાવતા પદાર્થોની બનાવટમાં કરવા માં આવે છે. નાયોબિયા સાથે ટાઈટેનોઇયમ અને ટીન ધરાવતી મિશ્રધાતુઓનો ઉપયોગ એમ આર આઈ (મેગ્નેટીક રેસોનાન્સ ઈમેજીંગ - ચુંબકીય કંપન છબી રચના) સ્કેનરના સુપર કંડક્ટીંગ લોહચુંબકો બનાવવા માટે થાય છે. આ સિવાય નાયોબિયમ ધાતુ જોડાણ (વેલ્ડીંગ), કિરણોત્સારી ઉદ્યોગો, ઈલેક્ટ્રોનિક્સ, ઓપ્ટીક્સ (પ્રકાશશાસ્ત્ર), સિક્કાઓના ઉદ્યોગમાં અને આભૂષણો બનાવવા માટે થાય છે. નાયોબિયમ્ની અલ્પ વિષતા અને એનોડાયઝેશનનેએ પ્રક્રિયા દ્વારા સરળતાથે રંગ કે ઢોળ ચડાવી શકવાની લાયકાને કારણે સિક્કાઓના ઉદ્યોગમાં અને આભૂષણો ઉદ્યોગમાં ઉપયોગી છે.પેલે

ઢાંચો:Infobox football biography 2

એડિસન "એડસન" એરાન્ટીસ દો નાસ્કીમેન્ટો કેબીઇ (KBE) (21 અથવા 23 ઓક્ટોબર 1940ના રોજ જન્મ), અને તેમના હુલામણા નામ પેલે થી જાણીતાં (સામાન્ય રીતેEnglish pronunciation: /ˈpɛleɪ/, બ્રાઝિલીયન ઢાંચો:IPA-pt) એ બ્રાઝિલના નિવૃત્ત ફૂટબોલર છે. ફૂટબોલ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓ તેમને ફૂટબોલ ઇતિહાસના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માને છે. 1999માં આઇએફએફએચએસ (IFFHS) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂટબોલ હિસ્ટરી એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા તેમને ફૂટબોલ પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. એ જ વર્ષે ફ્રેન્ચ અઠવાડિક સામયિક ફ્રાન્સ-ફૂટબોલે તેમના પૂર્વ "બલૂન દી'ઓર" વિજેતાઓને ફૂટબોલ પ્લેયર ઓફ ધ સેન્ચ્યુરી ચૂંટી કાઢવા માટે સંપર્ક કર્યો. જેમાં પેલે પ્રથમ સ્થાન પર આવ્યાં. તેમની કારકિર્દી દરમિયાન તેમણે 760 સત્તાવાર ગોલ, તેમજ લીગ ચેમ્પિયનશીપ્સમાં 541 ગોલ કર્યા. જેના પગલે તેઓ ઇતિહાસના ટોચના ગોલ કરનારા ખેલાડી બની ગયા. પેલએ 1363 મેચમાં કુલ 1281 ગોલ કર્યા છે.તેમના વતન બ્રાઝિલમાં, પેલેને રાષ્ટ્રીય નાયક તરીકે માન આપવામાં આવે છે. તેઓ ફૂટબોલની રમતમાં તેમના કૌશલ્ય અને પ્રદાન માટે જાણીતાં છે. ગરીબોની સામાજિક સ્થિતિ સુધરે તે માટે તેમણે ઉઠાવેલા અવાજ માટે પણ તે જાણીતા છે (જ્યારે તેમણે 1,000મો ગોલ કર્યો હતો ત્યારે તે બ્રાઝિલના ગરીબ બાળકોને સમર્પિત કર્યો હતો). તેમની કારકિર્દી દરમિયાન, તેઓ "ફૂટબોલના રાજા" (ઓ રેઇ દો ફૂટબોલ ), "રાજા પેલે" (ઓ રેઇ પેલે ) અથવા માત્ર "રાજા" (ઓ રેઇ ) તરીકે ઓળખાતા હતાં.ફૂટબોલ સ્ટાર વાલ્દેમાર દે બ્રિટોની ખોજ, એવા પેલેએ સાન્તોસ માટે 15ની ઉંમરે જ રમાવાનું શરૂ કર્યું, અને 16 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય ટીમમાં જોડાયાં, 17 વર્ષની વયે તો તેઓ તેમનો પ્રથમ વિશ્વ કપ જીતી ચૂક્યાં હતાં. યુરોપીયન ક્લબોની સંખ્યાબંધ ઓફરો છતાં આર્થિક પરિસ્થિતિઓ અને બ્રાઝિલીયન ફૂટબોલ નિયંત્રણોને કારણે તે સમયે સાન્તોસ પેલેને 1974 સુધી લગભગ બે દાયકા માટે રાખી શકી હતી, જેનાથી ટીમને મોટો ફાયદો થયો હતો. પેલેને સાથે રાખીને સાન્તોસ ટીમ ટોચ પર પહોંચી ગઇ હતી, જેમાં ટીમે 1962 અને 1963માં દક્ષિણ અમેરિકન ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠિત ક્લબ સ્પર્ધા કોપા લિબર્ટાડોરસ જીતી હતી. પેલે ઇનસાઇડ સેકન્ડ ફોર્વર્ડ તરીકે રમ્યા હતા, જેને પ્લેમેકર તરીકે પણ ઓળખાય છે. પેલેના કૌશલ્ય અને કુદરતી શક્તિઓના વખાણ વિશ્વભરમાં થતાં હતાં અને તે જેટલો સમય ફૂટબોલ રમ્યા તે દરમિયાન તેઓ ઉત્તમ ડ્રિબલીંગ (ફૂટબોલને લાત મારી-મારીને આગળ લઇ જવો) અને પાસિંગ, તેમની ઝડપ, તાકાતવાન શોટ, અસમાન્ય હેડિંગ લાયકાત અને સંખ્યાબંધ ગોલસ્કોરિંગ માટે ખૂબ જ જાણીતા બન્યા હતા.

