ચીન

ચીન (પીપલ્સ રિપબ્લિક) (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે.

Greatwall-SA3
૬૭૦૦ કિ.મી. લાંબી ચીનની મહાન દિવાલ સૌપ્રથમ ઇ.સ. ૩જી સદીમાં ચણવામાં આવી હતી.

ચીન દેશ નો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.

ચીની જનવાદી ગણરાજ્ય
中华人民共和国
ચીન નો રાષ્ટ્રધ્વજ ચીન
ધ્વજ ચિહ્ન
રાષ્ટ્રગીત: March of the Volunteers (અંગ્રેજી)
સ્વયંસેવકોની રેલી
Location of ચીન
રાજધાની પેઇચિંગ
39°55′N 116°23′E
વિશાળતમ શહેર શાંગહાઈ
અધીકારીક ભાષાઓ ચીની ભાષા(મંદારિન)
રાજસત્તા સમાજવાદી ગણરાજ્ય
 -  રાષ્ટ્રપતિ હુ જિંતાઓ
 -  વડાપ્રધાન વેન જિઆબાઓ
સ્થાપના
વિસ્તાર
 -  કુલ ૯૫,૯૬,૯૬૦ km² (તૃતિય)
૩૭,૦૪,૪૨૭ sq mi 
 -  પાણી (%) ૨.૮
વસ્તી
 -  ૨૦૦૬ નો અંદાજ ૧,૩૧,૫૮,૪૪,૦૦૦ (પ્રથમ)
 -  ૨૦૦૦ ની ગણતરી ૧,૨૪,૨૬,૧૨,૨૨૬ 
 -  ગીચતા ૧૪૦ /km² (૩૨૨)
૩૬૩ /sq mi
GDP (PPP) ૨૦૦૮ estimate
 -  કુલ $૭.૯૧૬ ટ્રિલિયન (દ્વિતિય)
 -  માથાદીઠ $૭,૧૦૦ (૮૪મો)
HDI (૨૦૦૬) ૦.૭૬૨ (મધ્યમ) (૯૪મો)
મુદ્રા રેન મિન બી (યુઆન) (CNY)
ટાઇમ ઝોન ચીની માનક સમય (UTC+૮)
ઇન્ટરનેટ TLD .સીએન
કૉલિંગ કોડ ++૮૬
LocationPRChina
ચીનનું વિશ્વમાં સ્થાન. નક્શામાં ભારતે દાવો માંડેલા અકસાઇ ચીનના પ્રદેશોને ચીનના ભાગ તરીકે બતાવ્યા છે.

ચલણ

ચીનમાં યેનનું ચલણ છે.તેને સમજવા માટે
૧ યેન=૧૦ ચીયાઓ
૧ ચીયાઓ=૧૦ ફેન
૧ યેન=૧૦૦ ફેન

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે. તેની પશ્ચિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન, ઉત્તરે તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજીકિસ્તાન તથા ઉત્તર-પૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.

અરુણાચલ પ્રદેશ

અરુણાચલ પ્રદેશ ભારતના ઓગણત્રીસ રાજ્યો મા થી ઉત્તર પૂર્વ છેડે આવેલું રાજ્ય છે. અરુણાચલ પ્રદેશ દક્ષિણમાં આસામ અને નાગાલેંડ અને આંતરરાષ્ટ્રીય સરહદ પશ્ચિમમાં ભૂતાન સાથે, પૂર્વ મા મ્યાનમાર સાથે અને ઉત્તરમાં ચીન સાથે ધરાવે છે. તેનું પાટનગર ઇટાનગર છે. અરુણાચલ પ્રદેશની તિબેટ સાથે તેના સાંસ્કૃતિક વંશીય અને ભૌગોલિક નિકટતા ના કારણે બંને PRC અને ROC સાથે પ્રાદેશિક વિવાદ છે. અરુણાચલ પ્રદેશ ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં સપડાયેલ બે મુખ્ય પ્રદેશોમાંનો એક છે. આવો બીજો પ્રદેશ અકસાઇ ચીન છે.

