ઉત્તર

ઉત્તર: એક દિશા. ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકી એક દિશાનું નામ છે.

ઉત્તર દિશાને હોકાયત્ર વડે શોધી શકાય છે. હોકાયત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનુ કારણ પુથ્વિનો ચુબક છે. જે હોકાયત્રની સોય ને એક દિશામા ગોઠવે છે.

ઉત્તર દિશા શોધવા માટે ધ્રુવના તારાની મદદ લેવામા આવે છે. તે હમેશા ઉત્તર દિશામા જ રહેતો હોય છે.

Compass Rose French North
હોકાયત્ર:કંપાસના ચંદા (ડાયલ) પર આવેલાં કેટલાંક બિંદુઓમાં ઉત્તર દિશાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ

ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.

અમદાવાદ જિલ્લો

અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૧૪,૨૨૫ છે.અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

અરવલ્લી જિલ્લો

અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે.

ગુજરાત સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો બનવાની ઘોષણા કરી હતી. અરવલ્લી જિલ્લો ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થાય છે. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

કપાસ

કપાસ એક સપુષ્પીય વનસ્પતિ છે, જેની ખેતીને વૈશ્વિક ગણનામાં રોકડીયો પાક માનવામાં આવે છે. કપાસના છોડનું વૈજ્ઞાનિક નામ ગોસિપિયમ (Gossypium) છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં "સફેદ સોનું" તરીકે ઓળખાય છે. ઉષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશો તેમ જ તેની નજીકના વિસ્તારોમાં ખાસ કરીને કપાસ ઉગાડવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં કપાસની ખેતી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવે છે.

ગુજરાત

ગુજરાત () (English: Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાંં પણ ઘણો વધારે છે.

ગુજરાતી ભાષા

ગુજરાતી ‍() ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (en:CIA) મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય.

ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા અને "પાકિસ્તાનના રાષ્ટ્રપિતા" મહમદ અલી ઝીણાનો પણ સમાવેશ થાય છે.

ઘઉં

ઘઉં (Triticum spp.) એ વિશ્વભરમાં વાવવામાં આવતો ઘાસ પ્રકારનો પાક છે.

જીરું

જીરું એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ક્યુમીનમ સાયમીનમ (Cuminum cyminum) છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરુંના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં જીરુંની ખેતી કરવામાં આવે છે. આ પૈકી મહેસાણા તેમ જ પાટણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે.

જૂન ૨૧

૨૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૩ દિવસ બાકી રહે છે.

લિપ વર્ષ સીવાયનાં વર્ષોમાં આ દિવસ, ઉત્તર ગોળાર્ધમાં ગ્રીષ્મ અયનકાળ (summer solstice) અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળુ અયનકાળ (winter solstice) તરીકે નોંધાય છે. આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી ટુંકો દિવસ હોય છે.

ટીમરુ

ટીમરુ અથવા અકમોલ અથવા સ્વર્ણામ્ર એ એક પીળા, નારંગી કે લાલ રંગ ધરાવતું મીઠા સ્વાદવાળું ફળ હોય છે. આ ફળનો આકાર ૦.૫ લઇને ૪ ઇંચ સુધીનો ગોળાઇમાં હોય છે. ભારત દેશમાં આ ફળનું મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર (ખાનદેશ) અને ગુજરાત (દક્ષિણ-પૂર્વ પટ્ટીમાં) રાજ્યોમાં, ખાસ કરીને વિંધ્યાચળના પહાડી પ્રદેશમાં, ઉત્પાદન લેવામાં આવે છે.

પાટણ જિલ્લો

પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.

બટાકાં

બટાકાં (બટાટાં, બટેકાં, બટેટા) (એકવચન: બટાકું, બટાટું, બટેટું; હિંદી: आलू; અંગ્રેજી: Potato) એક શાક છે. વનસ્પતિ વિજ્ઞાનની દૃષ્ટિએ આ એક પ્રકાંડ (થડ) છે. તેનું ઉદ્ગમ સ્થાન દક્ષિણ અમેરિકાનો પેરૂ દેશ છે. બટાકાં તે ઘઉં, ધાન્ય તથા મકાઈ પછી સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે ઉત્તર પ્રદેશમાં ઉગાડાય છે. ત્યાર પછી પંજાબ,ગુજરાત,હરિયાણા,દિલ્લી,મ.પ્ર.,વગેરે જેવાં રાજ્યોમાં પણ નોંધપાત્ર ઉત્પાદન થાય છે. સૌથી શ્રેષ્ઠ બટાટા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં થાય છે.બટાટા જમીનની નીચે પાકે છે. બટાકાંના ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે.