તેઓ બ્રાઝિલ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોઇ પણ સમયના સર્વોચ્ચ સ્કોરર રહ્યા છે અને માત્ર એક જ એવા ફૂટબોલ ખેલાડી છે જે ત્રણ વિશ્વ-કપ જીતનારી ટીમના સભ્ય રહી ચૂક્યા હોય. 1962માં વિશ્વ કપની શરૂઆતમાં તેઓ બ્રાઝિલીયન ટુકડીના સભ્ય હતા, પરંતુ બીજી જ મેચમાં ઇજા થતાં તેઓ સ્પર્ધાની બાકીની મેચો રમી શક્યા ન હતા. નવેમ્બર 2007માં ફિફા (FIFA)એ જાહેર કર્યું કે ભૂતકાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને 1962નું મેડલ પણ એનાયત કરવામાં આવશે, જેનાથી તેઓ ત્રણ વિશ્વ કપ વિજેતા ટીમના મેડલ ધરાવતા વિશ્વના એક માત્ર ખેલાડી બની ગયા.

1977માં તેમની નિવૃત્તિ પછી પેલે ફૂટબોલના વિશ્વ દૂત બની ગયા છે અને તેમણે ઘણી કાર્યકારી ભૂમિકાઓ તેમજ વેપારી સાહસો પણ હાથ ધર્યાં છે. હાલમાં તેઓ ન્યૂયોર્ક કોસ્મોસના માનદ્ પ્રમુખ છે.

પ્રજાસત્તાક દિન (ભારત)

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

ફુદીનો

ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. ફુદીનાની વિભિન્ન પ્રજાતિઓ યૂરોપ, અમેરિકા, એશિયા, અફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની કેટલીક સંકર જાતો પણ ઉપલબ્ધ છે.