રાજ્યના મુખ્ય ભાગ છે જે અગાઉ નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે ઓળખાય છે, ચીન દ્વારા વિવાદાસ્પદ તરીકે સિમલા સમજૂતીની કાયદેસરતા તે માન્ય રાખતુ નથી. ચીન દક્ષિણ તિબેટ તરીકે મોટાભાગના રાજ્યનો દાવો કરે છે. આ રાજ્યમાં જલ ઉર્જાના વિકાસ માટે સંભવિત તકો જોવા મળે છે.

અરુણાચલ પ્રદેશ, જેના નામનો અર્થ ઉગતા સૂર્યની જમીન છે, તે સંસ્કૃતમાં પણ વનસ્પતિશાસ્ત્રીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે. ભૌગોલિક દૃષ્ટિએ, તે ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યોમા સૌથી મોટું રાજ્ય છે. બીજા ઉત્તર-પૂર્વ ભારતીય રાજ્યોની જેમ અરુણાચલ પ્રદેશ ના લોકો ના મૂળ તિબેટ-બર્મન પ્રજાતિ છે. તાજેતરના સમયમાં, ભારત અને બીજા દેશોમાં વિવિધ ભાગોમાં સ્થળાંતર કરીને આવેલા લોકોની મોટી સંખ્યામાં રાજ્યની વસ્તી સાથે વ્યાપક આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો બાંધવામાં આવ્યા છે.

વિવિધ સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે સમૃદ્ધ અરુણાચલ પ્રદેશ ભારતીય ઉપખંડમાં સૌથી વધુ પ્રાદેશિક ભાષાઓ ધરાવે છે.

કપાસ

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.

કેરી

કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.

દુનિયામાં વિવિધ જાતિની કેરી થાય છે.

ચીની ગણતંત્ર

આ લેખ તાઇવાન દ્વીપ વિષે છે, તાઇવાન દેશ વિષે નથી, જો આપ પ્રશાસનિક તાઈવાન વિષે જાણવા ચાહતા હોવ તો અહીં જઓ -ચીની ગણરાજ્યતાઇવાન કે તાઈવાન (અંગ્રેજી : Taiwan, ચીની: 台灣) પૂર્વ એશિયા માં સ્થિત એક દ્વીપ છે. દ્વીપ અપને આસપાસ ના ઘણાં દ્વીપોં ને મેળવી ચીની ગણરાજ્ય નો અંગ છે જેનો મુખ્યાલય તાઇવાન દ્વીપ જ છે. આ કારણે પ્રાયઃ તાઇવાન નો અર્થ ચીની ગણરાજ્ય પણ મનાય છે.૤ આમતો આ ઐતિહાસિક તથા સંસ્કૃતિક દ્રષ્ટીએ મુખ્ય ભૂમિ ચીન (ચીન કા જનવાદી ગણરાજ્ય) નો અંગ રહ્યો છે, પણ આની સ્વાયત્તા તથા સ્વતંત્રતા ને લઈ ચીન (જેનો, આ લેખ માં, અભિપ્રાય ચીન નું જનવાદી ગણરાજ્ય છે) તથા ચીની ગણરાજ્યના પ્રશાસન માં વિવાદ રહ્યો છે.

ઢાંચો:જંબુદ્વીપ

જમ્મુ અને કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર (J&K તરીકે પણ સંબોધાય છે) ભારતનું સૌથી ઉત્તરમાં આવેલ રાજ્ય હતું, ભારત સરકારે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫ Aને હટાવી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો.તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.

કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી.જમ્મુ-કાશ્મીરમાં 20 જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છ.જે પૈકી ક્ષેત્રફળની દૃષ્ટિએ લેહ ભારતનો સૌથી મોટો જિલ્લો છે.જે 45,110 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.