બનાસકાંઠા જિલ્લો

બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

ભારતીય માનક સમય

ભારતીય માનક સમય (Indian Standard Time (IST)) એ સમયક્ષેત્ર છે જે ભારત અને શ્રીલંકા દેશે અપનાવેલું છે, તેનો વૈશ્વિક સમય અનુબદ્ધતા (UTC) સાથે +૦૫:૩૦ (UTC+૫.૩૦) કલાકનો મેળ બેસે છે. એટલે કે GMT (ગ્રીનવિચ મીન ટાઈમ) કરતાં આ સમયક્ષેત્ર સાડા પાંચ કલાક આગળ ચાલે છે. ભારત ’ડેલાઈટ સેવિંગ ટાઈમ’ કે અન્ય ઋતુગત ફેરફારોને ધ્યાનમાં લેતું નથી. સેના અને ઉડયન ક્ષેત્રમાં ભારતીય માનક સમયને E* ("Echo-Star") દ્વારા નિર્દિષ્ટ કરાય છે.ભારતીય માનક સમયની ગણતરી ૮૨.૫° પૂ. રેખાંશનાં પાયા પર, ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ નજીકનાં મિર્જાપુર (25.15°N 82.58°E / 25.15; 82.58)નાં ઘડીયાળ ટાવરનાં આધારે કરાય છે. જે દર્શાવેલ રેખાંશની સૌથી નજીકનું સ્થળ છે.સમયક્ષેત્ર માહીતિ કોષ્ટકમાં આ સમયનું પ્રતિનિધિત્વ ’એશિયા/કોલકાતા’ એ નામથી થાય છે.

ભાવનગર જિલ્લો

ભાવનગર જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલ છે. જિલ્લાનું મુખ્યમથક ભાવનગર શહેર છે. ભાવનગર જિલ્લાનો વિસ્તાર ૨૧.૫ થી ૨૨.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૦૩ થી ૭૨.૦૩ પૂર્વ રેખાંશ ની વચ્ચે ૯૯૪૦.૫ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલો છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું ત્રીજા નંબરનું રાજ્ય છે અને વસ્તીની દ્રષ્ટીએ ઉત્તર પ્રદેશ પછી દ્વીતીય રાજ્ય છે. મહારાષ્ટ્રની સીમાએ ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, ગોવા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી આવેલા છે. પશ્ચિમ દિશામાં અરબી સમુદ્ર આવેલ છે. મુંબઇ (કે બૉમ્બે), ભારતનું સૌથી મોટું શહેર અને મહારાષ્ટ્ર રાજ્યનું પાટનગર છે. તે ૧૧.૨ કરોડથી વધુ રહેવાસીઓ અને તેની રાજધાની મુંબઈ તેની વસ્તી આશરે ૧.૮ કરોડ છે જે તેને ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેરી વિસ્તાર બનાવે છે. નાગપુર રાજ્ય વિધાનસભાના શિયાળાના સત્રનું આયોજન કરે છે. અનેક જાણીતી શૈક્ષણિક સંસ્થાઓની હાજરીને લીધે પુણેને 'પૂર્વના ઓક્સફર્ડ' તરીકે ઓળખવામાં આવે છે.

ગોદાવરી અને કૃષ્ણ રાજ્યની બે મુખ્ય નદીઓ છે. નર્મદા અને તાપી નદીઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદની નજીક વહે છે.

ઋગ્વેદમાં મહારાષ્ટ્રનો ઉલ્લેખ "રાષ્ટ્ર" તરીકે, અશોકના શિલાલેખમાં "રાષ્ટ્રીક" તરીકે થયો છે. પાછળથી "મહારાષ્ટ્ર"ના નામે ઓળખાયુ, જેની નોંઘ હુએન-ત્સંગ તથા અન્ય મુસાફરોએ લીધી છે.

મહેસાણા જિલ્લો

મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે.

સાબરકાંઠા જિલ્લો

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબરડેરી દુધ ઉત્પાદક ડેરી તરીકે જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે. ઇડરીયો ગઢ એ જિલ્લાની ઓળખ છે. ધાર્મિક પ્રસિધ્ધ ખેડબ્રહ્માનુ અંબાજી અને બ્રહ્માજી મંદીર છે. જિલ્લામાં ચિત્ર વિચિત્ર નો પ્રસિધ્ધ આદીવાસી સંસકૃતી ધરાવતો મેળો પોશીના તાલુકાના ગુણભાંખરી ગામે ભરાય છે. પ્રવાસન માટે કુદરતી સૌદર્ય ધરાવતુ પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ છે, જ્યાં સૈકાઓ જુના શિવ અને જૈન મંદીરો પણ આવેલા છે. રાજસ્થાન રાજ્યનો સરહદી જીલ્લો છે. મીટરગેજ રેલ્વે લાઇન હવે બ્રોડગેજમાં રુપાંતરીત કરાઇ રહી છે જે અમદાવાદ થી ઉદયપુર પસાર થતી રેલ્વે લાઇન પર હિંમતનગર મુખ્ય જંકશન છે.

જિલ્લાનું ક્ષેત્રફળ ૭,૩૯૦ ચોરસ કિમી છે.

હિંદી ભાષા

હિંદી (દેવનાગરી: हिन्दी, IAST: Hindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્ભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિંદી અને ઉર્દૂ ભગિની ભાષાઓ કહેવાય છે, કારણ કે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.

હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.

ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિંદી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિંદી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતાં જુદી છે).

હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિકરૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.