અંગ્રેજી- મિન્ટ (જાપાનીઝ મિન્ટ)

વૈજ્ઞાનિક નામઃ મેન્થા આર્વેન્સિસ

ઉપયોગી ભાગઃ પાંદડાં'

ફ્રેન્ચાઇઝીંગ

ઢાંચો:Disputed

ફ્રેન્ચાઇઝીંગ એ અન્ય વેપારી પેઢીના સફળ વેપારી પેઢીના સફળ વ્યાપાર નમૂનાનો ઉપયોગ કરવાનો પ્રયાસ છે. ‘ફ્રેન્ચાઇઝ’ શબ્દ એ ફ્રાન્ક (franc) – અર્થ મુક્ત માંથી ઉતરી આવેલ એંગ્લો-ફ્રેન્ચ વ્યુત્પત્તિ છે, અને તે નામ તેમજ ક્રિયાપદ (અકર્મક) બંને તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.ફ્રેન્ચાઇઝર માટે, ફ્રેન્ચાઇઝ એ માલ વહેંચવા માટે ‘ચેઇન સ્ટોર્સ’ તૈયાર કરવા માટેનો અને ચેઇન ઉપર રોકાણ અને જવાબદારી ટાળવા માટેનો વિકલ્પ છે. ફ્રેન્ચાઇઝરની સફળતા એ જ ફ્રેન્ચાઇઝીની સફળતા છે. ફ્રેન્ચાઇઝી એ સીધા કર્મચારી કરતાં વધુ સારું પ્રોત્સાહન પ્રાપ્ત કરે તેવું માનવામાં આવે છે કારણકે તે અથવા તેણી વ્યાપારમાં સીધો હિસ્સો ધરાવે છે.

આમછતાં, એ નોંધવું જ જોઇએ કે, યુએસને, અને હવે ચીન (2007) માં અપવાદ સિવાય જ્યાં મોટાભાગનું વિશ્વ જેને ‘ફ્રેન્ચાઇઝ’ તરીકે ઓળખાવે છે તે ફ્રેન્ચાઇઝ સમાવિષ્ટ ફેડરલ (અને યુએસ, સ્ટેટમાં) કાયદાઓ સ્પષ્ટ છે, પરંતુ ભાગ્યે જ તેના માટે કાયદાકીય જોગવાઇ બને છે. ફક્ત ફ્રાંસ અને બ્રાઝિલ અર્થસભર સ્પષ્ટયત કાયદાઓ છે પરંતુ બ્રાઝિલ વધુ બારીકાઇથી ફ્રેન્ચાઇઝી નિયમબદ્ધ કરે છે.

જ્યાં કોઇ ચોક્કસ કાયદો ન હોય, ત્યાં ફ્રેન્ચાઇઝ વહેંચણી વ્યવસ્થા માનવામાં આવે છે, જેના કાયદાઓ ચોક્કસ કરારપત્ર દ્વારા ટ્રેડમાર્ક (ફ્રેન્ચાઇઝ વ્યવસ્થાના) સાથે લાગુ થાય છે.

બાજરો

બાજરો કે બાજરી (અંગ્રેજી: Pearl millet, વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum) એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે આફ્રિકા અને ભારતીય ઉપખંડમાં પ્રાગૈતિહાસીક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વિકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે, માટે તે પહેલા તેણે આફ્રિકામાં અનુકુલન સાધેલું હશે. તેના મૂળ ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં મળે છે. આ પાક માટે વિવિધતાનું કેન્દ્ર પશ્ચિમ આફ્રીકાનાં 'સાહેલ' વિસ્તારમાં છે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં અને દક્ષિણ એશિયામાં પણ તેની ખેતી થવા લાગી. યુ.એસ.માં ૧૮૫૦માં આ જાતનાં બાજરાની ખેતી શરૂ થયાના અને બ્રાઝિલને આ પાકનો પરીચય ૧૯૬૦માં થયાના દસ્તાવેજો મળે છે.