જમ્મુ કાશ્મીર દક્ષીણે હિમાચલ પ્રદેશ અને પંજાબથી જોડાયેલું છે. જમ્મુ કાશ્મીર ઉતર-પૂર્વ દિશા એ ચીન સાથે જોડાયેલછે. આ ઉપરાંત, લાઈન ઓફ કન્ટ્રોલ એ જમ્મુ કાશ્મીર ને પાકિસ્તાન થી અલગ પાડે છે. જમ્મુ અને કાશ્મીર નું પાટનગર ઉનાળામાં શ્રીનગર અને શિયાળામાં જમ્મુ છે. આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાનએ પાકિસ્તાન ના હેઠળ આવેલ છે. ભારતીય બંધારણ ની કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીર ને પોતાની અલગ સતા હતી. જમ્મુ અને કાશ્મીર ના મુખ્ય ત્રણ ભાગ છે: જમ્મુ, કાશ્મીર ખીણ અને લડાખ. આ રાજ્યના ઘણા ભાગો પર પાકિસ્તાન અને ચીન એ પોતાની માલિકી જાહેર કરેલી છે અને તેમાંના ઘણા ભાગો તે દેશો ના નિયંત્રણ હેઠળ છે. પરંતુ ભારતે આ તમામ પ્રદેશ પર પોતાનો હક જાહેર કરેલો છે. કાશ્મીર નો પ્રદેશ ત્યાંના કુદરતી સૌંદર્યને કારણે પૃથ્વી પરના સ્વર્ગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે.

જમ્મુ અને કાશ્મીરનો એક પૂર્વી ભાગ, ભારત, ચીન અને પાકિસ્તાન ના વચ્ચે એક સંઘર્ષમયી ક્ષેત્ર છે. વર્ષ ૧૯૪૭ થી જમ્મુ અને કાશ્મીરના બે પ્રદેશો આઝાદ કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટીસ્તાન એ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે અને વર્ષ ૧૯૬૨ થી તિબેટ સાથે જોડાયેલ અકસાઇ ચીન તરીકે ઓળખાતો પ્રદેશ ચીનના તાબા હેઠળ છે.

જમ્મુ અને કાશ્મીર ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં મુસ્લિમ બહુમતી જોવા મળે છે. જમ્મુ ના પ્રખ્યાત મંદિરો હઝારો હિંદુ ભક્તો ને પોતાની તરફ દર વર્ષે યાત્રા કરવા માટે આકર્ષિત કરે છે. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ લડાખ એ નાના તિબેટ તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત લડાખ પોતાના પર્વતીય સૌંદર્ય અને બૌદ્ધ ધર્મની સંસ્કૃતિ માટે પણ પ્રખ્યાત છે

જાપાન

જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો દ્વિપદેશ છે. જાપાનની રાજધાની ટોક્યો છે.

જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપના સમૂહથી બનેલો દેશ છે. આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્રકિનારા, એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. જાપાનના પડોશી દેશો ચીન, કોરિયા અને રશિયા છે. જાપાનવાસીઓ પોતાના દેશને "નિપ્પોન" (Nippon) પણ કહે છે, જેનો અર્થ "ઊગતા સૂર્યનો દેશ" થાય છે. યોકોહામા, ઓસાકા અને ક્યોટો જાપાનના પ્રસિદ્ધ શહેરો છે.

જુલાઇ ૬

૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૮ દિવસ બાકી રહે છે.

તલ

તલ (અંગ્રેજી: Sesame; વૈજ્ઞાનિક નામ: Sesamum indicum) એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે. વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે.

તલને સૌથી જૂના ખેતી કરીને પકવવામાં આવતા તેલીબિયાં તરીકે ગણવામાં આવે છે અને ૩,૦૦૦ વર્ષથી પણ વધુ સમયથી તેની માવજત થતી હોવાનું જાણમાં છે. તલ સુષ્કતા પ્રત્યે ખૂબ સારી સહિષ્ણુતા ધરાવે છે, એટલે કે સુકા વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. જ્યાં બીજો કોઈ પાક થઈ ન શકતો તેવા વિસ્તારમાં તે સરળતાથી ઉગી શકે છે અને માટે અંગ્રેજીમાં તેને સર્વાઇવર ક્રોપ (survivor crop) તરીકે પણ ઓળખવામાં આવે છે.

બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. તલનું તેલ મીઠું હોય છે અને તે કારણે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાધ્યતેલ તરીકે વપરાય છે.

અન્ય સુકામેવા (નટ્સ-Nuts) અને ખાધ્ય પદાર્થોની જેમજ તલ પણ અમુક માણસોમાં એલર્જી પેદા કરી શકે છે.

