ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર (ISBN) એ પુસ્તકોની ઓળખ માટે દસ આંકડાનો બનેલો વ્યવસાયિક ઐક્ય ક્રમાંક (માનાંક) છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પ્રસ્તાવિત તથા ઓક્ટોબર ૧૯૬૯ના પૂર્ણ અધિવેશનમાં સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦માં બધા જ સંગઠનો દ્વારા તેના ઉપયોગ માટે પરિપત્ર પ્રસાર કરવામાં આવ્યો હતો.[૧]

આ માનાંક પુસ્તક ક્રમાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ એક ઓળખ આંકડો પ્રદાન કરવામાં આવે છે. તેમાં દશ આંકડા (૦ થી ૯) હોય છે. આ દશ આંકડાઓનો ઉપયોગ ચાર ઘટકોની અભિવ્યક્તિ માટે કરવામાં આવે છે. પ્રથમ ઘટકમાં પુસ્તકનો દેશ, ભાગ અથવા અન્ય સુવિધાજનક એકમને દાખલ કરવામાં આવે છે જેને Graph Identifier. બીજા ઘટકમાં પ્રકાશક (Publisher Identifier), ત્રીજામાં શીર્ષક તથા આવૃત્તિ (Title Identifier) અને ચોથા ઘટકમાં નિરીક્ષણ આંકડો (check digit) હોય છે. જેને ક્ષતિથી બચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્રમાંકને હાઈફન અથવા ખાલી જગ્યા છોડીને અલગ કરી શકાય છે.[૧]

ભારતમાં ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર પ્રદાન કરતી હોય તેવી સંસ્થાઓમાં રાજા રામમોહન રાય નેશનલ ઍજન્સી ફોર આઇ.એસ.બી.એન અને મીનીસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ગવર્નમેન્ટ ઑફ ઈન્ડીયાનો સમાવેશ થાય છે.[૧]

ISBN Details
10 સંખ્યા ધરાવતો ISBN ક્રમાંક અને સંબંધિત EAN-13 ક્રમ.

આ પણ જુઓ

સંદર્ભો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ સામાન્ય જ્ઞાન: પુસ્તકાલય અને માહિતીવિજ્ઞાન. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. ૨૦૧૪. pp. ૧૩૧. ISBN 978-93-5108-075-6. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર (ISSN) એ ક્રમિક પ્રકાશનો (જેમ કે સામાયિક) ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળવણીનું કાર્ય આંતરરાષ્ટ્રીય ક્રમિક ડેટા પ્રણાલીનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર કરે છે જે પેરિસમાં આવેલું છે. આ સંસ્થાને ફ્રાન્સની સરકાર તથા યુનેસ્કો દ્વારા આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે.

અન્ય ભાષાઓમાં

This page is based on a Wikipedia article written by authors (here).
Text is available under the CC BY-SA 3.0 license; additional terms may apply.
Images, videos and audio are available under their respective licenses.