બાજરો સૂકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકુળ છે. તે વધુ ક્ષારવાળી કે ઓછી પી.એચ. ધરાવતી જમીનમાં પણ સારૂં ઉત્પાદન કરે છે. પોતાની પ્રતિકુળ સ્થિતિને અનુકુલન સાધવાની પ્રકૃતિને કારણે, તે જ્યાં અન્ય ધાન્ય પાકો, જેવાકે મકાઈ અને ઘઉં, ન ઉગી શકે ત્યાં પણ ઉગે છે.

આજે આ બાજરો વિશ્વના લગભગ ૨,૬૦,૦૦૦ ચો. કિ.મી. વિસ્તારમાં ઉગે છે. તેનો ફાળો કુલ બાજરાનાં વૈશ્વિક ઉત્પાદનમાં ૫૦% જેટલો છે.

મકાઈ

મકાઈ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

યુટ્યુબ

યુટ્યુબએ વિડિઓની વહેંચણી-શેરિંગ (video sharing) કરતી વેબસાઈટ છે, જેમાં વપરાશકાર વિડિઓ ક્લિપ (video clip) જોઈ, વહેંચી અને અપલોડ કરી શકે છે.પેપાલ (PayPal) (PayPal)ના ત્રણ પૂર્વકર્મચારીઓએ ફેબ્રુઆરી 2005માં યુટ્યુબની રચના કરી.નવેમ્બર 2006માં ગૂગલ ઈન્ક. (Google Inc.)(Google Inc)એ 1.65 અબજ યુએસડોલર (US$)માં યુ ટ્યુબ, એલએલસી ખરીદી હતી અને હવે તે ગૂગલની સબસિડિયરી (subsidiary) (સહાયક) છે.કંપની સાન બ્રુનો કેલિફોર્નિયા (San Bruno, California) ખાતે આવેલી છે અને વપરાશકાર-સર્જિત સામગ્રી (user-generated video content)ના નિદર્શન માટે એડોબ ફ્લેશ વિડિઓ (Adobe Flash Video) તકનીકનો ઉપયોગ કરે છે. યુ ટ્યુબમાં વપરાશકાર-સર્જિત સામગ્રી સહિત ફિલ્મ (movie)ની ક્લિપો, ટીવી (TV) ક્લિપો અને મ્યુઝિક વિડિઓ (music videos)ની સાથે કલાપ્રેમીઓની વિડિઓ બ્લોગિંગ (video blogging) જેવી સામગ્રી અને ટૂંકા મૂળ વિડિઓ પણ છે. તેની મોટાભાગની સામગ્રી વ્યક્તિગત રીતે અપલોડ કરાયેલી છે છતાં સીબીએસ (CBS) (CBS) અને બીબીસી (BBC) (BBC) તથા અન્ય કેટલીક પ્રચાર-પ્રસાર માધ્યમની કંપનીઓ પોતાની કેટલીક સામગ્રી યુ ટ્યુબ દ્વારા આપે છે.નહિ નોંધાયેલા વપરાશકારો વિડિઓ જોઈ શકે છે, જ્યારે કે નોંધાયેલા વપરાશકારો અમર્યાદિત સંખ્યામાં વિડિઓ અપલોડ કરી શકે છે. નોંઘાયેલા વપરાશકારોના ખાતા "ચેનલ્સ" કહેવાય છે.

અણછાજતી હોવાની સંભાવના ધરાવતી હોય તેવી સામગ્રી ધરાવતી વિડિઓ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના નોંધાયેલા વપરાશકારો માટે ઉપલબ્ધ છે. યુ ટ્યુબની સેવાની શરતો (terms of service) અનુસાર બદનક્ષી (defamation) બદનામી, પોર્નોગ્રાફી (pornography) અશ્લીલ સામગ્રી, માલિકીઅધિકાર (copyright)નો ભંગ કરતી સામગ્રી ધરાવતી વિડિઓ અને ગુનાઈત વર્તન (criminal conduct)ને ઉત્તેજન આપતા વિષય વસ્તુ પર પ્રતિબંધ છે.ઢાંચો:TOClimit

રિયો ડિ જેનેરો

રિયો ડિ જેનેરો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા બ્રાઝિલ દેશનું શહેર છે.