૨૦૧૦ની સાલમાં વિશ્વમાં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન થયું હતું અને મ્યાનમાર (બર્મા) સૌથી મોટો ઉત્પાદક દેશ હતો. ભારત સૌથી મોટો નિકાસકર્તા અને જાપાન સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.

દક્ષિણ કોરિયા

દક્ષિણ કોરિયા, આધિકારિક રીતે કોરિયા ગણરાજ્ય (ROK) પૂર્વી એશિયામાં કોરિયાઈ પ્રાયદ્વીપ ના દક્ષિણી ભાગમાં સ્થિત એક દેશ છે. 'શાંત સવારની ભૂમિ' ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે. દેશની રાજધાની સિયોલ દુનિયા નો સૌથી મોટો બીજા ક્રમનું મહાનગરીય શહેર અને એક પ્રમુખ વૈશ્વિક શહર છે.

નેપાળ

નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સાગરમાથા) નેપાળમાં આવેલું છે. નેપાળ આધુનિક જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે. અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં લોકો માને છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો. સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં આવેલુ છે.

પાકિસ્તાન

પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન, અફઘાનિસ્તાન અને ચીન, પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે ઉર્દૂ, પંજાબી,સિંધી, બલોચી અને પશ્તો ભાષા બોલાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. અન્ય મુખ્ય શહેરો કરાચી અને લાહોર છે.

બટાકાં

બટાકાં (બટાટાં, બટેકાં, બટેટા) (એકવચન: બટાકું, બટાટું, બટેટું; હિંદી: आलू; અંગ્રેજી: Potato) એક શાક છે. વનસ્પતિ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક પ્રકાંડ (થડ) છે. તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ અમેરિકાનો પેરૂ દેશ છે. બટાકાં તે ઘઉં, ધાન્ય તથા મકાઈ પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં ઉગાડાય છે. ત્યાર પછી પંજાબ,ગુજરાત,હરિયાણા,દિલ્લી,મ.પ્ર.,વગેરે જેવાં રાજ્યોમાં પણ નોંધપાત્ર ઉત્પાદન થાય છે. સૌથી શ્રેષ્ઠ બટાટા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે.બટાટા જમીનની નીચે પાકે છે. બટાકાંના ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે.

ભારત

ભારતીય ગણરાજ્ય એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દક્ષિણ એશિયા સ્થિત દુનિયાનો સૌથી મોટું લોકશાહી તંત્ર ધરાવતો દેશ છે. આ સાથે ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતના એક અબજથી વધુ નાગરિકો આશરે ચારસો જેટલી જુદી-જુદી ભાષાઓ બોલે છે. ભારત, ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, અને દુનિયાનું બીજું સૌથી ઝડપથી આગળ વધી રહેલું અર્થતંત્ર છે. આર્થિક સુધારાઓને કારણે છેલ્લા ૨૦ વર્ષમાં ભારતનું વિશ્વભરમાં એક મોકાના સ્થાન તરીકેનું મહત્વ ઘણું વધ્યું છે.

એશિયામાં મોકાના સ્થાન પર આવેલો, ભારતીય ઉપખંડના મોટા ભાગ પર છવાયેલો, ભારત દેશ મોટી સંખ્યામાં ઘણા વ્યસ્ત વેપારી માર્ગો ધરાવે છે. તેની સરહદો તેને પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, અને અફઘાનિસ્તાન1 સાથે જોડે છે. શ્રીલંકા, માલદીવ્સ ટાપુઓ અને ઇન્ડોનેશિયા, હિંદ મહાસાગરમાં ભારતની નજીક આવેલા દેશો છે. દુનિયાની કેટલીક પ્રાચીનતમ સંસ્કૃતિઓના ઘર એવા ભારત દેશે ૧૯૪૭માં લગભગ ૧૯૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી અહિંસક માર્ગે આઝાદી મેળવી.