૨૦૧૬નો ઉનાળુ ઓલિમ્પિક રમતોત્સવ રિયો ડિ જેનેરોમાં યોજાયો હતો, જે દક્ષિણ અમેરિકાના, પોર્ટુગીઝ ભાષા બોલાતી હોય તેવા દેશોમાં સૌપ્રથમ વખત હતો .

લોખંડ

લોખંડ એક રાસાયણિક તત્વ છે જેનું ચિહ્ન Fe (લૅટિન: Ferum - ફેરમ્) છે.તેની ક્રમાંક ૨૬ છે. લોખંડ એ નરમ, ચળકતી ધાતુ છે. અવકાશ માં તારાઓના નિર્માણ ચક્રમાં લોખંડ અને નિકલ એ બે ધાતુઓ અંતિમ ભાગમાં બને છે, અને તે આ પ્રક્રિયા દ્વારા બનતું સૌથી ભારે તત્વ છે. આ કારણે તે પૃથ્વી પર, તેમજ અવકાશી પદાર્થોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લોખંડ એક મજબુત ધાતુ છે, આથી તેનો ઔદ્યોગિક ક્ષેત્રે, ઓજારો તથા હથિયારો બનાવવામાં ભરપૂર ઉપયોગ થાય છે. આ રીતે માનવ ઇતિહાસ ઘડવામાં લોખંડનો મહત્વનો ફાળો રહેલો છે.

વેનેઝુએલા

વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. વેનેઝુએલા દેશની રાજધાની કારાકાસ શહેરમાં આવેલી છે.

આ દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલ એક ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે. વેનેઝુએલાની પૂર્વ દિશામાં ગિયાના, દક્ષિણ દિશામાં બ્રાઝીલ તેમજ પશ્ચિમ દિશામાં કોલંબિયા રાષ્ટ્ર આવેલાં છે. આ દેશની ઉત્તરી સીમા ૨૮૦૦ કિલોમીટર જેટલી છે, આ દેશની ઉત્તર દિશામાં કેરેબિયન દ્વીપસમૂહ તેમજ ઉત્તર પૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે.

સત્તાવાર નામ : બોલિવિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલા

વસ્તી : ૨,૭૧,૫૦,૦૯૫

રાજધાની : કારકાસ

વિસ્તાર : ૯,૧૬,૪૪૫ ચો.કિમી.

મુખ્ય ભાષા : સ્પેનિશ, અન્ય ઘરેલુ ભાષાઓ

ધર્મ : ખ્રિસ્તી

મોટાંં શહેરો : બાર્સિલોના, કારબોલો, મરાકૈબો, વેલેન્સિયા, ટર્મેરો, મતુરીન

૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાને શોધનારા કોલંબસે તેની ત્રીજી જળસફર દરમિયાન દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા વેનેઝુએલા દેશની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો. આ લેટિન અમેરિકન દેશની દક્ષિણે બ્રાઝિલ તથા પશ્ચિમે કોલંબિયા દેશ આવેલા છે. આ લેટિન દેશની ઉત્તર દિશાની સરહદ કેરેબિયન દ્વીપસમૂહ તથા ઉત્તરપૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર ઘૂઘવે છે. ખનીજ તેલની વાત નીકળે એટલે આરબ દેશો જ યાદ આવે, પરંતુ વેનેઝુએલા દુનિયામાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. અહીં જેટલું સસ્તું (૯૦ પૈસા પ્રતિ લીટર) તેલ વિશ્વમાં બીજે ક્યાંય નથી. દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. આ દેશ તેના કુદરતી સૌંદર્ય ઉપરાંત વિશ્વસુંદરીઓ માટે પણ જાણીતો છે.