ભારતમાં ઐતિહાસિક સિંધુ ખીણની સંસ્કૃતિ ઉદ્‌ભવી હતી. વિશ્વના પ્રમુખ ધર્મો પૈકી ચાર એવા હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મનો ઉદ્‌ભવ પણ ભારતમાં થયો હતો. આ ઉપરાંત પારસી ધર્મ અને અન્ય અબ્રાહ્મણીય ધર્મો જેવાં કે ઇસ્લામ, ખ્રિસ્તી, અને યહૂદી ધર્મો આશરે ઇસુની પહેલી સદીની આસપાસ ભારતમાં આવ્યા. આ બધા ધર્મોએ ભારતની સંસ્કૃતિ પર પોતાનો પ્રભાવ પાડ્યો અને તેને વધુ સમૃદ્ધ બનાવી.

ભારત ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોનું બનેલું એક ગણરાજ્ય છે. ભારત ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિની વિવિધતા ધરાવતો એક વિશાળ સમાજ છે. 'અનેકતામાં એકતા' અને વિવિધતા એ ભારતની આગવી ઓળખ છે.

ભારતીય માનક સમય

ભારતીય માનક સમય (Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા (UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશનાં પાયા પર, ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ નજીકનાં મિર્જાપુર (25.15°N 82.58°E / 25.15; 82.58)નાં ઘડીયાળ ટાવરનાં આધારે કરાય છે. જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.સમયક્ષેત્ર માહીતિ કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ એ નામથી થાય છે.

મકાઈ

મકાઈ (અંગ્રેજી: Maize કે Corn) એક મુખ્ય ખાદ્ય કૃષિ પાક છે, જે જાડાં અનાજ(ધાન્ય)ની શ્રેણીમાં આવે છે. મકાઈને સામાન્ય રીતે દાણા સૂકવીને તેનો લોટ દળી રોટલા બનાવી ખવાય છે. આ ઉપરાંત મકાઈના ડોડાને શેકી અથવા બાફીને ખાવાની રીત પણ ખૂબ પ્રચલિત છે. અમેરિકામાં પાયોનિયર ટાઈમ્સ નામે ઓળખાતા ગાળામાં મકાઈના લોટના બનેલા રોટલા અને બ્રેડ લોકોના રોજિંદા ખોરાકનો ભાગ હતા. આજે અમેરિકા જેવા વિકસિત દેશો મોટા પ્રમાણમાં થતા માંસાહાર માટે ઉછેરાતાં પ્રાણીઓ(જેમકે ડુક્કર)ના ખોરાક માટે મકાઈનો પણ ઉપયોગ કરે છે.

માર્ચ ૨૮

૨૮ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૭મો(લિપ વર્ષ દરમ્યાન ૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૮ દિવસ બાકી રહે છે.

વિયેતનામ

વિયેટનામ (આધિકારિક રીતે વિયેટનામ સમાજવાદી ગણરાજ્ય) દક્ષિણપૂર્વ એશિયા ના હિન્દચીન પ્રાયદ્વીપ ના પૂર્વી ભાગ માં સ્થિત એક દેશ છે. આની ઉત્તર માં ચીન, ઉત્તર પશ્ચિમ માં લાઓસ, દક્ષિણ પશ્ચિમ માં કમ્બોડીયા અને પૂર્વ માં દક્ષિણ ચીન સાગર સ્થિત છે. ૮૬ લાખ ની વસતિ સાથે વિયેટનામ દુનિયા માં ૧૩ મી સૌથી અધિક વસતિ વાળો દેશ છે.

હોંગકોંગ

હોંગકોંગ સ્પેશીયલ એડમિન્સ્ટ્રેટિવ રીજિયન (中華人民共和國香港特別行政區, listen) (હોંગકોંગ ખાસ પ્રશાસકિય ક્ષેત્ર) કે હોંગકોંગ ચીનના બે વિષેશ પ્રશાસકિય ક્ષેત્રમાંનો એક છે.

વિશેષ પ્રશાસનિક ક્ષેત્રના રૂપમાં, હોંગ કોંગની પોતાની કાનૂની વ્યવસ્થા, ટેલીફોન કોડ અને પોલિસ બળ છે. હોંગ કોંગની પોતાનું ચલણી નાણું હોંગકોંગ ડોલર પણ છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.