સમેરિયમ

સમેરિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sm, અને અણુ ક્રમાંક ૬૨ અને અણુ ભાર ૧૫૦.૩૬ છે. આ મધ્યમ સખત ચળકતી સફેદ ધાતુ છે જેને હવામાં ખુલ્લી રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. લેંથેનાઈડ્સ શ્રેણીના તત્વોની જેમ આ તત્વ પણ +૩ ની અક્સિડેશન સ્થિતિ ધરાવે છે. સમેરિયમ (II) સંયોજનો પણ જાણીતા છે જેમકે તેને મોનોક્સાઈડ SmO, સમેરિયમ મોનોકેલ્કોજીનાઈડ્સ SmS, SmSe અને SmTe, તથા સમેરિયમ આયોડાઈડ. છેલ્લું સંયોજન એ રાસાયણિક સંયોગીકરણમઅં સામન્ય ક્ષપણક છે. સમિરિયમ જોઈ જૈવિક ઉપયોગ ધરાવતું નથી અને તે હળવે અંશે ઝેરી છે

સમિરિયમની શોધ ૧૮૭૯માં ફ્રેંચ રસાયણ શાસ્ત્રી પોલ એમીલ લીકોક ડી બોઈસબૌડ્રન દ્વારા કરાઈ હતી, તેમણી આનું નામ આની ખનિજ સમરસ્કાઈટ પરથી રાખ્યું હતું. આ ખનિજનું નામ તેના શોધક રશિયમન ખાણ અધિકારી કોલોનેલ વેસીલી સમર્સ્કી બાયખોવેટ્સ પરથી રખાયું હતું. આમ કોઈ રાસાયણિક તત્વનું નામ જેના નામ પરથી રખાયું હોય તેવા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા હતાં. આ ધાતુને દુર્લભ પાર્થિવ તત્વ મનાય છે પણ તે પૃથ્વી પર ૪૦મું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. અને તે ટીન જેવા તત્વો કરતાં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે.

સમેરિયમ તેની ખનિજોમાં ૨.૮%ની સાંદ્રતા સુધી મળી આવે છે. તેના ખનિજો છે સેરાઇટ, ગ્ડોલીનાઈટ, સમર્સ્સ્કાઈટ, મોનેઝાઈટ અને બેસ્ટનાસાઈટ. આ ખનિજો પ્રાયઃ ચીન, [યુએસએ]], બ્રાઝિલ, ભારત, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા માં મળે છે. ચીના આના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.

આનો પ્રમુખ ઔદ્યોગિક ઉપયોગ સમેરિયમ-કોબાલ્ટ ચુંબક બનાવવા માટે થાય છે જે એક સ્થાયિ ચુંબક છે. નિયોડીમીયમ ચુંબક પછી તે સૌથી શક્તિશાળી ચુંબક છે. તે ચુંબક ૭૦૦ °સે જેટલા ઊંચા ઉષ્ણતામાને પોતાનું ચુંબકત્વ જાળવી રાખે છે. ફેફસાના કેંસર, પ્રોસ્ટ્રેટ કેંસર, સ્તન કેંસર અને ઓસ્ટીઓસરકોમાના ઈલાજમાં વપરાતી દવા સમેરિયમ લેક્સિડ્રોનમમાં કિરણોત્સારી સમસ્થાનિક સમેરિયમ - ૧૫૩ વપરાય છે. આ ધાતુનો અન્ય સમસ્થાનિક સમેરિયમ -૧૪૯ એ એક તીવ્ર ન્યૂટ્રોન શોષક છે આથી તેને અણુભટ્ઠીના નિયંત્રક સળીયાઓમાં વાપરવામાંઆવે છે. આને અણુભઠ્ઠીમાં ખંડન પ્રક્રીયા દરમ્યાન એક આડ પેદાશ તરીકે પણ મેળવાય છે અનેઅણુભઠ્ઠીની રચના કરવામાં આ એક મહત્વનું પાસું હોય છે. આ સિવાય આ ધાતુ રાસયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે, કિરણોત્સારી ડેટિંગ અને ક્ષ-કિરણ લેસરમાં વપરાય છે.અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.